સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારોને ઘરે મતદાન કરવા માટે સગવડ કરાશે : અમદાવાદ કલેક્ટર ધવલ પટેલ

Spread the love

અમદાવાદ જિલ્લા કલેક્ટર ધવલ પટેલ

અમદાવાદમાં 93428 હજારથી વધુ યુવાન પ્રથમ વખત મતદાન કરશે : ફર્સ્ટ વોટરના નવા ચૂંટણી કાર્ડ આવ્યા નથી તેવા લોકોને પોસ્ટ દ્વારા દસ દિવસની અંદર ઘરે પહોચાડાશે : ધવલ પટેલ

અમદાવાદ

ગુજરાત વિધાનસભાની 2022 ની ચુંટણીની તારીખો જાહેર થતાં અમદાવાદ જિલ્લા તંત્ર તેની તૈયારીઓનું આયોજન જાહેર કર્યું છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું કે, લોકશાહીના આ પર્વમાં વધુને વધુ લોકોને મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટેની અપીલ કરવામાં આવે છે. ખાસ કરીને અમદાવાદમાં નોંધાયેલા મતદારોની માહિતી આપતા તેઓએ કહ્યું કે અમદાવાદમાં કુલ 59 લાખ 93 હજાર 46 મતદારો નોંધાયા છે. જેમાં આ વખતે 93 હજારથી વધુ યુવાઓ પહેલીવાર ચૂંટણીમાં મતદાન કરશે.નોંધાયેલા કુલ 59 લાખથી વધુ મતદારોમાં 31 લાખ 71 હજાર 271 પુરુષ મતદાર અને 28 લાખ 75 હજાર 565 મહિલા મતદારો છે. જ્યારે અન્ય 211 મતદાર છે.અમદાવાદ જિલ્લા અને શહેરમાં કુલ 5599 બુથ પૈકી 4391 શહેરી અને 1208 ગ્રામ્ય મતદાન મથક છે. મતદાન મથક માટે કુલ 1927 લોકેશન છે. સખી મતદાન 147, આદર્શ મતદાન મથક 21, દિવ્યાંગ મતદાન મથક 21, ઈકોફ્રેન્ડલી મતદાન મથક 21 અને યુવા મતદાન મથક 1 છે. જ્યારે કુલ 27 હજાર જેટલો પોલીંગ સ્ટાફ આ પ્રક્રિયામાં કાર્યરત રહેશે.

અમદાવાદ કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં 21 વિધાનસભા બેઠકો જેમાં 5 અમદાવાદ જિલ્લાની વિધાન સભાની બેઠકો છે. 5599 મતદાન મથકો પર લોકો પોતાનો મત આપી શકશે. મહિલાઓ માટે સખી મતદાન મથક 147 છે જેમાં મહિલાઓ મત આપી શકશે. દિવ્યાંગ માટે 21 મતદાન મથક રાખવામાં આવશે. નિયંત્રણ અને આચારસંહિતાના અમલ માટે 351 ટિમ પડેપગે ફરજ બજાવશે.ફર્સ્ટ વોટર માટે જેમના નવા ચૂંટણી કાર્ડ ઘરે આવ્યા નથી તેવા લોકોને ઘરે પોસ્ટ દ્વારા દસ દિવસ ની અંદર ઘરે પોહચાડાશે .વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવે છે અને સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારોને ઘરે મતદાન કરવા માટે તેમને સગવડ કરી આપવામાં આવશે. જો કોઇ અશક્ત અને બીમાર મતદાર મતદાન મથકે આવીને આપવા માંગે તો તેવા મતદારોને મતદાન મથકે વાહન દ્વારા પણ લાવવા માટેનું આયોજન કરવામાં આવશે. પંજાબ ગોવા અને તેલંગાણા બાદ પ્રથમવાર વિધાનસભા ચૂંટણી ગુજરાતમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારોને ઘરે બેઠા બેલેટ પેપર દ્વારા મતદાન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માગે છે, પરંતુ મતદાન બૂથ પર પણ ન આવી શકે. આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે. આ મતદાતા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. જેઓ ઘરે બેસીને મતદાન કરશે. જોકે મતદાનની વિડીયોગ્રાફી પણ થશે. આ માટે ચૂંટણી પંચની ટીમ આવા મતદારોને ફોન દ્વારા જાણ કરશે અને ત્યારબાદ ઘરે ઘરે પહોંચી બેલેટ પેપરનું કામ કરાવશે. આ માટે મતદાતાએ ફોર્મ 12D કરીને આપવું પડશે. જે મતદારોના નામ મતદાર યાદીમાં હશે તે જ મતદાર મત આપી શકશે.

ચૂંટણી સમયે ગેરકાયદેસર નાણાંની હેરાફેરી પકડવા માટે ચેક પોઈન્ટ બનાવવામાં આવશે જેમાં પોલીસના અધિકારીઓ સાથે ઇલેક્શન અધિકારીઓ હાજર રહેશે અને સમગ્ર ઘટનાનું વીડિયો ગ્રાફી કરવામાં આવશે. ચૂંટણીના રિઝલ્ટ પછી ઇવીએમ સાથે કોઈ છેડછાડ ના થયા તેના માટે દરેક મુમેન્ટને ટ્રેકિંગ કરવામાં આવશે. જ્યાં ઈવીએમ મશીન રાખવામાં આવશે. ત્યાં 24 કલાક માટે સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવશે.

પટેલે વધુમાં જણાવ્યું હતું કે આદર્શ આચારસંહિતાની અમલવારી માટે અમદાવાદમાં અનેક શહેરમાં જાહેર જગ્યાઓ પર લાગેલા વિવિધ પાર્ટીઓનો હોર્ડિંગ્સ, બોર્ડ ઉતારી લેવાની કામગીરી k આજથી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજથી શરૂ થયેલ કામગીરી આગામી બે થી ત્રણ વિસ સુધી શહેરના તમામ વોર્ડમાં શરૂ રહેશે .સમગ્ર ચૂંટણી લઈને કલેકટર કચેરી અને જિલ્લા ચુંટણી અધિકારીની ઓફિસે કન્ટ્રોલ રૂમ ઉભા કરવામાં આવશે જે તમામ ગતિવિધિ પર નજર રાખશે. 3 સ્થળે મતગણતરી કરવામાં આવશે જેમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયર કોલેજ અને સરકારી પોલિટેક્નિકમાં કરવામાં આવશે.તેમાં મતદારોને કોઈ અગવડ ના પડે અને શાંતિ પૂર્વક ચૂંટણી યોજાય તેવી વ્યવસ્થાનો ચિતાર પટેલે રજૂ કર્યો છે.

વિધાનસભા ચૂંટણીને લઇ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાં CRPFની ટીમ ગોઠવવામાં આવી છે.ગીરના જંગલોમાં એક જ વ્યક્તિ રહે છે. અને તે કોઈ પણ અડચણ વિના મતદાન કરી શકે તે માટે તેના માટે પણ અલાયદું મતદાન મથક બનાવવામાં આવશે. જ્યાં એક જ મતદાર હશે, એટલે કે એક જ વ્યક્તિ ત્યાં મતદાન કરશે. પરંતુ 15 કર્મચારીઓની એક ટીમ પણ તેમના મત માટે જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com