GJ-18ના ‘ખ’ રોડ પર ગટરમાં ભંગાણ, રીપેરીંગ કરવામાં ધાંધિયા, પ્રજા પરેશાન,
GJ-18 શેર વસાહત મહાસંઘ દ્વારા સે-૪સી, અને બી,ખ- દોઢ, પર મેઇન ગટર રોડ સાઈડ તૂટીને ભંગાણ થતા તંત્ર રીપેરીંગ કરવા પણ આવતું નથી, તંત્રને ફરિયાદ કરવા છતાં હજુ દિવાળી મનાવવામાં વ્યસ્ત છે, ત્યારે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે, ત્યારે લોકો પૂછી રહ્યા છે કે આનું પણ ખાતમુરત કરવાનું છે, કે, પછી રીપેરીંગ થશે, કે પછી કોઈ દુર્ઘટના બને અને પ્રજાની વિકેટ પડે પછી તંત્ર દોડતું થાય, તેવી દુર્ઘટનાની રાહ જાેઈ રહ્યું છે, તેવું તમતમતું આજ રોજ કેસરીસિંહ બિહોલા બરાડ્યા છે.
VIP ગણાતા ખ-રોડ સેકટર-૪ ‘સી’ અને બી ‘ખ’ દોઢ ખ રોડ પર મેઈન ગટર રોડ સાઈટ ટુટી ભંગાણ પડે એક માસ થવા આવ્યો પરંતુ સરકારી નધરોરતંત્ર દ્વારા કોઈ મુરત કે ખાતમુહૂર્તની રાહ જાેવામાં આવી રહી હોય અથવા કોઈ મોટી દુર્ધટના થવાની રાહ જાેઈ રહ્યું હોય તેમ લાગેછે. વી આઈ પી ગણાતા ખ રોડ પર રાત દિવસ હજારો નાગરિકો પોતાના વાહનો લ ઈ અવરજવર કરતા હોયછે આ ગટરનું દિવાળી પહેલાં માનનીય શ્રી વડાપ્રધાન મહાત્મા મંદિર આ ખ રોડ પર પસાર થવાના હતા પહેલાં ગટર માં ભંગાણ પડયુ હતું વડાપ્રધાન પસાર થવાના હોવાથી સતત ત્રણ દિવસ રાત દિવસ આ ગટર ની મરામત કરવા માટે કામ ચાલુ રાખી ખોદાણ કરવામાં આવ્યું હતું પરંતુ સમય મયૉદામા પુરુ કામ ન થવાથી અને વડાપ્રધાન આવવાના હોવાથી આ સમગ્ર ટુટી ગયેલી ગટરનો આડા ડિવાઈડર અને મોટા ઉચા પાટીયા રાખી સરકારી જવાબદાર તંત્ર દ્વારા ઢાંકપીછોડો કરવામાં આવ્યો હતો અને વડાપ્રધાન પસાર થઇ ગયા પછી હજુ સુધી આ ટુટી ગયેલી મેઈન ગટરનું મરામત કામ ચાલુ કરવામાં આવ્યું નથી અને ગંદું ખુલ્લી ગટરમાં પાણી વહેતું હોવાથી ખ રોડ પર પસાર થતા નાગરિકો ને તથા વહેલી સવારે વૉકિંગ માટે નિકળતા સિનિયર સિટીઝનો ને અને સેકટર-૪ ના આજુબાજુ નજીક રહેતા વસાહતીઓ ને ખુબજ દુધૅધ મારેછે અને રોગચાળો ફાટી નીકળવાનો સંભવ છે આ ઉપરાંત મોડી રાત્રે તથા દિવસે રોડ સાઈટ નજીક અડીને હોવાથી અચાનક વાહનો ખાબકી મોટી માનવસર્જિત હોનારત સર્જાયી શકશે જેના જવાબદાર કોણ દુધૅટના ન સજૉય એ પહેલાં અગમચેતી પગલાં રુપે ગોકળગાય રીતે ચાલતું કામ પાયોરીટી આપી નિદરમાથી જાગી પજાના હિતમાં જવાબદારી પુવૅક પુણે કરવામાં આવે તથા ટુટી ગયેલી ફુટપાથ મરામત કરવામાં આવે તેવી લોક લાગણી સાથે સંસ્થાની ભલામણ છે.
ગટરનું પાણી અને PM આવવાના હતા તે રીપેરીંગ ન થયું પણ વચ્ચે બેરીકેટ મૂકી દેતા લોકોની
નજર ન પડે, તેવો વ્યુહ હતો, ત્યારે હવે આ રીપેરીંગ નું પણ ખાતમૂર્હુર્ત કરવાનું છે,? તેઓ પ્રશ્ન વસાહત મહાસંઘે કર્યો છે. ઃ કેસરિયા સામે કેસરીસિંહ બાથ ભીડીને પ્રજાના પ્રશ્નને કેસરીસિંહ તાડુક્યા,
બેરીકેટ મૂકીને ગંદકી, કામ નહીં થતા હોવાનું બચાવ, પેપર બ્લોક પણ તૂટી ગયા છે,તકલાદી કામ