ગાંધીનગર જિલ્લા અને શહેરની 5 બેઠકો પર ચર્ચા પૂર્ણ.
ત્યારે જેમના નામ નથી ચાલતા તે અંડર કરંટ મજબૂત છે, કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા જે ઉમેદવારો જાહેર કર્યા છે તે ઉમેદવારોમાં જે નામની પેનલ બની છે તેમાં પણ નવા નામ ઉમેરવા પડે તેવી શક્યતા, ટિકિટ લેવા હજુ દિલ્હી દૂર છે, વર્ષોથી ભાજપમાં જે પેનલ ના નામ જાય તેમાંથી ઘણા જ નામો નવા આવે છે જેથી gj 18 ઉત્તર, દક્ષિણ અને કલોલ ની સીટમાં નવાજૂની ના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે માણસા સીટ માં પણ કાંઈક રંધાઈ રહ્યું છે ત્યારે gj 18 ઉત્તરની સીટમાં પાટીદારને ટિકિટ આપવી કે કેમ?? તે પૈકી પેચીદો પ્રશ્ન બન્યો છે. ત્યારે કોંગ્રેસે હજુ સુધી યાદી જાહેર કરી નથી ફક્ત આમ આદમી પાર્ટી એ યાદી જાહેર કરતા અને ઉમેદવારો જાહેર કરતા ઘણા જ ચેન્જીંગ આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી, પેનલમાંથી પણ ઉમેદવારો બદલાશે.
ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભાજપના સંભવિત ઉમેદવાર તરીકે 4 નામો અંગે ચર્ચા કરાઇ ૧) નિતીનકુમાર સોમનાથ પટેલ ૨) અશોકકુમાર રણછોડભાઈ પટેલ. ૩) રુચિર અતુલકુમાર ભટ્ટ ૪) રીટાબેન કેતનકુમાર પટેલ
ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ભાજપ સંભવિત 4 ઉમેદવાર અંગે થઈ ચર્ચા 1) વાઘેલા ઈશ્વરજી બેચરજી 2) ઠાકોર સરોજબેન એસ 3) પટેલ કોદરભાઈ 4) અલ્પેશ ઠાકોર
દહેગામ બેઠકના ભાજપના સંભવિત 4 ઉમેદવાર
1) બલરાજસિંહ કલ્યાણસિંહ ચૌહાણ (2) બિહોલા કિરીટસિંહ ગંભીરસિંહ (3) ચૌહાણ ધર્મેન્દ્રસિંહ અરવિંદસિંહ (4) ઠાકોર રોહિતજી ચંદુજી
કલોલ વિધાનસભા બેઠકના ભાજપના સંભવિત 6 ઉમેદવાર અંગે થઈ ચર્ચા
1) પટેલ ગોવિંદભાઈ જોઈતારામ (2) પરિન અતુલભાઇ પટેલ (3) ઠાકોર લક્ષ્મણજી પુંજાજી (4) અનિલ પટેલ, જિલ્લા પંચાયત ના પ્રમુખ. (5) જે કે પટેલ, કલોલ શહેર પ્રમુખ (6)ઉર્વશી પટેલ, કલોલ નગરપાલિકા પ્રમુખ
માણસા વિધાનસભા ભાજપના સંભવિત 5 ઉમેદવાર અંગે થઈ ચર્ચા 1) અમિતભાઈ હરિભાઈ ચૌધરી (2) ડી ડી પટેલ(3) જે એસ પટેલ (4)અનિલ પટેલ, (5) યોગેશ પટેલ