GJ-18 પેથાપુરના ૩ મિત્રોના ઓરિસ્સાના ખુર્દા જિલ્લામાં અકસ્માતમાં મૃત્યુ થતા પરીવાર ઉપર આભ પડી ગયું હતું, શનિવારના રોજ ૪ મિત્રો ઓરીસ્સામાં આવેલા જગન્નાથપુરી ખાતે દર્શનાર્થે ગયા હતા, ત્યારે દર્શનકરીને પરત ફરતાં બુધવારના રોજ રાત્રે ૨ વાગે ટ્રક, અને કાર વચ્ચે અકસ્માત થતાં બનાવ સ્થળે ત્રણ મિત્રોના મૃત્યુ થયા હતા. જ્યારે એકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. સ્વજનનાં અકાળ મૃત્યુના સમાચાર મળતાં જ પરીવારજનો, કુંટુંબીજનો અને પેથાપુરમાં વાયુવેગે વાત પ્રસરતાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું હતું. ત્યારે પેથાપુર ખાતે વેપારી એસો.ના પમુખ અશ્વિનસિંહ વાઘેલા, ઉપપ્રમુખ જયદિપસિંહ વાઘેલા દ્વારા ત્રણ યુવાનોના મૃત્યુ થતાં તમામ પેથાપુર ખાતે દુકાનો બંધ પાળીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો, ત્યારે ૨ હજાર કિમી દૂર થયેલ બનાવમા ંત્રણ મિત્રોની બોડી લાવવા અને પરીવારજનો માટે આવેલી આફતમાં શહેર ભાજપના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બનાવની જાણ થયા બાદ પોતે મેયર હિતેશ મકવાણાથી લઇને સાંસદ અમીત શાહના દ્વાર ખટખટાવીને ત્રણેય યુવાનોના PM બાદ તેમની બોડીને લાવવા અથાગ પ્રયત્ન કરેલ જેમાં સફળતા મળી હતી, કેન્દ્રીયગૃહમંત્રી અમીત શાહના AAP પલકભાઇને પણ ફોન કર્યા બાદ તેમણે પણ મોરચો સંભાળીને પરીવારની મદદે આવ્યા હતા, ત્યારે હિતેશ મકવાણા (મેયર) દ્વારા તે જિલ્લાના અધિકારી, પદાધિકારીથી લઇને રાજકીય નેતાઓનો સંપર્ક કરીને ઝડપ ભેર કામ થાય તે માટે પ્રયત્ન આદરેલ, ત્યારે પેથાપુરના ત્રણ યુવકોના મૃત્યુ થતાં ભાજપ પરીવાર તેમની વ્હારે આવેલ, જેમા ંસરાહનીય કામ કરવા બદલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ભાજપ પરીવારનો પરીવારના સગા-સંબંધીઓ ખૂબ ખૂબ આભાર માન્યો હતો, ત્યારે આજના કમા નાચગાઇને દિલ બહેલાવે, પણ ધમા જે તમામ માટે કમો બને તો પ્રશ્ન રહે ખરો,?
ઉલ્લેખનીય છે, કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અગાઉ કોરોનાની મહામારીમાં પેથાપુર ખાતે એક યુવાનનું ઉપરના માળે મૃત્યુ થતાં, કોઇ બોડીને હાથ લગાવવા તૈયાર ન હતું, ત્યારે કોરોનાની મહામારીમાં બોડીને ઉંચકીને લાવવાથી લઇને તમામ અગ્નિ સંસ્કાર (વિધી) પૂર્વ ઘર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી,
પેથાપુરના પરીવાર પર આવેલ આફતને મદદરૂપ બનવા ભાજપ પરીવારનો મૃતકના સગા-સંબંધીઓએ આભાર માન્યો હતો, ત્યારે બાપુ ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ભારે જહેમત ઉઠાવીને ત્રણ મિત્રોની બોડી, ઁસ્ સુધી જે અથાગ કામ કર્યું તેની ચર્ચા પેથાપુરમાં ભારે ચાલી હતી, નાચતો ગાતો કમા એવા ઘણા જાેયા છે. પણ પ્રજાના કમા હજારોમાં એક હોય છે, ત્યારે આ ધમા એવા કમાની નોંધ લેવી પડે