ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા ૫૦% જેટલા ઉમેદવારો જાહેર કરી દીધા છે, ત્યારે કોંગ્રેસે પણ ૫૩ જેટલા ઉમેદવારો રાત્રે જાહેર કર્યા છે, ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દરેક જિલ્લા અને વિધાનસભાની સીટમાંથી ચારથી પાંચ વ્યક્તિની પેનલ બનાવીને નામ હવે દિલ્હી મોકલવામાં આવશે, ત્રણથી પાંચ નામ સંકલન સમિતિમાં રજૂ કરીને પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડને મોકલશે, જે પૈકી સંભવિત ઉમેદવારની ચર્ચા હાથ ધરાશે, ત્યારે આખરી યાદી બીએલ સંતોષની હાજરીમાં કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરશે, ત્યારે GJ-18 ની પાંચ બેઠકો પૈકી ઉત્તરમાં નીતિન એસ. પટેલ રૂપાલ હાલ ટોપ લેવલે ચાલી રહ્યા છે, ત્યારે નીતિન પટેલ એટલે ની-તીન પ્રથમ નિતીન, બાકી પાછળ તીન પત્તી, તેમ પૂર્વ એમએલએ અશોક પટેલ બોફોર્સ, ભાજપ શહેર પ્રમુખ રુચિર ભટ્ટ તથા રીટાબેન પટેલ નું નામ ચાલી રહ્યું છે, ત્યારે હાલ નીતિન પટેલ નું નામ મોખરે છે, કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે સારો એવો ઘરોબોથી લઈને ગુડબુકમાં નીતિને એન્ટ્રી લઈ લીધી છે ,ત્યારે છાનપતીયા અને ભમેડો ફેરવવા માસ્ટર ગણાતા નીતિન અંડર કરંટ મજબુત છે, ત્યારે આ સીટમાં રાજપૂત સમાજના ઘણા જ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે, તેમાં ક્યાંય સોગંદ ખાવા પૂરતું પણ નામો નિશાન નથી ,ત્યારે દક્ષિણની બેઠકમાં આઇબી વાઘેલા (ઈશ્વરભાઈ) સરોજબેન ઠાકોર, કોદરભાઈ પટેલ અને અલ્પેશ ઠાકોર નું નામ વગર ઇન્ટરવ્યૂ આવી ગયું છે, ભલે અંડર કરંટ વિરોધ હોય, પણ આવશે તો અલ્પેશ જ એવું સૂત્રો ખાનગીમાં જણાવી રહ્યા છે, પૂર્વ એમ.એલ.એ શંભુજી ઠાકોર જાેવા જઈએ તો નસીબદાર વ્યક્તિ છે, નામ કપાય પણ પાછું જાેડાઈ જાય, ત્યારે અહીંયા પણ પાટીદાર અને ઠાકોર સમાજ દ્વારા ટિકિટ માંગવામાં આવી છે.
દહેગામ બેઠકમાં બલરાજસિંહ કલ્યાણસિંહ ચૌહાણ, સ્થાનિક સીટર ધારાસભ્ય છે, ત્યારે પ્રથમ પહેલું નામ તેમનું ચાલી રહ્યું છે, ત્યારે અહીંયા બિહોલા
કિરીટસિંહ ગંભીરસિંહચૌહાણ, ધર્મેન્દ્રસિંહ અરવિંદસિંહ,ઠાકોર રોહિતજી ચંદુજી, ત્યારે અહીંયા એક નામ ફક્ત રાજપુત સમાજનું ચાલ્યું છે, ત્યારે કલોલ ની સીટમાં ૬ ઉમેદવારોમાં મોટાભાગના પાટીદાર પટેલ સમાજના છે, અને એક ફક્ત ઠાકોર ઓબીસી નું નામ પેનલમાં છે, તેમાં પટેલ ગોવિંદભાઈ જાેઈતારામ, પરીન અતુલભાઇ પટેલ, ઠાકોર લક્ષ્મણસિંહ પુજાજી, અનિલ પટેલ જિલ્લા પંચાયતના ચેરમેન, જે. કે. પટેલ કલોલ શહેર પ્રમુખ ઉર્વશી પટેલ કલોલ નગરપાલિકાના પ્રમુખ નું નામ ચાલે છે.
માણસા વિધાનસભામાં ઠાકોર રાજપૂત સમાજનું નામ નિશાન યાદીમાં નથી, તેમાં પ્રથમ અમિતભાઈ ચૌધરી, જે.એસ. પટેલ, ડી.ડી. પટેલ, અનિલ પટેલ, યોગેશ પટેલ નું નામ ચાલે છે, ત્યારે GJ-18 ની વિધાનસભાની સીટમાં રાજપૂત સમાજનો એકડો નીકળી ગયો હોય તેવું લાગે છે. તેમાં મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા દ્વારા, ઉત્તર અને દક્ષિણમાં ટિકિટ માંગી છે, તેમનું નામ નિશાન નથી, ત્યારે અંબુસિંહજી ગોલ (જીગા બાપુ) દેવેન્દ્રસિંહ ચાવડા પૂર્વ ચેરમેન મહાનગરપાલિકા,શંકરસિંહ ગોહિલ એડવોકેટ તથા ૧૨ કાઉન્સિલના પૂર્વ ચેરમેન હાલ બાર કાઉન્સિલના સભ્ય, જગતસિંહ બિહોલા, ક્રિપાલસિંહ ભવાન સિંહ પરમાર, હર્ષાબા ધાંધલ, હર્ષદસિંહ ઝાલા, રાજનસિંહ ચાવડા, વિજેન્દ્રસિંહ વાઘેલા, જયદીપસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ રાણાથી લઈને અનેક નામાંકિત અને પક્ષને વરાયેલા વ્યક્તિઓએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે મહેન્દ્રસિંહ રાણા પૂર્વમેયર જેમનું નામ અદબ ભેર લેવું પડે ત્યારે અમિત શાહના સેનાપતિ કહેવાય, એવા લોકસભાની સીટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી ચૂંટણી લડ્યા ત્યારે તમામ બાગદોડ રાણા ને સોંપી હતી અને ઝડબે સલાક લીડ મળી હતી, ત્યારે રાણા નું નામ પણ દેખાતું નથી,હા,રાણાએ ટિકિટ માંગી નથી, પણ વિશ્વાસ ,ભાજપ પ્રદેશ કક્ષાએ પાર્ટી વિચારશે, ત્યારે GJ-18 ની પાંચ બેઠકોમાં ફક્ત અને ફક્ત એક સીટમાં પેનલમાં એક ઉમેદવારનું નામ ગયું છે, બાકી રાજપૂત સમાજનો એકડો નીકળી ગયો હોય તેવું લાગી રહ્યું છે.
GJ-18 ની માણસા, ઉત્તર, દક્ષિણ, કલોલ, દહેગામ, સીટમાં રાજપૂત સમાજના અનેક લોકોના બાયોડેટા આવ્યા છે, પણ ક્યાંય નામ પણ એક થી પાંચમાં દેખાતું નથી, ત્યારે ગામેગામ ખાટલા બેઠકોથી લઈને રાજપૂત સમાજમાં વિરોધનો વંટોળ શરૂ થયું હોવાનું સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે,ગ્રામ્ય વિસ્તારોમાંથી લઈને અનેક ગામોમાં રાજપૂત સમાજની વસ્તી અને સંખ્યાબળ પણ મોટું છે અને ઘણા એવા ઉમેદવારો છે કે બિન વિવાદિત છતાં નામો નિશાન અને એકડો કાઢી નાખવામાં આવતા રોષ જાેવા મળી રહ્યો છે, ત્યારે બ્રહ્મ સમાજમાંથી એક નામ ફક્ત અને ફક્ત રુચિર ભટ્ટનું પેનલમાં છે , ત્યારે બ્રહ્મ સમાજની વસ્તી પણ શહેરમાં પુષ્કળ છે, ત્યારે આશિષ દવેથી લઈને અનેકના નામો હાલ એક થી પાંચમાં દેખાતા નથી, રુચિર ભટ્ટ નું નામ ચાલુ છે, બાકી નામ ચાલે છે, પણ બ્રહ્મ સમાજને મોટાભાગે અન્યાય થાય છે, મહાનગરપાલિકામાં આજ દિન સુધી મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનમાં ક્યારેય નામ આવ્યું નથી અને નિમણૂક થઈ નથી. હા, આશિષ દવેની નિમણૂક થઈ હતી, ચેરમેન તરીકે અને બાદમાં ગુડાના ચેરમેન તરીકે, બાકી સૌથી વધારે સંખ્યા બ્રહ્મસમાની હોવા છતાં અને બ્રહ્મ સમાજની વસ્તીની સંખ્યા વધારે હોવા છતાં ફક્ત આંગળી ઊંચી કરવા અને ભજન વગાડવા જેવા નગરસેવકો રહ્યા છે, ત્યારે કોંગ્રેસમાં પણ આવી સ્થિતિ છે, નિષિત વ્યાસ નું નામ ચાલે પણ ફોર્મ ભરવા આવે એટલે ચલણ બીજા નામથી કપાય, ત્યારે બ્રહ્મ સમાજના આ ભાથીએ શિવજીના ઝેરના પ્યાલા અનેક પીધા છે, ત્યારે રુચિર ભટ્ટને પણ કોંગ્રેસની જેમ જ ઝેરના પ્યાલા પીવાના ના આવે તે જાેવું રહ્યું છે.
GJ-18 ની પાંચ સીટોમાં રાજપૂત સમાજમાં ભારેલો અગ્નિ જાેવા મળી રહ્યો છે, ત્યારે બાપુનો એકડો નીકળી ગયો તેમ પાંચ ઇટમાં એક થી પાંચ ની પેનલમાં નામો નિશાન જ નહીં, ત્યારે હવે રાજપૂત સમાજમાં રોષ જે વ્યાપી રહ્યો છે, તેમાં ખાટલા પાટલા બેઠકો પણ શરૂ થઈ ગઈ છે.
ભાજપમાંથી અંદાજે ૨૦ થી વધારે રાજપૂત સમાજના ધૂરંધરોથી લઈને યુવાનોએ ટિકિટ માંગી છે, ત્યારે રાજપૂત સમાજમાંથી એક થી પાંચની પેનલમાં સોગંધ ખાવા પૂરતું પણ નામ નહીં હોવાથી ભારે ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે રજાના દિવસોમાં રાજપૂત સમાજમાં ઘંટડીઓ રણકાવીને એકતાનું પ્રદર્શન કરે તો નવાઈ નહીં,
ઉત્તરની સીટમાં અત્યારે હાલ ડાર્ક હોર્સ એવા પહેલવાન નીતિન પટેલ છે, રૂપાલના મંદિરમાંથી આઘા ખસતા નથી, ત્યારે અમિત શાહ ની ગુડ બુકમાં નીતિન નું તીર પાવરફુલ વાગેલું છે, અમિતભાઈ ની નજરમાં હાલ નીતિન ચાલી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મુકેશ પટેલને ટિકિટ આપતા ગત ચૂંટણીમાં પુર્વ M.L.Aઅશોક પટેલ ૭૭૫૦ મતથી સી.જે. ચાવડા સામે હાર્યા હતા, ત્યારે આપનો હાલ ગ્રાફ ઊંચો છે, ત્યારે મુકેશ પટેલે શહેરમાંથી મહાનગરપાલિકામાં આપને જે મત મળ્યા હતા ,તે મતો મળે તો ૨૦ થી ૨૫,૦૦૦ મત તો મુકેશ મેટ્રો લઈ જાય, ત્યારે પાટીદાર સમાજમાં મતનું ગાબડું પડે તો નવાઈ નહીં, ઉત્તરની સીટમાં જાેવા જઈએ, તો સૌથી વધારે વસ્તી ઓબીસી સમાજની છે, એક લાખ દસ હજાર મતો છે, ઓ.બી.સી. સમાજના , જેની પર ઢળે તેને સીટ પડે તેવો ઘાટ છે, ત્યારે સૌ સાથે રાખીને ચાલનારા વ્યક્તિ ઉપર નજર બીજા પક્ષો દોડાવે તો નવાઈ નહીં.
દક્ષિણની સીટમાં ઉમેદવારી નોંધાવ્યા વગર સીધી જ ફાઈલ અલ્પેશ ની આવી ગઈ ત્યારે ઘણા જ ઉમેદવારો ખુશી ખુશી બનાવતા હતા કે અલ્પેશે અહીંયા ઉમેદવારી નોંધાવી નથી, હવે શું?? આ ટેન્શન રહેવાનું જ છે?? કોંગ્રેસના હિમાંશુ પટેલને દક્ષિણ સીટમાં ઉમેદવાર તરીકે જાહેર કરતા હાલ આમ આદમી પાર્ટીના દોલત પટેલ અને કોંગ્રેસના હિમાંશુ પટેલ જાહેર થઈ ગયા છે, ત્યારે હિમાંશુ પટેલને અગાઉની ચૂંટણીમાં અલ્પેશ નડ્યો હતો અને તેના કોટામાંથી ટિકિટ ગોવિંદજી ઠાકોરને અપાવી હતી. હવે અલ્પેશજી લડવા આવવાના છે, તેવી માહિતી અગાઉ પણ લખી હતી, ત્યારે ઉપરથી નામ લિસ્ટમાં અને પેનલમાં આવતા ભાજપના જ એક ભાથી બહારના ઉમેદવારને સાંખી નહીં લે, જેથી અપક્ષ લડે તો નવાઈ નહીં, તેવી પણ જાહેરાત કરી છે , ત્યારે હિમાંશુ પટેલને હવે ફરી નડવા અલ્પેશજી આવે તો નવાઈ નહીં,
રાજપૂત સમાજમાં હાલ પાંચ સીટોને લઈને મહામંથન ચાલી રહ્યું છે, ત્યારે લોકસભાની સીટમાં અમિત શાહ ઉમેદવાર હતા, તેમણે ટિકિટ માંગી નથી પાર્ટીને જરૂર હશે અને આદેશ આપશે તો માથે ચડાવીશ
તેમાં મહેન્દ્રસિંહ રાણા પોતે સેનાપતિ હતા, ત્યારે હાલ ટિકિટ મળે કે ન મળે પણ એક થી પાંચમાં નામો નિશાન નહીં,રાજપૂત સમાજના નહીં આવતા તે ચર્ચાનો વિષય બન્યો છે.