અમદાવાદ
NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ 12 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની B.com. સેમેસ્ટર 5 અને BBA સેમેસ્ટર 5ના પેપરલીક મામલે 24 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી કે તપાસ કરવામાં આવી નથી તે બાબતે સરકાર પર પ્રહાર કરી તેમના કાર્ય ઉપર પ્રશ્ન ઉઠાવ્યો કે પેપરલીક કરવાવાળા લોકોનો ઉત્સાહ બુલંદ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરના એક દિવસ પહેલા પ્રેસનોટમાં બતાવવામાં આવ્યા હતા. ન્યૂઝ પેપર સાથે સંકળાયેલા લોકોએ જ પેપર લીકની જાણકારી પોલીસને આપી હતી. આ બાદ પોલીસ દ્વારા આ બંને પેપરની તપાસ બાદ સામે આવ્યું કે પ્રેસનોટમાં આવેલ પેપર અને પરીક્ષા માટે સેટ કરવામાં આવેલ પેપર એક જ છે ત્યાર બાદ તરત જ બને પરીક્ષા રદ કરવામાં આવી હતી.
નરેન્દ્ર સોલંકીના દ્વારા કહેવામાં આવ્યું કે આટલી ગંભીર ઘટના થવા છતાં પણ સરકારે આ માટે કોઈ નક્કર પગલાં કે તપાસ કે કાર્યવાહી કરી નથી. મુખ્યમંત્રી પણ આ બાબતે કોઈ પ્રતિક્રિયા કહેવા તૈયાર નથી કે પ્રધાનમંત્રીને પણ વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઈ ચિંતા નથી. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કોણ છે તે ઘણા લોકો ને ખબર પણ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર કોઈ તપાસ કરી રહી નથી. તેનાથી સાબિત થાય છે કે ઉપરથી નીચે સુધી બધા જ પેપરલીકમાં સંકળાયેલા છે એટલા માટે આ પેપરલીક સાથે જોડાયેલા અપરાધીઓના ઉત્સાહ બુંદલ છે.
NSUI ના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી હર્ષદ શર્માએ કહ્યું કે પેપરલીકની ઘટના ગુજરાતમાં સામાન્ય થઈ ગઈ છે જેમ અખબારમાં મોસમની જાણકારી આવે છે તેમ પેપરલીક પણ સામાન્ય ઘટના થઈ ગઈ છે. ગુજરાતમાં વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપવા બેસે ત્યારે એ તૈયારીથી બેસે છે કે ગમે ત્યારે પેપરલીકની ખબર આવશે અને પરીક્ષા રદ કરવામાં આવશે. આ માટે ભાજપના એક પણ નેતા એક શબ્દ પણ બોલવા માટે તૈયાર નથી. રાજ્યમાં વાલીઓ પોતાના બાળકોના ભવિષ્ય માટે ચિંતિત છે. જે પરિવાર પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા માંગે છે તે હવે ગુજરાતમાં ભણાવવા માંગતા નથી અને બીજા રાજ્યોમાં શિક્ષણ માટે મોકલે છે પણ એ બાળકોનું શુ ? જેમના મા બાપ એમના છોકરાઓને સારા શિક્ષણ માટે બહાર મોકલી શકતા નથી. રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પ્રવક્તા હિરેન બેંકર અને અમદાવાદ NSUI પ્રમુખ દક્ષ ઉપસ્થિત રહ્યા હતા.