ભાજપ સામે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિત અનેક મુદ્દાઓનું આરોપનામું પ્રજા સમક્ષ મુકતાં કાઁગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોંલકી

Spread the love

OBC અને આદિવાસી મત કબ્જે કરવા કોંગ્રેસની નવી રણનીતિ છે જેમાં ભરતસિંહ સોલંકી પેટલાદ વિધાનસભાથી અને તુષાર ચૌધરી ખેડબ્રહ્મા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે

અમદાવાદ

આજે પાલડી રાજીવગાંધી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ભરતસિંહ સોલંકીએ ભાજપ સામે આકરા પ્રહાર કર્યા છે. તેઓએ જણાવ્યું કે, ભાજપ સરકાર સામેનું તોહમતનામું અમે પ્રજા સમક્ષ મૂકીએ છીએ.કોંગ્રેસ દ્વારા સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા કુલ 36 પાનાનું આરોપનામું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિત 20 મુદ્દાઓમાં મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના અને બોટાદના કથિત લઠ્ઠાકાંડનો પણ કોંગ્રેસે આરોપનામામાં સમાવેશ કર્યો છે.ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની વાતો કરે છે. ભાજપનું સિંગલ એન્જિન ફેઈલ ગયું છે. જેથી વિજય રૂપાણીની સરકાર બદલી નાખી અને બીજુ એન્જિન ભૂપેન્દ્ર પટેલનું લગાવ્યું.પ્રજા ટેવાઈ જાય તેવી રીતે ન્યુ નોર્મલ થિયરીનો ભાજપ ઉપયોગ કરે છે.27 વર્ષમાં ભાજપ ગુજરાતને અધોગતિ તરફ લઈ ગયા છે.ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે એ પહેલા કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રસના શાસનમાં તમામ સરકારી નવી શાળાઓ, સરકારી દવાખાનાઓ, તમામ મેડિકલ કોલેજ બનાવવામાં આવી પણ ભાજપ દ્વારા કશું બનાવાયું નથી પરંતુ બંધ કરી દેવામાં આવ્યું છે !

કોંગ્રેસના મુખ્યમંત્રીના સમયમાં 18-30 ટકા GDP હતી. માથાદીઠ આવકમાં ગુજરાત પ્રથમ નંબરે આવતું હતું. એ જમાનાની કોંગ્રેસની સરકારોએ જાપાન સાથે ઈન્ડસ્ટ્રીયલ ઝોન શરૂ કરવાની શરૂઆત કરી હતી.

OBC અને આદિવાસી મત કબ્જે કરવા કોંગ્રેસની નવી રણનીતિ છે જેમાં ભરતસિંહ સોલંકી પેટલાદ વિધાનસભાથી અને તુષાર ચૌધરી ખેડબ્રહ્મા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.પરંતુ હાલ આણંદ જિલ્લાની પેટલાદ બેઠક પર નિરંજન પટેલ સીટિંગ ધારાસભ્ય છે. ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, ‘મારા માટે પાર્ટીનું કાર્ય સૌથી પહેલાં આવે છે. જો પાર્ટી આદેશ આપશે, તો હું ચૂંટણી લડીશ. AAP સાથેના ગઠબંધનને મામલે કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરશે નહીં.

આલોક શર્માએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે,ગુજરાત ઉપર 4 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.આજે પણ 1. 5 લાખ લોકો ગરીબી રેખાની નીચે કેમ છે.મોરબીનો બ્રિજ પોતાનામાં ભ્રષ્ટાચારનો સબૂત છે.યુવાનો સમાચાર પત્રોમાં પેપર લીકના સમાચાર વાંચીને વોટિંગ કરવા જાય. રાજસ્થાનની સરખામણીએ લઘુત્તમ વેતન ગુજરાતમાં 100 રૂપિયા ઓછું છે.4 લાખ લોકો કોરોનામાં મરી ગયા, રેમડેસેવીર ઇન્જેક્શન ન મળતા લોકો મરી ગયા અને ભાજપ ગૌરવ યાત્રા કરી રહી છે.

વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રવિવારે રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને 8 વચનો આપ્યા છે. ભાજપ પર કટાક્ષ કરતા તેમણે ટ્વીટર પર કહ્યું કે, ‘ભાજપના ડબલ એન્જિનની છેતરપિંડીથી બચાવીશું, રાજ્યમાં પરિવર્તનનો ઉત્સવ મનાવીશું.’ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, ‘500 રૂપિયામાં સિલિન્ડર, યુવાનોને 10 લાખ નોકરીઓ, ખેડૂતોની 3 લાખ સુધીની લોન માફ કરશે’.

કોંગ્રેસના ચૂંટણી વચનો

* ગૃહિણીઓને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, ઘરેલું વીજળીના 300 યુનિટ મફત.

*સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.

*કેજીથી પીજી સુધી છોકરીને મફત શિક્ષણ. *રાજ્યમાં ત્રણ હજાર નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ બનાવવામાં આવશે .

*કોંગ્રેસે યુવાનો માટે 10 લાખ નોકરીઓનું વચન આપ્યું 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે.

*કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય.

*આધુનિક સુવિધાઓ સાથે નવી સરકારી હોસ્પિટલો બનાવવામાં આવશે. 10 લાખ સુધીની સારવાર મફત.

*ખેડૂતોની 3 લાખ સુધીની લોન માફ કરવામાં આવશે. વીજળીનું બિલ પણ માફ કરવામાં આવશે.

*ડ્રગ માફિયાઓ સામે કડક કાર્યવાહીનું વચન.

* ઈન્દિરા રસોઈ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને માત્ર 8 રૂપિયામાં ભોજનની ગેરંટી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com