સૌથી વધારે વસ્તી P સિરીઝની વધી, પાટીદારમાં ફક્ત એક જ નામ ગયું,
T સીરીઝના બહારના ઉમેદવારોનો વિરોધ વંટોળ, આવશે તો અલ્પેશ?
ગુજરાતમાં ચૂંટણીઓની મોસમી ખીલી ગઈ છે, ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસનાં ઉમેદવાર દક્ષિણમાં જાહેર કરી દીધા છે. ત્યારે આપ દ્વારા દોલત પટેલ, અને કોંગ્રેસ દ્વારા હિમાંશુ પટેલને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે દક્ષિણની સીટમાં મતદારોની સંખ્યા તોતીંગ વધી છે, અને નવા મતદારો પાંચ વર્ષમાં બીજા ૨૫,૦૦૦ થી વધારે નોંધાયા છે, ત્યારે દક્ષિણની સીટમાં ગ્રામ્ય વિસ્તારો કરતા નવા વિસ્તારોમાં બંગલા, ફ્લેટ માં રહીનારા ની સંખ્યા પુષ્કળ વધી છે, ત્યારે રાંદેસણ ,રાયસણ, કુડાસણ ,કોબા, જેવા ગામો કરતા નવી સ્ક્રીમો નિર્માણ થતાં વૉટરો પણ નવા આવ્યા છે, ત્યારે અગાઉ જે વૉટરોની સંખ્યામાં સૌથી વધારે ઠાકોર સમાજની વસ્તી વધારે હતી, અને મતદારો વધારે હતા ,તે અત્યારે T સીરીઝ કરતાં P સીરીઝ એવા પાટીદારોના મતો વધી ગયા છે, નવા સીમાંકન અને નીત નવી સ્કીમોમાં મકાનો ખરીદનારા નવા વોટરો બન્યા છે, ત્યારે નવા વોટરો ની સંખ્યા હાલ ૩,૭૧,૦૦૦ આસપાસ થઈ છે, તેમાં ચકાસણી કરવામાં આવે તો હાલ P સિરીઝ સૌથી વધારે મતદાતા તરીકે ઉભરી આવ્યો છે, અને હા, જનરલ ગણવામાં આવે તો હાલ ઓ.બી.સી. ની સંખ્યા વધારે છે, ત્યારે ભાજપ દ્વારા હવે દક્ષિણની સીટમાં કોને ટિકિટ આપવી તે વિચારણા જેવો કોયડો ઉભો થયો છે.GJ-18 ની દક્ષિણ સીટમાં અગાઉની ચૂંટણીમાં ગોવિંદજી ઠાકોરને ગ્રામ્ય વિસ્તારમાં લીડ વધારે મળી હતી, અને શહેરી વિસ્તારમાં ઘટી હતી ,ત્યારે શંભુજી ઠાકોરને શહેરી વિસ્તારમાં માં લીડ વધી અને તમામ મતો કોંગ્રેસના કપાયા હતા, ત્યારે હવે પાંચ વર્ષના ગાળામાં સમીકરણો અને ખાસ નવા મતદારોની સંખ્યા જે વધી છે, તેમાં સૌથી વધારે મતદાતા T સીરીઝ કરતાંP સીરીઝ ના વધ્યા છે, ત્યારે ઘણા ગામોમાં રાજપૂત સમાજનું પણ વર્ચસ્વ છે, ત્યારે નવા રહીશો મોટી સંખ્યામાં પોતાના અગાઉ રહેતા હતા, ત્યાંનો વિસ્તાર બદલાવીને દક્ષિણમાં નવા મકાનો ખરીદતા અને અહીંયા રહેવાસી બનતા મોટાભાગના મતદારો P સિરીઝ સૌથી વધારે છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા દોલત પટેલ, કોંગ્રેસ દ્વારા હિમાંશુ પટેલને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે T સિરીઝ ઉપર જાે ભાજપ દાવ લગાવવા જશે તો આ સીટમાં ગણતરી ખોટી પડે તો નવાઈ નહીં, બાકી T સિરીઝમાં હાલ સૌથી વધારે આગળ નામ જે ચાલી રહ્યા છે, તેમાંથી કોઈ આવવાનું નથી તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અને આ એક વ્યક્તિ જે ભાજપમાં કાર્યકર છે તેણે જણાવ્યું છે કે આવશે તો અલ્પેશ, બાકી બધા લેશ, તેવું નિવેદનમાં જણાવ્યું છે , ત્યારે T સિરીઝની બહારનો ઉમેદવારને ભાજપ વધારે છે ,કે કેમ ? તે યથાર્થ પ્રશ્ન છે. બાકી મતદારોની સંખ્યામાં પાટીદારોની પુષ્કળ વધી છે, નવા સીમાંકનમાં માં પણ પાટીદારો વધ્યા છે, ત્યારે સ્થાનિકોની બાદબાકી અને બહારનો સરવાળો એવા અલ્પેશનો કરવા જશે તો શું ચૂંટણી દક્ષિણની સીટ જીતી શકશે ? પાટીદારોની સંખ્યા જાેતા અને નવા મતદારોની સંખ્યા વધતા હાલ T સિરીઝ કરતાં P સિરીઝનો દબદબો વધ્યો છે. ત્યારે દક્ષિણની સીટમાં ટિકિટ માંગનારાઓમાં અનેક કાર્યકરોએ ટિકિટ માંગી છે, ત્યારે જ્ઞાતિવાદનું સમીકરણ અને તેમાં ખાસ ભાજપના કમિટમેન્ટ મતો પર ધ્યાન ભાજપે કેન્દ્રિત કરવાની જરૂર છે.
ભાજપમાંથી IB વાઘેલા, સરોજબેન ઠાકોર, શંભુજી ઠાકોર, અલ્પેશજી ઠાકોરના નામ ચાલે છે, પણ હાલમાં ઘોડો તબડીક તબડીક અલ્પેશનો દોડી રહ્યો છે, વગર ઇન્ટરવ્યુંએ એપોઇન્ટમેન્ટ લેટર મળી જાય તો નવાઈ નહીં, ત્યારે સ્થાનિક ને ટિકિટ આપવાની માંગ પણ બુલંદ બની છે, ચારથી પાંચ સભ્યોના નામની કમિટી બનાવીને નામ જે મોકલવામાં આવ્યા છે, તેમાં ્ સિરીઝ કરતાં ઁ સિરીઝની મતદારોની સંખ્યા વધુ હોવા છતાં ભાજપમાં આ વસ્તુ ધ્યાને લેવામાં આવી નથી,
નવા મતદારોની સંખ્યા જે વધી તેમાં T સીરીઝ કરતાં P સિરીઝના મતદારો વધ્યા છે,
હા ઓ.બી.સી. ની સંખ્યા ના મતદારો પ્રથમ ક્રમાંકે છે.
T સિરીઝ ઉપર ભાજપ જાે દાવ લગાવવા જશે અને સ્થાનિકને બાકાત કરશે તો પરિણામ મળે તેવી શક્યતા નહિવત છે.
ભાજપમાંથી દક્ષિણની સીટમાં પેનલમાં P ગ્રુપમાંથી ફક્ત કોદાભાઈ પટેલ નું નામ આવ્યું છે, પણ રાજપૂત સમાજના શંકરસિંહ ગોહિલ, હિતેન્દ્ર પટેલ ,વાસુ પટેલ ,મનીષ પટેલ, ગોવિંદ વણઝારા, વિષ્ણુજી ઠાકોર, શંકરસિંહ રાણા, ફી લઈને અનેક ચહેરાઓએ ટિકિટ માંગી છે, ત્યારે એક થી પાંચ માં નામ સિનિયર હોવા છતાં દેખાતા નથી, બાકી આવશે અલ્પેશ ?