ગુજરાતમાં ચૂંટણીઓના બ્યુંગલો વાગી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ૫૦% થી વધારે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે, ત્યારે આપના ઉમેદવાર તરીકે મુકેશ મેટ્રોને જાહેર કરતા મુકેશ પટેલ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે, ત્યારે સેક્ટરોમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે, રવિવારના રજાના દિવસે આપ દ્વારા સેક્ટર-૩ ખાતે પ્રચાર કરતા ઉમેદવાર નજરે પડી રહ્યા હતા, સંગઠનના એક્કા અને બાકડા બેઠકથી પ્રચલિત એવા મુકેશ પટેલને આપ દ્વારા ઉત્તરની સીટ ના ઉમેદવાર તરીકે જાહેર કરતા પાટીદાર સમાજમાંથી ઉમેદવાર મજબૂત મળ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે, ત્યારે મૂળ ઉત્તર ગુજરાતના લણવા ગામના વતની હવે મુકેશભાઈ વિધાનસભા કુચ કરવા કેવું લણે છે, તે જાેવું રહ્યું, બાકી લણવા ગામનું પાણી પીધેલું હોય તે પ્રજામાં મતો અંકે કરવા કેવું લણે છે, તે આવનારો સમય બતાવશે,
મુકેશ પટેલ કર્મચારીઓના પ્રમુખ રહી ચૂક્યા છે, પોતે સરકારી નોકરી કરતા હતા ત્યારે કર્મચારીઓ સાથે ખૂબ જ મોટો નાતો ધરાવે છે, અબોલ જીવોથી લઈને બહેરા- મૂંગાથી લઈને દિવ્યાંગો માટે સરાહનીય કામ કરી રહ્યા છે, પોતે ગાંધીનગર મેટ્રોના તંત્રી છે, વ્યવસાયે બિલ્ડર પણ ખરા, ત્યારે અગાઉ કોંગ્રેસમાં શહેર પ્રમુખ તરીકે રહી ચૂકેલા છે, આજે પણ તેમની બેઠકો બાંકડા બેઠકથી પ્રચલિત છે, હર હંમેશા સેવા કરવાની વૃત્તિ અને ૨૪ કલાકમાં માંડ ચાર કલાક સુતા એવા ઉત્તરના ઉમેદવાર ૨૦ કલાક કામ કરે તેવા મળ્યા છે,
બાંકડા બેઠકના પ્રણેતા, અને લણવા ગામના વતની, મુકેશ પટેલ પોતે ૨૪ કલાકમાં માંડ ચાર કલાક ઊંઘ લે છે, એટલે ૨૦ કલાક કામ કરતો પ્રજાનો સેવક GJ-18 ઉત્તરને મળશે, ત્યારે લણવા ગામના આભાથી કેવું પ્રજામાં મતદાન સુધી મતો અંકે કરવા લડે છે, તે જાેવું રહ્યું