દહેગામ વિધાનસભા ઉમેદવાર સુહાગ પંચાલ
દહેગામ વિધાનસભાથી મને હટાવી સુહાગભાઈ પંચાલને ટિકિટ આપી છે,ગુજરાતના યુવાનોને એકજૂટ કરી શકાય એના માટે સ્ટાર પ્રચારક તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે: યુવરાજસિંહ જાડેજા
AAPના ઉમેદવારની બારમી યાદી
અંજાર – અર્જુન રબારી
ચાણસ્મા – વિષ્ણુભાઈ પટેલ
દહેગામ – સુહાગ પંચાલ
લીમડી – મયુર સાકરીયા
ફતેપુરા – ગોવિંદ પરમાર
સયાજીગંજ – સ્વેજલ વ્યાસ
ઝઘડિયા – ઊર્મિલા ભગત
અમદાવાદ
આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી છે. જેમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવે દહેગામથી યુવરાજસિંહ જાડેજાની જગ્યાએ સુહાગ પંચાલનું નામ યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે 7 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 151 ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે. ત્યારે વધુ 7 સાથે 158 ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠનના અધ્યક્ષ કિશોર દેસાઈએ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે, યુવરાજસિંહ પાર્ટીમાં જોડાયા છે ત્યારથી સતત વ્યસ્ત રહ્યા છે. યુવાનોના પ્રશ્નો મામલે સતત જાગૃત રહ્યા છે. યુવાનો સાથે સતત મસલત કરતા રહ્યા છે, સંપર્ક કરતા રહ્યા છે અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. એટલે ચૂંટણીમાં તેમને ટિકિટ આપીને યુવા પ્રતિનિધિ તરીકે વિધાનસભાની જવાબદારી સોંપવાનો પહેલા વિચાર આવ્યો હતો અને દહેગામની બેઠક પરથી તેમને ચૂંટણી લડાવવા માટેનો નિર્ણય કર્યો હતો, પરંતુ અત્યારે જે ચૂંટણીનો માહોલ છે અને અત્યારે જે જબરદસ્ત બોજ આવ્યો છે પાર્ટી ઉપર. દરેક વિધાનસભામાં પ્રચાર પ્રસાર માટે કેન્ડિડેટ સાથે મળીને વ્યુહ રચનાને જોતા પાર્ટીએ અત્યારે તેમને આદેશ કર્યો છે કે તમે ચૂંટણી લડવાને બદલે લડાવવામાં વધારે તમારી શક્તિનો ઉપયોગ કરો. એટલે કે એક જગ્યાથી લડીને તમે એક પ્રતિનિધિ આપો એના કરતાં અલગ અલગ જગ્યાથી તમે બીજા ઉમેદવારોને જીતાડી શકતા હો તો એ પાર્ટીના લાભ માટે છે. ગુજરાતના લાભ માટે છે, યુવાનોના લાભ માટે છે અને એવું વિચારીને યુવરાજસિંહને વિનંતી કરવામાં આવી છે કે તમે સાત વિધાનસભાની જે બેઠકો છે જે ઉમેદવારો છે એને કેવી રીતે રચીને જીતાડવા એની જવાબદારી સ્વીકારો અને યુવરાજસિંહે આ જબાવદારી સ્વીકારી છે.
આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી હંમેશા પરિવર્તન લાવવા માટે, ગુજરાતમાં જે કુશાસન ચાલી રહ્યું છે અને ખાસ કરીને યુવાનો એનો ભોગ બન્યા છે એ યુવાનોને સાચી દિશા આપવા પ્રયત્નશીલ રહી છે. આમ આદમી પાર્ટીનું એક સ્લોગન રહ્યું છે કે “અમે રાજનીતિ કરવા નહીં રાજનીતિ બદલવા આવ્યા છીએ.” એના જ ભાગરૂપે મને પહેલા જે વિધાનસભાનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો, એની જગ્યાએ ગુજરાતના યુવાનોને એકજૂટ કરી શકાય એના માટે સ્ટાર પ્રચારક તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીનો નિર્ણય મારા માટે હંમેશા સર્વોપરી રહેશે. ગુજરાતના યુવાનોના પ્રશ્નોને મેં વાચા આપી છે. યુવાનોના જે સરકારી પરીક્ષાઓના પ્રશ્નો છે તથા શિક્ષણ અને બેરોજગારીના મુદ્દે સરકાર સામે નિશાન સાધતો રહીશ. વર્તમાન સમયમાં મને જે પણ જવાબદારી સોંપવામાં આવી છે, એ જવાબદારીનો હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ.ચાણસ્માથી સામાજિક કાર્યકર અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા વિષ્ણુભાઈ પટેલને દહેગામ વિધાનસભાથી સુહાગભાઈ પંચાલને, જે પોતે સરપંચ છે, સામાજિક કાર્યકર છે અને સરપંચ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.મને 10 વિધાનસભામાં સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી આપવામાં આવી છે, હું તે જવાબદારી સ્વીકારું છું. ગુજરાતના તમામ યુવાનોના જે પ્રશ્નો છે, વંચિતોના જે પ્રશ્નો છે, તે દરેક પ્રશ્નોને હંમેશા સરકાર સામે ઉપાડતો રહીશ. હંમેશાથી મારું કામ સિસ્ટમ બદલવા માટેનું અને જાગૃકતા ફેલાવાનું રહ્યું છે, આગળ પણ હું એ જ કામ કરવા જઈ રહ્યો છું. દહેગામ વિધાનસભાના ઉમેદવાર સુહાગભાઈ પંચાલ પોતે સરપંચ પણ રહી ચૂક્યા છે અને સરપંચ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે તથા ભૂતકાળમાં તેઓ ચૂંટણી લડી પણ ચૂક્યા છે. આમ આદમી પાર્ટી હંમેશા લોકહિત માટે કામ કરનારા ઉમેદવારોને જ પસંદ કરે છે. ગુજરાતમાં ભાજપનું જે કુશાસન ચાલી રહ્યું છે તેનાથી જનતા ખૂબ જ પીડિત છે.