ભાજપના ધારાસભ્યોનો આંતરકલહ થી પાર્ટી નારાજ, પ્રજામાં ગ્રાફ નીચે જઇ રહ્યો હોવાની ચર્ચા

Spread the love

ગુજરાત વિધાનસભાની વર્ષ 2017માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીનો પાતળી સરસાઈ થઇ વિજય થયો ત્યારથી જ ગુજરાત ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી એ બીજી વખત સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યાર થી જ ગુજરાત જ બીજેપીમાં શિસ્તના લીરેલીરા ઉડવાની શરૂઆત થઇ હતી. રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને નાણાં ખાતા નો હવાલો ન આપતા તેમણે ચાર્જ સાંભળવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યાર થી બીજેપી સરકારમાં રાજકીય સોદાબાજીની શરૂ થયેલ પરંપરાને બીજેપીના ધારાસભ્યોએ જાળવી રાખી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીનો 99 બેઠકો સાથે વિજય થયો હતો. જેની સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાજપોશીની સાથે જ પ્રધાનોની ખાતા ફાળવણી ને લઇ અસંતોષ જોવા મળ્યો હતો. પ્રથમ કેબિનેટમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને નાણાં અને શહેરી વિકાસ વિભાગ જેવા મહત્વના ખાતા અલિપ્ત રાખવામાં આવ્યા હતો. તેમની પાસે રહેલા ખાતાઓ પૈકી શહેરી વિકાસ વિભાગ સીએમએ પોતાની પાસે રાખ્યું હતું, જયારે નાણાં ખાતું સૌરભ પટેલને આપ્યું હતું. ખાતાની ફાળવણીની સાથે જ રાજય સરકારમાં નંબર ટુ મનાતા અને સરકારના સંકટ મોચક નીતિન પટેલ રૂપાણી સરકાર સામે નારાજ થઇ ગયા ને તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે મોરચો ખોલી ને સરકાર સામે સંકટ ઉભું કરી દીધું જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની મધ્યસ્થી બાદ નીતિન પટેલને મનાવી લેવાયા હતા. એક દિવસના નાણાં પ્રધાન રહેલા સૌરભ પટેલ પાસે નાણાં ખાતાનો હવાલો લઈ ને નીતિન પટેલને આપવામાં આવ્યું હતું.  નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ માંથી જ પ્રેરણા લઇને મધ્ય ગુજરાતના ત્રણધારાસભ્યો યોગેશ પટેલ, મધુ શ્રીવાસ્તવ અને કેતન ઇનામદારે સીએમ વિજય રૂપાણી ઈઝરાયલના પ્રવાસમાં હતા એ દરમ્યાન પ્રજાના વિકાસ ના કામો થતા ન હોવાનું કહી ને સરકારની નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા.

જેને લીધે રુપાણી સરકાર બીજી વખત આ ત્રણ ધારાસભ્યો ના દબાણ સામે ઝૂકી ગઈ હતી અને યોગેશ પટેલને રાજય કક્ષાના પ્રધાન તરીકે સ્થાન આપ્યું હતું. જયારે માથાભારે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન બનાવાયા હતા. મહત્વની વાત તો એ છે કે મધ્ય ગુજરાતના ત્રણ ધારાસભ્યો પૈકી બે ને હોદ્દા આપી ને મનાવી લેવાયા ત્યારે બીજી તરફ સૂત્રો ની વાત માનીએ તો કેતન ઇનામદાર ને કટ તુ સાઈઝ કરવા માટે સરકારે યોજના બનાવી દીધી હતી. જેમાં બીજેપી સરકારે ગુજરાત યુવક અને સંસ્કૃતિ બોર્ડના ચેરમેન પદે ઇનામદાર ને બેસાડી દીધા હતા. જોકે આ નિમણુંકને લઈ બીજેપી યુવા મોરચાના નેતાઓ અને પ્રદેશ બીજેપીના નેતાઓ એ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે નારાજગી વ્યક્ત કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારે ઇનામદાર ને રુખસદ આપવી પડી હતી. આ સરકાર ની ત્રીજી પીછે હઠ હતી. હવે તાજુ ઉદાહરણ કેતન કેતન ઇનામદારનું છે. તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પ્રજાના વિકાસના કામો નહીં થતા હોવાનું કહી ધારાસભ્ય પદે થી રાજીનામાં નો પત્ર મેઈલ કરી દીધો હતો. જેની સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકાર ની ઊંઘ ઉડી ગઈ હતી. તાબડતોડ મુખ્યપ્રધાને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને સમગ્ર મામલો ડેમેજ કંટ્રોલ કરવા સૂચના આપી હતી. તેમણે બીજે દિવસે કેતન ઇનામદારને મનાવી દીધા હતા. આ પછી હવે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે. આમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકાર સામે નારાજગીનો સુર પોકારવાનો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરેલો સિલસિલો મધુ શ્રીવાસ્તવ સુધી યથાવત રહ્યો છે.  આ ક્યારે અટકશે કે ક્યારે ફરી દાવાનળ બનશે તેવું શિસ્ત બંધ ગણાતી બીજેપીનો એક પણ નેતા કહી શકે તેવી સ્થિતિમાં નથી. આ તરફ બીજેપીના નેતાઓમાં આંતરિક હુંસાતુંસી રાજકીય સત્તા માટે જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com