દિલ્હીની ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદાસ્પદ ભાષણ આપવા માટે ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા પર ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે અનુરાગના પ્રચાર પર ત્રણ દિવસ અને પ્રવેશ પર ચાર દિવસનો પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ ચૂંટણી પંચે 28 જાન્યુઆરીના રોજ નોટિસ પાઠવીને વિવાદાસ્પદ ભાષણ અંગે ગુરુવાર સુધી જવાબ માગ્યો હતો. બુધવારે બંને નેતાઓએ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બહાર કરવાના આદેશ આપ્યા હતા. અનુરાગ ઠાકુરે દિલ્હીમાં એક રેલી દરમિયાન ‘દેશદ્રોહિઓને ગોળી મારવાના’ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાંજ પ્રવેશ વર્માએ શાહીન બાગ અંગે ભડકાઉ નિવેદન આપ્યું હતું.