ઠક્કરબાપાનગરમાં સ્થાનિક ઉમેદવાર મદનલાલ જયસ્વાલને ટિકિટ આપવા તેમના સમર્થકોની માંગ: આજે રઘુ શર્મા ને મળી કરી રજૂઆત
ઠક્કરનગર , સૈજપુર, અને ઇન્ડિયાકોલોની વોર્ડ પ્રમુખોએ સ્થાનિક ઉમેદવાર મદનલાલ જયસ્વાલને ટિકિટ આપવા પત્ર દ્વારા માંગ કરી
કોંગ્રેસમાંથી વઝીરખાન પઠાણ, વિજય બ્રહ્મભટ્ટ, અને રાજેન્દ્ર પટેલની ટિકિટ લગભગ ફાઇનલ
કૉંગ્રેસમાંથી વટવા બેઠક પર અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડ ને ટિકિટ અપાય તેવી પ્રબળ શક્યતાઓ છે અને ભાજપમાંથી બિઝનેસમેન અરવિંદ પટેલ કે અનિલ પટેલ ને ટિકિટ મળે તો નવાઈ નહિ
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ દ્વારા એક પ્રથમ ૪૩ ઉમેદવારોની યાદી બહાર પાડી છે આજે અથવા કાલે બીજી યાદી બહાર પડે તેવી શક્યતા છે.અમદાવાદની બેઠકોના ઉમેદવારો માટે કૉંગ્રેસમાં લાઈનો લાગી છે ત્યારે અમુક જગ્યાએ નામ નક્કી થઈ જવાના દરથી પ્રતિસ્પર્ધી ઉમેદવાર પોતાના સમર્થકોને લઇ રજૂઆતો પણ કરી રહ્યા છે.જમાલપુર ખાડિયા બેઠકની વાત કરી એ તો કોંગ્રેસમાંથી જમાલપુર ખાડિયા બેઠક પર ત્યાંના સીટીગ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ને સ્થાને વઝીરખાન પઠાણને ટિકિટ આપવાના પેતરા ગોઠવાઈ રહ્યા છે.આમ જમાલપુર ખાડિયા બેઠક પર પણ સીટીગ ધારાસભ્ય ઇમરાન ખેડવાલાને ટિકિટ ન અપાય તેના સ્થાને વઝીરખાન પઠાણને ટિકિટ ફાળવવામાં આવે તેવી પૂરેપૂરી પ્રબળ શક્યતાઓ રાજકિય ઉચ્ચતર સૂત્રો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. આમ જમાલપુર ખાડિયા બેઠક પર વઝીરખાન પઠાણને, ઠક્કરબાપાનગર બેઠક પરથી વિજય બ્રહ્મભટ્ટ, અને વેજલપુરમાં રાજેન્દ્ર પટેલની ટિકિટ લગભગ ફાઇનલ હોય તેવું રાજકીય ઉચ્ચ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ઠક્કરનગર બેઠકમાં કૉંગ્રેસમાં વિજય બ્રહભટ્ટનું નામ યાદીમા પ્રબળ દાવેદાર ટિકિટમાં થી હોવાથી ત્યાંના સ્થાનિક કાઁગ્રેસના ઉમેદવાર મદન જયસ્વાલ નાં સમર્થકો પ્રભારી રઘુ શર્માને મળવા આજે સવારે એક હોટેલમાં ગયા હતા અને ત્યાં જઈને ઠક્કરનગર બેઠક પર સ્થાનિક ઉમેદવાર મદન જયસ્વાલ ને ટિકિટ આપવા માંગણી કરી છે.વોર્ડ પ્રમુખોએ જગદીશ ઠાકોર ને પત્ર લખી સ્થાનિક ઉમેદવાર મદન જયસ્વાલ ની ટીકીટ આપવા માંગણી કરી છે. ઠક્કરબાપાનગરમાંથી વિજય બ્રહ્મભટ્ટને ટિકિટ ન આપવા સામે વિરોધ કરવા રઘુ શર્મા ને રજૂઆત આજે કરાઈ છે.ઠક્કરનગર , સૈજપુર, અને ઇન્ડિયાકોલોની વોર્ડ પ્રમુખોએ સ્થાનિક ઉમેદવાર મદનલાલ જયસ્વાલને ટિકિટ આપવા પત્ર દ્વારા માંગ કરી
જ્યારે વેજલપુર બેઠક પર કોંગ્રેસ નાં રાજેન્દ્ર પટેલ ને પણ ચોક્કસપણે ટિકિટ ફાળવાય તેવી પૂરેપૂરી પ્રબળ શક્યતાઓ સૂત્રો દ્વારા જાણવા મળી છે.આ બેઠકનું પેતરું પણ ગોઠવાઈ ગયું છે.
વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે. બીજી તરફ કોંગ્રેસના હોદ્દેદારોની યાદી ઘણી લાંબી છે. અમદાવાદની 16 બેઠક પર કોંગ્રેસના 130 જેટલા કાર્યકર્તાએ ટિકિટ માટે ફોર્મ ભર્યું છે. જે પૈકી 13 ઓફિસ બેરર્સે દાવેદારી કરી છે. ચાર સીટિંગ કોર્પોરેટરે પણ ચૂંટણી માટે દાવેદારી કરી છે.બીજી તરફ પક્ષપલટો કરી ભાજપમાં આવેલા 25 જેટલા આગેવાનોએ પણ ટિકિટ માગી છે. 16 બેઠકો માટે શહેર ભાજપની યાદી આજે બહાર પાડી છે પરંતુ વટવા બેઠક પર ભાજપ તરફથી ઉમેદવારનું નાં જાહેર થયું નથી ત્યારે ભાજપમાંથી પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ને વિશ્વાસમાં લઈ ટિકિટ અપાશે.જેમાં ભાજપમાંથી બિઝનેસમેન અરવિંદ પટેલ કે અનિલ પટેલ ને ટિકિટ મળે તો નવાઈ નહિ જ્યારે કૉંગ્રેસ માં થી વટવા બેઠક પર અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડ ને ટિકિટ અપાય તેવી પ્રબળ શક્યતાઓ છે અને બીજા કોંગ્રેસનાં ઉમેદવાર અમદાવાદ જિલ્લા પ્રમુખ બળવંત ગઢવી રેસમાં છે.
અમદાવાદની વિધાનસભા ઉમેદવારની કૉંગ્રેસની સંભવિત યાદી
બેઠક કોંગ્રેસ સંભવિત ઉમેદવાર
વટવા : કાળુ ભરવાડ, બળવંત ગઢવી પાયલ પટેલ, ઈશ્વરલાલ દેસાઈ, નરેન્દ્રસિંહ ઠાકોર
નારણપુરા : રમણભાઈ પટેલ , રજની પટેલ
નિકોલ : રણજીત બારડ વિષ્ણુ વી. દેસાઈ , જનાર્દન રાવલ
નરોડા : જગદીશ મોહનની,કામિનીબેન ઝા,મેઘરજ ડોડવાણી,
મણિનગર : રાજેશ સોની,જ્યોર્જ ડાયસ, બળદેવ પંચાલ
સાબરમતી : પ્રવીણ પટેલ,મોહન દેસાઈ,બળદેવ પંચાલ, ભરત શાહ,
અસારવા : બાબુભાઈ રૂપાલા ,રાજશ્રી કેસરી,રાહુલ પરમાર, રમણ સોલંકી, કરશનભાઈ ચાવડા
નારણપુરા : રમણ પટેલ, રજની પટેલ,જગજીવન સોલંકી નારણભાઈ પટેલ
ઘણીલીમડા : શૈલેષ પરમાર , કમળાબેન ચાવડા
વેજલપુર : રાજેન્દ્ર પટેલ, હાજી મિર્ઝા
બાપુનગર :
હિંમતસિંહ પટેલ , ડો.અમિત નાયક , ઈશાખ શેખ
ઠક્કરબાપાનગર : વિજય બ્રહ્મભટ્ટ , મદનલાલ જયસ્વાલ
દરિયાપુર : ગ્યાસુદ્દીન શેખ
જમાલપુર ખાડિયા : વઝીરખાન પઠાણ , ઇમરાન ખેડવાલા