ગુજરાતમાં ચૂંટણીઓની મોસમ ખીલી છે, ત્યારે આપ દ્વારા ટિકિટો જાહેર કરી દેતા હજુ ,ભાજપ અવઢવમાં છે, ત્યારે લીલી પેન વાળા અલ્પેશજી ઠાકોર હવે રાધનપુર વિરોધ વંટોળ થતા વાવાઝોડું ઉત્તરમાં લઈને આવતા ઓબીસી સમાજમાં અને સ્થાનિક આગેવાનોમાં સોપો પડી ગયો છે, અને જે વર્ષોથી કામ કરી રહ્યા છે, તેમની આશા ઉપર પાણી ફરે તેવી શક્યતા સૂત્રો જાેઈ રહ્યા છે, ત્યારે સ્થાનિક એવા શંભુજી ઠાકોરને હવે પાર્ટી ટિકિટ નહીં આપવાની જાહેરાત કરી છે ,ત્યારે સિનિયર સિટીઝનોમાં અને કોની ટિકિટ કપાઈ રહી છે, ગત ચૂંટણીમાં અલ્પેશજી ઠાકોર પોતે કોંગ્રેસમાં હતા, અને સર્વેસર્વા હતા , ત્યારે તેમના કવોટામાંથી ટિકિટો ની વહેચણીમાં ગોવિંદજી ઠાકોર ને ટિકિટ મળી હતી, પણ જીતી શક્યા ન હતા ત્યારે એ વખતે પાંચ વર્ષથી મહેનત કરવાવાળા એવા કોંગ્રેસના દિગ્ગજ હિમાંશુ પટેલને નડ્યા અને તેમની ટિકિટ કપાઈ હતી, હવે આ વખતે રાધનપુરમાં કોઈએ છીકણી ના સૂંઘતા હવે પાછા ડેલે હાથ દઈને દક્ષિણની સીટમાં ટિકિટ લેવા તડામાર તૈયારી આદરી છે, ત્યારે હિમાંશુ પટેલને અગાઉ બીજી રીતે નડ્યા હતા અને હવે પોતે નડવા આવી રહ્યા છે,
ભાજપમાં ઓ.બી.સી. થી લઈને પાટીદારોના મતોનું જાેવા જઈએ તો દક્ષિણ સીટમાં મતદારો વધ્યા છે, પણ તે મતદારોમાં સૌથી વધારે સંખ્યા હાલ જાેવા જઈએ તો પાટીદારોની વધી છે, નવી સોસાયટી ,નવા મકાનો અને રહીશોની સંખ્યામાં સતત વધારો થતા અહીંયા પાટીદારોનો ટેમ્પો જામ્યો છે. ત્યારે પાટીદારોને અહીંયા પડતા મૂકવાની વાતો છે ,પણ હવે પાટીદાર અને ઓ.બી.સી. ના જે વર્ષો જૂના કાર્યકરો છે, તેમની પણ મનની મનમાં રહી જાય તેવી હાલત થઈ ગઈ છે, ત્યારે બહારથી આવેલા ને અભિનંદન, અને હવે નંદનવન પણ બનાવી દેવાનું, ત્યારે ભાજપના પૂર્વ મુહામંત્રી એવા વિષ્ણુજી ઠાકોર જેઓ હાલ ભાજપ પ્રદેશમાં કારોબારી સભ્ય છે. તે પોતે સ્થાનિકને ટિકિટ નહીં આપવામાં આવે અને બહારથી આયાતી ઉમેદવાર આવશે તો પોતે અપક્ષ ઉમેદવારી કરશે તેવી જાહેરાત પણ કરી છે ,ત્યારે વિષ્ણુજી ઠાકોર દ્વારા અલ્પેશજી નામ અને ભાજપમાં નામ સૌથી આગળ ચાલતા આયાત્તિ ઉમેદવાર સામે પોતે આજરોજ અપક્ષ માટેનું ફોર્મ લેવા જાય તો નવાઈ નહીં,
અલ્પેશજીનો વિરોધ વંટોળના બેનરો લાગતા ભાજપ દ્વારા જાે અલ્પેશ ઠાકોરની ટિકિટ આપવામાં આવશે તો, શું ડેમેજ કંટ્રોલ કરી શકશે, વર્ષો જુના દસ વર્ષથી મથતા અનેક ઓ.બી.સી. પાટીદારો ને આયાત્તિનું લમણું આવતા મોટાભાગે ગમ જેવો માહોલ, લીલી પેનવાળાના નામથી ભારે અસંતોષ,