ભાજપે આજે જાહેર કરેલા ૧૬૦ ઉમેદવારો પૈકી ૨૦ જેટલા ઉમેદવારો કોંગ્રેસ પક્ષમાંથી પક્ષ પલટો કરીને આવ્યા હોય અને ટીકીટ આપવી પડી છે: આલોક શર્મા
મોરબીના સીટીગ ધારાસભ્યની ટીકીટ કાપવાથી મોરબી દુર્ઘટનાના, કોરોના કાળના અણઘડ વહિવટ તથા પેપર ફુટવાના ઘા ક્યારેય રુઝાશે નહીં : આલોક શર્મા
અમદાવાદ
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદને સંબોધન કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે, ટીકીટ ફાળવણી તે ભાજપનું આંતરીક મામલો પણ સત્તામાં હોવા છતાં જુના જોગીઓ અને મંત્રીઓની બાદબાકી ક્યાંકને ક્યાંક ગુજરાતમાં ભાજપાના શાસનના વળતા પાણીનો અંદેશો હોય તે સ્પષ્ટ છે.પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, અન્ય પૂર્વ મંત્રીઓ કૌશીક પટેલ, આર.સી. ફળદુ, ગણપત વસાવા, વિભાવરીબેન દવે, યોગેશ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી જેવા અનેક પૂર્વમંત્રીઓની ટીકીટ કપાઈ, કોરોનાના કપરા સમયમાં ગુજરાતની ભાજપ સરકારની નબળી કામગીરીના લીધે જનતામાં જે રોષ ભભૂકી ઉઠ્યો હતો તેને દબાવવા માટે ગુજરાતમાં ભાજપ સરકાર વિરુધ્ધ ઉભી થયેલી એન્ટી ઈન્કમબન્સીને છુપાવવા, સરકારની નિષ્ફળતાઓ છુપાવવા માટેનો પ્રયાસ હોય તે મુજબ ટીકીટોની ફાળવણી થયેલ છે.૫૦ હજાર મતોથી લઈને ૧ લાખ કરતા વધારેની લીડથી જીતેલા આગેવાનો, મંત્રીઓ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની ટીકીટો કપાઈ તે સ્પષ્ટ નિર્દેષ છે કે, ભાજપના ઉપરોક્ત સીનીયર નેતાઓ વિસ્તાર અને મંત્રાલયમાં નબળી કામગીરીના લીધે અને ગુજરાતના લોકોની પડતર મુશ્કેલીઓ સંદર્ભે કામચોરી કરતા હતા તેના લીધે ચૂંટણી હારશે તે અંદેશો અગાઉથી આવી ગયેલ માટે જ તમામને પડતા મુકવામાં આવેલ છે. હાલમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે આવતા પ્રધાનમંત્રી અને ભાજપના નેતા નરેન્દ્ર મોદી જનતા વચ્ચે સ્થિર સરકારની વાતો કરી મત માંગી રહ્યાં છે પરંતુ ગુજરાતમાં છ વર્ષમાં ત્રણવાર મુખ્યમંત્રી અને બે વાર મંત્રી મંડળ બદલવું પડ્યું હોય તેવી અસ્થિર ભાજપ સરકારનો સ્વિકાર કરતા ખચકાટ અનુભવે છે.
ભાજપે આજે જાહેર કરેલા ૧૬૦ ઉમેદવારો પૈકી ૨૦ જેટલા ઉમેદવારો કોંગ્રેસ પક્ષમાંથી પક્ષ પલટો કરીને આવ્યા હોય અને ટીકીટ આપવી પડી છે. કોંગ્રેસ મુક્ત ભારતની પોકળ વાતો કરનાર ભાજપનો આજ અસલી ચહેરો છે. ગુજરાતની જનતાનો ભાજપના નેતાઓ સામેનો રોષ જોતાં બે-ત્રણ આગેવાનોએ પોતાના મત વિસ્તારની બદલે અન્ય મતવિસ્તાર થી ટીકીટ ફાળવણી કરવામાં આવેલ છે. મોરબી દુર્ઘટનાને લોકોના માનસપટલથી ભૂલાડવા માટે ભાજપ દ્વારા ૪૦ થી વધારે ટીકીટો કાપીને, મંત્રીઓને ટીકીટ ન આપીને અને મોરબીના સીટીગ ધારાસભ્ય અને મંત્રીની ટીકીટ કાપવાથી મોરબી દુર્ઘટનાના, કોરોના કાળના અણઘડ વહિવટ તથા પેપર ફુટવાના ઘા ક્યારેય રુઝાશે નહીં ડબલ એન્જીન સરકારની વાતો કરનાર ભાજપએ પોતાના જુના એન્જીનોને કેમ પડતા મુકયાં તે ગુજરાતના મતદારોમાં સવાલ થાય છે. આલોક શર્માએ જણાવ્યું હતું કે, ભાજપની ટીકીટ જાહેર થયા બાદ અનેક ધારાસભ્યો અને પદાધિકારીઓ કોંગ્રેસના સંપર્કમાં છે. જો તેઓ કોઈપણ શરત વગર કોંગ્રેસની વિચારધારા અપનાવતા હોય તો પ્રદેશ કોંગ્રેસ સમિતિનું શીર્ષ નેતૃત્વ નિર્ણય લેશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રવક્તાઓ ડૉ. અમિત નાયક, હિરેન બેંકર, પ્રગતિ આહીર ઉપસ્થિત રહ્યાં હતાં.