દેશના પાટનગર દિલ્હીમાં નાગરિકતા સુધારણા કાયદાના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે. ગુરુવારે જામિયા યુનિવર્સિટી વિસ્તારમાં સીએએની વિરોધ પ્રદર્શન દરમિયાન એક અજાણ્યા શખ્સે ગોળી ચલાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ફાયરિંગ કરનારા શખ્સે જણાવ્યું કે, હું તમને આઝાદી આપું છું. રિપોર્ટ્સ મુજબ, તે શખ્સે ગોળી ચલાવી તે બહારથી આવ્યો હતો. તેમણે પિસ્ટોલ દેખાડતા જણાવ્યુ હતું કે, દિલ્હી પોલીસ જિંદાબાદ, જામિયા મિલિયા મુર્દાબાદ. તેણે ગોળી પણ ચલાવી હતી જેમાં જામિયાનો એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થઈ ગયો છે. ઘાયલ વિદ્યાર્થીને હોલી ફેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેનું નામ શાદાબ છે. દિલ્હી પોલીસે ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેની પિસ્ટોલ પણ જપ્ત કરી લીધી છે. પોલીસે જણાવ્યું છે કે, તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.