ગુજ. યુનિ.ગ્રંથાલય ખાતે મતદાર જાગૃતિ મલ્ટીમીડિયા પ્રદર્શનનું જિલ્લા કલેકટર ડૉ.ધવલ પટેલના હસ્તે થયું ઉદ્ઘાટન

Spread the love

 

વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે

સિગ્નેચર કેમ્પેઈન, રેલી, સંવાદ, શેરી નાટક, શપથ, વિભિન્ન સ્પર્ધાઓ સાથે બહુવિધ કાર્યક્રમોનું પાંચ દિવસીય આયોજન

અમદાવાદ

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા લોકશાહીનો અવસર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાનનું વિભિન્ન કાર્યક્રમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી મતદાન જાગૃતિ મલ્ટીમીડિયા પ્રદર્શન સાથે બહુવિધ કાર્યક્રમનું આયોજન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય કાર્યક્રમનાં પ્રથમ દિવસે અમદાવાદ જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના હસ્તે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે મતદાતા જાગૃતિ મલ્ટીમીડિયા પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે.પ્રદર્શનના આયોજનને બિરદાવતા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું કે ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે ત્યારે તેમાં મહત્તમ મતદાન થાય અને ખાસ કરીને યુવા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમને જાણકારી સાથે જાગૃતતા ફેલાવતું આ પ્રદર્શનનું આયોજન સરાહનીય છે. વધુમાં તેમણે જણાવ્યું મહત્તમ મતદાન થાય અને આપણે સો ટકા મતદાનનું લક્ષ્યાંક હાંસલ કરી શકીએ તે માટે ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.હિમાંશુ પંડ્યા એ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુવા મતદારોને જાગૃત કરવા યુનિવર્સિટીએ કરેલા વિભિન્ન પ્રયાસો અંગે જાણકારી આપી હતી સાથે જ મતદાન એ આપણી નૈતિક ફરજ હોવાનું જણાવી સૌને મતદાન કરવા માટે અપીલ કરી હતી.કેન્દ્રીય સંચાર બ્યુરો,જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ લોકશાહીમાં મતદાનના મહત્વની સમજ સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે જાણકારી આપતા પ્રદર્શન સહિતના વિશેષ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે લોકશાહીના આ પર્વમાં યુવા મતદારો ઉત્સાહભેર ભાગ લઈ સો ટકા મતદાન કરે તેવા ઉદ્દેશ્ય સાથે આયોજિત આ સમગ્ર કાર્યક્રમમાં યુવા મતદારોને જાણકારી સાથે જાગૃતતા ફેલાય તેવા બહુવિધ કાર્યક્રમોનું પાંચ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના સહયોગ થકી આયોજિત આ મતદાર જાગૃતિ અભિયાનમાં સિગ્નેચર કેમ્પેઈન, મતદાન શપથ ગ્રહણ, સંવાદ, રંગોળી સ્પર્ધા ડિબેટ સ્પર્ધા ,પ્રશ્નોત્તરી સ્પર્ધા, સ્લોગાન સ્પર્ધા,જેવા વિભિન્ન કાર્યક્રમો સાથે શેરી નાટકો દ્વારા પણ મતદાન જાગૃતિનો સંદેશ આવનાર પાંચ દિવસ સુધી ફેલાવવામાં આવશે.ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી આર.એમ. ચૌધરી, કેન્દ્રીય સંચાર બ્યુરોના એકાઉન્ટ ઑફિસર રાજીવકુમાર ઝા, ફિલ્ડ એકઝીબીસન ઑફિસર સુમનબેન મછાર, પ્રદર્શન સહાયક જીતેન્દ્ર યાદવ,ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ ડો.યોગેશ પારેખ સહિત યુનિવર્સિટીના વિભિન્ન વિભાગના અધિકારી- કર્મચારીગણ તેમજ કોલેજના યુવા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યકમના ભાગરૂપે મતદાન જાગૃતિના સંદેશ સાથે ગ્રંથ શોભા યાત્રાનું જિલ્લા કલેકટર અને યુનિવર્સિટીના કુલપતિના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.રાજ્યમાં આગામી પ્રથમ તબક્કાના કુલ-૮૯ વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ અને બીજા તબકકાના કુલ-૯૩ વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ યોજાનાર છે જેમાં ચૂંટણીના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. જે મતદાર મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ ન કરી શકે તો તેની અવેજીમાં અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિ. કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે.વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે તેમ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com