ભાજપના ઉમેદવારોને ઉજાગરા, રાત્રે શૌચાલયમાં જતા અને સવારે નાહવા જતા પણ ટિકિટના ભણકારા ઘંટડીઓના વાગે છે.
ગુજરાતમાં ચૂંટણીઓ જાહેર થયા બાદ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપે તેમના મોટાભાગના ઉમેદવારો જાહેર કર્યા છે પણ ભાજપનો પેચ GJ-18 ની ચાર સીટ એવી ઉત્તર, દક્ષિણ, માણસા કલોલમાં ફસાયો છે, ત્યારે કલોલમાં બળદેવજી ઠાકોર દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવેલ કે , ચાણક્યને કલોલ આવતા ચાર કલાક લાગે ,મારે પાંચ મિનિટ ,ત્યારે હવે ચાણક્ય આવી ગયા છે ,હવે ચાણક્ય ચાર મિનિટમાં કલોલ પહોંચે તેવા જ કાર્યકરને ટિકિટ આપે તેવી ગોઠવણમાં પડ્યા છે. ત્યારે A નામની વ્યક્તિથી આખેઆખો ખેસ ફસાઈ ગયો છે, હવે A નામની બે વ્યક્તિ આવતા પેચની ગૂંચ વધારે ફસાઈ છે, ત્યારે પ્રાપ્ત સુત્રોના જણાવ્યા મુજબ દક્ષિણની સીટમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દીકરી અનારનું નામ પણ આવ્યુ હોવાનું સામે આવ્યું છે, બંધ બારણે એ થયેલી બેઠકમાં હજુ સુધી કોકડું ગુંચવાયેલુ જ છે, ત્યારે અનાર પટેલને દક્ષિણની સીટમાં તથા અલ્પેશજી ઠાકોરને કલોલ, માણસામાં અમિત ચૌધરી, JS પટેલ નું નામ અંડર કરંટ દોડી રહ્યું છે, ઉત્તરની સીટમાં રીટા પટેલ નો ઘોડો તબડીક તબડીક દોડતો હતો ,પણ દક્ષિણની સીટમાંથી કોઈએ ઘોડાને ચારો નાખતા ઘોડો સ્ટોપ હાલ થઈ ગયો છે અને જો દક્ષિણની સીટમાં અનાર પટેલ ફાઈનલ થાય તો ઉત્તર સીટમાં રીટા પટેલ નો ઠીક પણ પાટીદાર જ ક્યાંય તેવી સ્થિતિ સર્જાય તેમ છે અને માણસામાંથી અમિત ચૌધરી અથવા જે એસ પટેલને પણ આપી શકે ત્યારે , અલ્પેશ ઠાકોરનો દક્ષિણ સીટમાં થયેલો વિરોધ જોતા કેન્દ્ર ગૃહ મંત્રી તમામને બોલાવીને સૂચના આપી દે કે અલ્પેશનો વાંધો છે તમને ,તો અમે જે નક્કી લોકલ કરીએ, તે મંજૂર, અને હા તો પછી A નામની મહિલા ok થાય તો નવાઈ નહીં, બાકી A નામની મહિલાનો વિરોધ કોઈ કરી શકે તેમ નથી ત્યારે A નામની મહિલાને ન કરે નારાયણ તો ઉત્તર પણ આપી દે, પણ દક્ષિણ સીટ તેમના માટે સેઇફ લાગી રહી છે.
દક્ષિણ સીટમાં પાટીદાર અને માણસામાં પણ પાટીદાર આપી દે તો નવાઈ નહીં કારણ કે અમિત ચૌધરીને ખેરાલુ લડાવવાની વાત કરી હતી, ત્યારે તેમણે સ્પષ્ટ પણે જણાવેલ કે મારી હોમપીચ છે ત્યાંથી જ હું ચૂંટણી લડવા માંગુ છું, પણ જોવા જઈએ તો ખેરાલુ, આ સીટમાં સૌથી વધારે મતદારો ઠાકોર, ચૌધરી સમાજના વધારે છે ,પણ તેમણે ના પાડતા, હવે કોકડું માણસાનું પણ ગુંચવાયુ છે, ત્યારે દક્ષિણ માં અનાર પટેલને આપે તો ઉત્તરમાં રીટા પટેલ તો ઠીક પાટીદાર ક્પાઇ જાય તેવી સ્થિતિ છે, ત્યારે હવે બે પાટીદારને ટિકિટ આપવાની થાય તો કલોલમાં ગોવિંદ પટેલ અને માણસામાં Jsનું નામ નક્કી થાય ,ત્યારે ભલભલાને ચકરાવે ચડાવી દે તેવા સમીકરણો થી નેતાઓની તો ઊંઘ ઊડી છે ,પણ ઉમેદવારોએ જેમણે ફોર્મ ભરેલા છે ,તે અડધી રાત્રે સુતા નથી, શૌચાલય જાય તો પણ ફોન જોડે લઈને જાય છે, ત્યારે રાત્રે પણ ઘંટડીના ભણકારા વાગે છે ,તમારી ટિકિટ કન્ફર્મ છે તેવા, ત્યારે એક ઉમેદવાર સવારે નાહવા ગયા અને ફોન પાણીમાં પડી ગયો, ત્યારે તાત્કાલિક બીજા ફોનમાં સીમ નાખીને ચાલુ કરવો પડ્યો ,કદાચ પ્રદેશમાંથી ફોન આવે ટિકિટ નો તો, ત્યારે ભલભલા ઉમેદવારોની ઊંઘ ઉડાડી દીધી છે. આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર ઉત્તરની સીટમાં શરૂ પણ કરી દીધો છે. અહીંયા હજુ કોંગ્રેસ દ્વારા પણ માણસા ઉત્તરની સીટમાં ઉમેદવાર નક્કી કરવામાં ગોથાં ખાઈ રહ્યા છે ,ઉત્તરની સીટમાં હાલ નિશીત વ્યાસ અને અજીતસિંહ વાઘેલા , (વાસણીયા) નું નામ ચાલે છે ,પણ કોંગ્રેસમાં ગમે ત્યારે મેન્ડેટ બદલાઈ જાય એવા અનેક કિસ્સા છે .શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં આવવા થનગની રહ્યા છે ,તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી લડવા બેઠક શોધી રહ્યા છે ,પણ બેઠક બગલમાં અને ગામમાં ઢંઢેરો જેવી વાત છે, ત્યારે હાલ કોંગ્રેસે પણ તેના પત્તા ખોલ્યા નથી ભાજપ કોંગ્રેસની રાહ જુએ છે ,પણ કોંગ્રેસે તેના ઉમેદવાર નક્કી કરીને રાખ્યો છે, ત્યારે ભાજપમાં વિવાદનો વંટોળ એવો કાળો કકળાટ ટિકિટોનું ચાલુ જ છે, કાળી ચૌદસ જતી રહી હવે કાળો કકળાટ ક્યાં મૂકવા જવો,
ઉત્તરની સીટમાં 22 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી છે ,ત્યારે ગત ચૂંટણીમાં ડો. C.J. ચાવડા (કોંગ્રેસ) સામે પાટીદારના એવા પૂર્વ mla અશોક પટેલ 4,000 ની આસપાસ મતોથી હાર્યા હતા, અને સી જે ચાવડા જીત્યા હતા, ત્યારે હવે આમ આદમી પાર્ટીમાંથી મુકેશ પટેલ (મેટ્રો) ને ટિકિટ આપતા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધારે બીજા નંબરે આમ આદમી પાર્ટીને મતો મળ્યા હતા ,ત્યારે તે મતો કમિટમેન્ટ મતો કહી શકાય અને છ મહિનામાં આપ દ્વારા જે ગ્રાઉન્ડ લેવલનું કામ અને પ્રચાર કરવામાં આવ્યો છે, તેમાં મતો વધવાની શક્યતા પણ જોવાઈ રહી છે, ત્યારે બંને પાટીદાર ઉમેદવાર જેમાં આપ માંથી મુકેશ પટેલ અને સામે જો રીટા પટેલ આવે તો મતોનું વિભાજન થઈ જતા સીધે સીધો જ ફાયદો કોંગ્રેસને પહોંચે તેવો છે ,ત્યારે ગત ચૂંટણીમાં પટેલ ઉમેદવાર વિભાજન મતોનું કરવાવાળા કોઈ ન હતા ,હવે AAP આવતા મતોનું વિભાજન જોતા અનેક ગણિત ખોટા પડે તેમ છે, ત્યારે અલ્પેશ ઠાકોર ના કિસ્સામાં જો ભાજપ કલોલ થી લડાવે તો ફાયદો બંને બાજુ, ભાજપનો જ છે, અલ્પેશજી જીતે તો કોંગ્રેસના દિગજ હાર્યા અને વિધાનસભામાં હોહા અને બરાડા પડતા શાંત થયા અને અલ્પેશ હારે તો બલા ટળી ત્યારે ભાજપને બે હાથમાં લાડુ જેવું છે ,ત્યારે અલ્પેશ ઠાકોર જે સોનાની વાત કરે છે, તે હવે જોવા જઈએ તો ઠાકોર સેના નો ક્રેઝ ઘટી ગયો છે ,આ ફેર ચૂંટણીમાં અલ્પેશ ન જીતે તો બોર્ડ પણ પૂરું થઈ જાય, ત્યારે અલ્પેશ ઠાકોર હવે બુદ્ધિપૂર્વક પગલાં ભરી રહ્યો છે,અલ્પેશ ઠાકોર જો કલોલ થી ચૂંટણી લડશે તો ડેમેજ કંટ્રોલ ઠાકોર સમાજ તથા પાટીદાર નો કરવો પડશે, માથા સામે માથું ટકરાવવા હવે ભાજપ અલ્પેશને કલોલ થી લડાવે તો નવાઈ નહીં, ત્યારે અનાર પટેલનું નામ દક્ષિણ સીટમાં ઉછળયું છે, આનંદીબાના અનેક વિકાસના કામો, સંબંધોના ફળો અનારને ચાખવા મળે તો નવાઈ નહીં, ત્યારે પાટીદારની સીટમાં મહિલા જો અનાર પટેલ દક્ષિણમાં જાહેર થાય તો ઉત્તરની સીટમાંથી રીટા પટેલ કપાય, અને પાટીદાર કરતાં અન્ય સમાજ પર પ્રભુત્વ હવે જોઈ રહ્યા છે. ઉત્તરની સીટમાં હવે અનેક સમીકરણો બદલાઈ રહ્યા છે. ત્યારે દક્ષિણમાં મહિલા પાટીદાર આવે તો ઉત્તરમાં પુરુષ પાટીદાર આપવી અધરી છે ,જેથી બ્રહ્મ સમાજમાં રુચિર ભટ્ટ થી લઈને બીજા અન્ય એવા ઉમેદવારો ઉપર નજર દોડાવે તો નવાઈ નહીં ,ઉત્તરમાં બીજો સ્વચ્છ ચહેરો ભાજપ ગોતી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
માણસામાં અમિત ચૌધરીની ટિકિટનું ગુચળુ અને કોકડું અર્બુદા સેનાને કારણે અટવાયેલું છે આવતીકાલે અર્બુદા સેનાની મીટીંગ તથા સંમેલન યોજવા જઈ રહ્યું છે ,ત્યારે ભાજપ ડેમેજ કંટ્રોલ કરીને જો તેમના તરફી વાળી લેતો માણસામાં ટિકિટ અમિત ચૌધરીને આપવી કે કેમ ? તે વિચારી રહ્યું છે , બાકી પાંચ વર્ષ તનતોડ મહેનત કરનાર અમિત ચૌધરીને હાલ અર્બુદા સેનાનું વિરોધ નડે તો નવાઈ નહીં , બાકી આવતીકાલે આ ખબર પડે, ત્યારે ભાજપ માટે જ ટિકિટો ક્યાં ઉમેદવારને આપવી તે ગળામાં હાડકું ફસાયા જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ઉત્તર સીટમાં ₹1,15,000 મતદારો ઓબીસી સમાજના છે અને આમ આદમી પાર્ટી દ્વારા પાટીદારને ટિકિટ આપતા આ મતો ડિવાઇડ થઈ જાય, જેથી જિલ્લામાં બે પાટીદાર હોય તો દક્ષિણની સીટમાંથી અલ્પેશ ઠાકોર ને કલોલ અનાર પટેલને દક્ષિણ, માણસા- અમિત ચૌધરી અથવા જે એસ પટેલ, હાલ ટોપ લેવલે ચાલી રહ્યા છે. ડીડી પટેલને બે વાર ટિકિટ આપવામાં આવી હતી ,જેથી તેમના ચાન્સ ઓછા છે પણ યોગેશ પટેલ યુવા નવો ચહેરો છે, તે પણ ભાજપની નજરમાં છે.
બોક્સ
ઉત્તર દક્ષિણની સીટમાં ઉમેદવાર નક્કી કરવામાં નેતાઓના ઉજાગરા ,સાથે ઉમેદવારો પણ રાત્રે સૂઈ શકતા નથી, હવે બાપા ટિકિટો જાહેર કરો, મેષ રાશિના કારણે અનેક રાશિઓના ઉમેદવારો લટક્યા,