ગુજરાતમાં ચૂંટણીયોના બ્યુંગલો વાગી ગયા છે. ત્યારે હવે બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાના હવે ૨ દિવસ બાકી છે. ત્યારે ખંભાળીયામાં બે મામા ભાજપ અને કોંગ્રેસ તથા ભાણીયો ‘‘આપ’’ પાર્ટીમાંથી લડે છે, ત્યારે મામા ભાણીયાનું મામેરૂ ભરો, તેવી ચર્ચા ઉઠી છે, કારણ કે ગઢવી બંધુ હરહંમેશા આહીર (આપર) ને મામા કહે, પછી ગઢવી બંધુની ઉંમર ગમે તેટલી મોટી હોય અને આહીર બંધુ ભલે ઘોડીયામાં હોય પણ મામા જ કહેવાય, ત્યારે સૌરાષ્ટ્રના ખંભાળીયામાં બે મામા એવા ભાજપમાંથી મુળુભાઇ બેરા (આહીર) કોંગ્રેસમાંથી વિક્રમ માંડમ ત્યારે ભાણીયાભાઇ પોતે ઇશુદાન ગઢવી (આપ)માંથી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, ત્યારે મામઓ મામેરૂ ભરે છે, કે પછી ભાણીયાનું મામા લઇ જાય છે, તે આવનારો સમય બતાવશે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા વિધાનસભા બેઠક સમગ્ર રાજ્યમાં ઉત્તેજનાસભર બની રહી છે. અહીં ભાજપ – કોંગ્રેસના સક્ષમ આગેવાનો ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી સાથે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. કોંગ્રેસ અને ભાજપના નેતા વિક્રમભાઈ માડમ તથા મુળભાઈ બેરા વચ્ચે વીસ વર્ષ બાદ પુનઃ ચૂંટણી જંગ થશે.આજથી આશરે એક દાયકા પહેલા ખંભાળિયા બેઠક પર વર્તમાન સાંસદ પૂનમબેન માડમે વિધાનસભાની ચૂંટણીમાં ૩૯,૦૦૦ થી વધુની જંગી લીડ મેળવીને ઇતિહાસ સર્જી દીધો હતો. ત્યારબાદ ખંભાળિયા વિધાનસભાની બેઠક સતત બે ટર્મથી કોંગ્રેસના મેરામણભાઈ ગોરીયા અને ત્યારબાદ વિક્રમભાઈ માડમના ફાળે જાય છે.આ વખતે ભાજપ દ્વારા કોંગ્રેસના વિક્રમભાઈ માડમ સામે પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. વર્ષ ૨૦૦૨માં ભાણવડ વિધાનસભા અલગ હતી, ત્યારે આ બેઠક પર વિક્રમભાઈ માડમ અને મુળુભાઈ બેરા વચ્ચે ચૂંટણી ખેલાયો હતો. જેમાં વિક્રમભાઈ માડમને ૩૮,૩૨૩ મત, જ્યારે મુળુભાઈને ૩૬,૪૬૨ મત મળતા ૧૮૬૧ ની સરસાઇથી કોંગ્રેસના વિક્રમભાઈ માડમ જીત્યા હતા.ત્યારબાદ વિક્રમભાઈ સાંસદ બનતા ૨૦૦૭ની ચૂંટણીમાં ભાણવડથી મુળુભાઈ બેરા વિજેતા બન્યા હતા અને તેમને મંત્રી પદ મળ્યું હતું. વર્ષ ૨૦૦૨ પછી વધુ એક વખત ભાજપ-કોંગ્રેસના ઉપરોક્ત બંને ઉમેદવારો ખંભાળિયા બેઠકમાં સામસામે ચૂંટણી જંગે આવ્યા છે. આ વચ્ચે અહીં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી પણ સક્ષમ ઉમેદવાર તરીકે હરીફાઈમાં હોય, ખંભાળિયામાં સીધો જ ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાય તે બાબત ચોક્કસ છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ૨૦ વર્ષ પછીના આ ચૂંટણી જંગમાં શું પરિણામ આવશે તે બાબતે લોકોની મીટ મંડાઈ છે.
ભાજપ, કોંગ્રેસમાં બંને ખેલાડીઓ જુના જાેગી એવા બંને મામાઓ છે, ત્યારે ભાણીયા ભાઇ નવો ચહેરો છે, ત્યારે મામને મામુ બનાવે છે, કે ભાણીયાનું મામેરૂ ભરે છે, તે ચર્ચા સ્પદ મુદ્દો છે, હવે બે મામા અને એક ભાણીયાની ચૂંટણી રોમાંચક જગાવી છે.