પ્રધાનમંત્રી પરિવારવાદનો વિરોધ કરે છે અને તેના જ ગૃહમંત્રી પોતાના દીકરાને BCCIના સેક્રેટરી બનાવે છે : કન્હૈયા કુમાર
અમદાવાદ
અમદાવાદમાં પત્રકાર પરિષદમાં કોંગ્રેસ નેતા કનૈયા કુમારે જણાવ્યું હતું કે દેશની જનતાને અમે અપીલ કરીએ છીએ કે 27 વર્ષ બાદ પરિવર્તન જરૂરી છે.ભગવાન બિરસ મુંડાએ કહ્યું છે કે, કઈ ખોટું ના બોલવું, કોઈનું ખરાબ ના કરવું. ગુજરાત પાસે દેશનો સૌથી મોટો દરીયાઇ પટ્ટો છે, કોંગ્રેસના વિરોધમાં પણ વિદ્યાર્થી આંદોલન પણ ગુજરાતમાં થયા. ગુજરાત શું નિર્ણય લે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, ગાંધી- પટેલની ભૂમિ પર અમે જ્ઞાન શું આપીએ. શ્રીરામનો વનવાસ પણ 14 વર્ષમાં પૂર્ણ થયો હતો.તો હવે ગુજરાતની જનતાએ વિચારવું જોઈએ અને પરિવર્તન લાવવું જોઈએ. ગુજરાતમાં 27 વર્ષમાં ફેરફાર જરૂરી છે. મોરબીની ઘટનાએ ગુજરાત મોડેલ ઉઘાડું પાડ્યું છે. ભાવનાવાત્મક નહીં સત્ય પર લોકોની જરૂરીયાત પર ચુંટણીઓ થવી જોઈએ. કનૈયા કુમારે ભાજપના પરિવારવાદને લઈ આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી પરિવારવાદનો વિરોધ કરે છે અને તેના જ ગૃહમંત્રી પોતાના દીકરાને BCCIના સેક્રેટરી બનાવે છે. કનૈયાકુમારે ભાજપ પર વિકાસના નામે લોકોને ભ્રમિત કરવાનો આક્ષેપ કર્યો હતો. કહ્યું હતું કે, ગુજરાતની આ ચૂંટણી ઐતિહાસિક રહેશે, આ વખતે પરિવર્તન થશે.અમે સકારાત્મક એજન્ડા પર ચાલીએ છીએ, અમે લોકોના મનની વાત કરીએ છીએ. 27 વર્ષ ગુજરાતના લોકોએ એક જ પાર્ટીને આપ્યો તેનું પરિણામ તમે જોઈ રહ્યા છો.ભાવનાવાત્મક નહીં સત્ય અને લોકોની જરૂરિયાત પર ચૂંટણીઓ થવી જોઈએ.
કનૈયાકુમારે કહ્યુ હતું કે, ગુજરાત શું નિર્ણય લે છે તેની અસર દેશ પર પડે છે.દુનિયામાં ભારતયી લોકોનું જે નેટવર્ક છે તેમાં ગુજરાત મહત્વનું સ્થાન ધરાવે છે. મારી અપીલ છે કે, 27 વર્ષ થઈ ગયા છે. દેશને નવી રાજનીતિ શરૂ કરવાની જરુર છે. ગુજરાત શું નિર્ણય લે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે,ગાંધી- પટેલની ભૂમિ પર અમે જ્ઞાન શું આપીએ?ઉલ્લેખનીય છે કે કનૈયા કુમાર જેએનયુના વિદ્યાર્થી સંધના અધ્યક્ષ રહી ચુક્યા છે. તેઓ 28 સપ્ટેમ્બર 2021ના રોજ કોગ્રેસમાં જોડાયા હતા. હાલમાં કનૈયા કુમાર રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોવા મળી રહ્યા છે.