GJ-18 ઉત્તર, દક્ષિણ સીટ ભાજપ મેં યે સન્નાટા ક્યુ હૈ ભાઈ ?

Spread the love

ઉત્તર,દક્ષિણની સીટમાં ડેમેજ કંટ્રોલ નહીં થાય તો ગરબો ઘરે આવશે

ગુજરાતમાં ચૂંટણીઓ જાહેર થયા બાદ ભાજપ દ્વારા 160 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યા પછી બીજા ઉમેદવારો જાહેર કરાયા હતા, ત્યારે GJ-18 ઉત્તરમાં રીટા પટેલ, દક્ષિણ સીટમાં અલ્પેશ ઠાકોર ને ઉમેદવાર તરીકે જાહેર કરાતા GJ-18 ઉત્તર, દક્ષિણની સીટ પર સોંપો પડી ગયો હતો, ત્યારે આ બંને સીટ પર જૂના કાર્યકર કહી રહ્યા હતા, કે ભાઈ યે સન્નાટા ક્યુ હૈ ભાઈ ? ત્યારે ઉત્તરની સીટમાં રીટાબેન પટેલની ટિકિટ જાહેર કરતા ભાજપના પૂર્વ સહકાર મંત્રી અને ભીષ્મપિતામહ વાડીકાકા દ્વારા ભારે વિરોધ કરાયો હતો ,પણ ઉચ્ચકક્ષાએ પક્ષીની આંખ હોય તેમ હવે રીટા પટેલ ફાઈનલ થઇ ગયા છે, ત્યારે હાલ ભાજપમાં સોપો જેવો મોહલ છે, ત્યારે GJ-18 ની દક્ષિણ સીટમાં અલ્પેશજી ઠાકોરને બહારથી ઉમેદવારી એટલે કે ( આયાતી) ઉમેદવાર જાહેર કરતા ભારે વિરોધ વંટોળ શરૂ થયો હતો, ત્યારે અપક્ષ ઉમેદવારી પણ ઠાકોર સમાજ દ્વારા વિષ્ણુજી ઠાકોરે કરી છે. ઠાકોર સમાજથી લઈને પાટીદાર સમાજે પણ વિરોધ દર્શાવ્યો છે, ત્યારે હાલ આ બંને સીટમાં સન્નાટો છવાઈ ગયો છે.
ઉત્તરની સીટમાં 28 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, ત્યારે GJ-18 જિલ્લામાં એક મહિલાને ટિકિટ આપવાની વાતથી અનેક મહિલાઓએ બાયોડેટા આપ્યા હતા, ત્યારે નીતિન પટેલ, અશોક પટેલ, રીટા પટેલ, ત્યારે રેસમાં હતા, ત્યારે અનેક ઉમેદવારોના વિરુદ્ધમાં તેમની ખાનગી ફાઈલો થી લઈને ખાનગી ઇતિહાસથી લઈને તમામ ડીક્ષનરી પહોંચી હતી, પણ આ પાર્ટીએ જે નક્કી કર્યું હતું તે ઉમેદવારને આખરે મહોર મારી દીધી છે, ભાજપમાં ઉત્તરમાંથી રીટા પટેલ નું નામ જાહેર થતા રાત્રે ફટાકડા ફૂટ્યા હતા ત્યારે ભાજપના શહેર પ્રમુખ રુચિર ભટ્ટ જોવા જઈએ તો ઝેર પીધા શિવજીએ જાણી જાણી, અનેક લોકોને મુસીબતમાંથી બહાર કાઢનારા રુચિર ભટ્ટ હર હમેશા સેનાપતિ જ રહ્યા છે, બાકી નીતિન પટેલ અને રુચિર ભટ્ટ નું નામ પણ મોખરે હતું, બાકી નામ જેમના બોલાય માર્કેટમાં એ ડીલીટ અને ના બોલાય તે સિલેક્ટ થતા હોય છે, હા, મહિલા તરીકે ભાજપના સક્ષમ ઉમેદવાર ખરા, ભાષણ બોલવાની સ્વીચ થી લઈને ઠરેલ મહિલા, ત્યારે ભાજપમાં અંડર કરંટ જે વિરોધ છે ,તે ખાળવા હવે પ્રયત્ન કરવો પડશે, બાકી જીતી જઈશું, કોઈ ચિંતા નહીં ,મનપામાં 41 સીટો આવી છે ,તે મૂંગેરી લાલ ના સપના જોવા વાળા અંડર એસ્ટીમેન્ટ ના કરે, કારણ કે આપમાંથી મુકેશ પટેલ બિન વિવાદી વ્યક્તિત્વ છે અને “આપ”નો ક્રેઝ અને પાયા GJ-18 માં ઊંડા ઊતર્યા છે, મનપામાં બીજા નંબરે “આપ” ને મત મળ્યા હતા ,ત્યારે હવે એ મતો કમિટમેન્ટ જ ગણવા પડશે અને છ મહિનામાં જે આપને ક્રેસ વધ્યો છે ,તે ભાજપે ચિંતા કરવાની જરૂર છે, રાજપૂત સમાજનો ટિકિટ માંથી એક્કો કાઢી નાખ્યો છે, જે ભાજપથી ભારોભાર નારાજ છે,GJ-18 ની ૫ સીટોમાં જોઈએ તો 1.50 હજાર ની વસ્તી ધરાવે છે, મોટી સંખ્યામાં રાજપૂતો મતદારો છે. ત્યારે એક ટિકિટ સોગંદ ખાવા પૂરતી ન મળતા મોટા ભારોભાર વિરોધ દર્શાવ્યો છે, ત્યારે દક્ષિણની બેઠકમાં અલ્પેશ ઠાકોર નો વિરોધ વંટોળ અંડર કરંટ વધી ગયો છે, ત્યારે અનેક વાર પ્રદેશ કક્ષાએ નેતાઓએ કરેલી રજૂઆત જેમાં સ્થાનિકને ટિકિટ આપો, તે વાત ધ્યાનમાં ન લેતા, હવે મતદારોએ આ વાત ધ્યાનમાં લે છે ,કે કેમ ? એ પ્રશ્ન છે, બાકી દક્ષિણમાં હાલ હિમાંશુ પટેલ નો ટેમ્પો જામ્યો છે, ત્યારે પ્રચાર પણ શરૂ કરી દીધો છે, અને ઉત્તરની સીટમાં હજુ કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે ,જો રાજપૂત સમાજને ટિકિટ મળશે તો GJ-18 જિલ્લાના રાજપૂતો અહીંયા પ્રચારમાં તૂટી પડે તો નવાઈ નહીં, ભાગ્યું તોય કોંગ્રેસ ભરૂચ કહેવાશે, ત્યારે અહીંયા હાલ બે ઉમેદવારો નિશીત વ્યાસ અને અજીતસિંહ વાઘેલા (વાસણીયા) મેદાને છે ,ત્યારે હવે ઉત્તરની સીટ માં કોંગ્રેસ કોને જાહેર કરે છે ,તે યથાર્થ પ્રશ્ન છે ,જે હાલ જીતના ફેસલા નો અંદાજો આવી જશે, અને “આપ “કોના મતો કાપે છે ,તે પણ પ્રશ્ન છે,

બોક્સ

ઉત્તર ,દક્ષિણ ની સીટમાં સન્નાટા જેવો માહોલ, કહી ગમ કહી ખુશી, લોકલ, સ્થાનિક ઉમેદવારોની બાદબાકી, બહારના સિલેક્ટ, સ્થાનિક ડીલેટ થતા અજંપા ભરી સ્થિતિ, લીલી પેન વાળા નું આગમન, ઉત્તરમાં રીટા પટેલ ને જાહેર કરતા અનેક ભાજપના મહાનુભવોને ત્યાં પગ ચંપીથી લઈને આશીર્વાદ મેળવવા રાત્રે જ કમાન સંભાળી,

ભાજપમાં ઉત્તર, દક્ષિણ સીટમાં ડેમેજ કંટ્રોલ કરવું જરૂરી છે, બાકી વિભેષણોની સંખ્યા પણ વધુ છે, ત્યારે ત્રિ પાંખિયો જંગ પણ ભાજપના મતો કેટલા “આપ”તોડે છે, તે જોવું રહ્યું બાકી મુકેશ મેટ્રો પણ નામાંકિત વ્યક્તિત્વની છાપ ધરાવે છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com