રાહુલગાંધીના આઠ વચનો એ ચૂંટણી જીતવાનું ઐતિહાસિક લક્ષ રહશે : બાપુનગર વિધાનસભા કૉંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલ 

Spread the love

 

બાપુનગર વિધાનસભાનાં કૉંગ્રેસનાં ઉમેદવાર હિંમતસિંહ પટેલ , ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી મોહનસિંહ રાજપૂત , જે. ડી.પટેલ , નાગજી દેસાઈ.ભાનુ પટેલ , સહિત કૉંગ્રેસ નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા

બાપુનગર વિધાનસભાનાં કૉંગ્રેસનાં ઉમેદવાર હિંમતસિંહ પટેલ

૨૦મી નવે. રવિવારના રોજ સાંજે સાત વાગ્યે મધ્યસ્થ કાર્યાલયનાં ઉદઘાટન સમયે મોટી સંખ્યામાં કૉંગ્રેસનાં કાર્યકરો શક્તિ પ્રદર્શન બતાવશે

જો દિખતા હૈ વહી બિકતા હૈ એટલે પ્રચાર પ્રસારનું માર્કેટિંગ જેટલું મજબૂત હશે તેટલી પ્રજા વધારે પ્રભાવિત થશે અને કૉંગ્રેસને મત મળશે : હિંમતસિંહ

૧૨૫ બેઠકોના સંકલ્પ સાથે ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર બનશે એવી મને આશા છે : હિંમતસિંહ પટેલ

સ્ટોરી : પ્રફુલ પરીખ

અમદાવાદ

બાપુનગર વિધાનસભાનાં કૉંગ્રેસનાં ઉમેદવાર હિંમતસિંહ પટેલ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સમયથી કૉંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે. તેઓ NSUI ઉપપ્રમુખ તરીકે, અમદાવાદ વિરોધ પક્ષના નેતા, અમદાવાદ શહેરના મેયર , સ્ટેન્ડીગ કમિટીના સભ્ય સહિત અનેક પદ પર રહી કૉંગ્રેસમાં મહત્વનો ફાળો આપ્યો છે.ભાજપે આ બેઠક માટે પોતાની નો રિપીટ થિયરી અપનાવતા જગરૂપસિંહ રાજપૂતને પડતા મૂકી દીધા છે. સાથે જ ભાજપે સામાજિક કાર્યકર્તા એવા દિનેશસિંહ કુશવાહને આ બેઠક પરથી ટિકીટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ રાજેશ દિક્ષિત જે સામાજિક કાર્યકર્તા છે અને સેવાભાવી સંસ્થા સાથે સંકળાયેલા છે.બાપુનગર વિધાનસભા વિસ્તારમાં રખિયાલ વિસ્તારમાં મોટા ભાગના ઔદ્યોગિક વિસ્તાર આવેલો હોવાથી લોકો અહીંયા વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. નાના વેપારી, લઘુઉદ્યોગ ક્ષેત્રે કામ કરતા લોકો મોટા પાયે વસવાટ કરે છે. આ બેઠક પર મોટા ભાગના લોકો પરપ્રાંતીય લોકો વસવાટ ધરાવે છે. વિસ્તારમાં નવું ડ્રેનેજ પંપિંગ સ્ટેશન અને તેને સંલગ્ન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે.જાતિગત સમીકરણનવા સીમાંકન બાદ આ બેઠક પર ઓબીસી, દલિત અને મુસ્લિમ સમુદાય જોવા મળે છે.

અંદાજે જાતિગત મતદારો

હિન્દી ભાષી ( રાજસ્થાન , યુ પી , બિહાર, ઉત્તરાખંડ) ૪૩૦૦૦,

અન્ય ભાષી ( બંગાળી, તમિલ , કેરલા ) ૮૦૦૦ ,

દલિત સમાજના ૩૪૦૦૦ , વણિક ૩૦૦૦ ,

પટણી ૨૭૦૦૦ ,  પદ્મશાળી ૧૪૦૦૦,

અન્ય બક્ષી પંચ ( બારોટ, મિસ્ત્રી, પ્રજાપતિ ) ૧૨૦૦૦,

મુસ્લિમ સમાજના ૪૬૦૦૦,

પટેલ સમાજના ૧૪૦૦૦ ,

બ્રાહ્મણ સમાજના ૬૦૦૦ ,મતદાતા છે.

અહીં મુસ્લિમ સમાજ 24.03 ટકા તેમ જ પરપ્રાંતીય 12.01 ટકા મતદારો છે.

મતદારોની સંખ્યા તાજેતરમાં થયેલી વસ્તી ગણતરી મુજબ અહીં પુરૂષ મતદારો 1,08,437, મહિલા મતદારો 97,692 અન્ય મતદારો 13 એમ કુલ મળીને કુલ 2,06,142 જેટલા મતદારો છે.

2017 માં કૉંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને 58,785 અને ભાજપ ઉમેદવાર જગરૂપસિંહને 55,718 મત મળ્યા હતા. જેમાં કૉંગ્રેસ ઉમેદવાર હિમતસિંહ પટેલનો 3067 મતથી વિજય થયો હતો.

બાપુનગર વિધાનસભાનાં કૉંગ્રેસનાં ઉમેદવાર હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે ૧૭મી નવેમ્બરના રોજ ઉમેદવારી પત્ર ભર્યા બાદ સાંજે ૮ વાગે પોતાના નિવાસ સ્થાન ખાતે ચૂંટણીનું લક્ષ પ્લાનિંગ અને રૂપરેખા માટેની એક ગ્રુપ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની શરૂઆત બધાજ લોકોએ ઉભા થઈને સ્તુતિ ઇતની શક્તિ હમે દેના દાતા થી થઇ હતી.ચૂંટણી રણ નીતિ વિશે હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે ૨૦મી નવે. રવિવારના રોજ સાંજે મધ્યસ્થ કાર્યાલય નાં ઉદઘાટન સમયે મોટી સંખ્યામાં કૉંગ્રેસનાં કાર્યકરો શક્તિ પ્રદર્શન બતાવશે જેથી બાપુનગર વિધાનસભામાં એક સારો સંદેશો જશે.કાર્યકર્તાઓને સંબોધતા પટેલે જણાવ્યું હતું કે મારા કાઁગ્રેસના કાર્યકર્તાઓ એટલે હું જ ઉમેદવાર છું ,હું જ હિંમતસિંહ છું તેમ બનીને કામ કરશો તો કૉંગ્રેસ ને કોઈ હરાવી શકશે નહિ મારું બુથ મારું ગૌરવ એટલેજ કૉંગ્રેસ એ સૂત્ર આપ્યું છે. કૉંગ્રેસ નો કાર્યકર્તા એ મારો સેનાપતી છે તો હું છું.હું રામાયણ નાં પાત્ર નો જાંબવન છું અને તમે બધા કાઁગ્રેસના કાર્યકર્તાઓ એ હનુમાનજી જેવા શક્તિશાળી છો.ચૂંટણી પ્રચાર અને પ્લાનિંગ વિશે પટેલે વધુમાં કહ્યુહતુકે વોટસઅપ મેસેજ, ફોનકોલ્સ મત્તદારોને કરવામાં આવી રહ્યા છે ,તેમજ રાહુલ ગાંધીના આઠ વચનની પત્રિકા ૨૦૫ બુથોમાં લગભગ સવા બે લાખ મતદારો સુધી પહોંચી ગઈ છે.બુથ મીટીંગ , પદયાત્રા , ડોર ટુ ડોર લોક સંપર્ક રાઉન્ડ , મોંઘવારી પત્રિકા , પરિચય પત્રિકા , અને પ્રચાર પ્રસારના સાધનોની મતદારો સુધી પહોંચાડવાની તૈયારી ચાલી રહી છે.

કાર્યકર્તાઓને શીખ આપતા હિંમતસિંહે કહ્યું કે કોણ શું કરે છે એ નહિ પણ હું શું કરું છું મારે શું કરવાનું છે એ ટેવ રાખવી જોઈએ . બુથ કમિટી નો આશય એ છે કે બને તેટલા મતદારોને મતદાન મથક સુધી કેવી રીતે પહોંચાડી શકીએ.સેના વગર લડવું અશક્ય છે.એક બુથ કમિટી માં ૨૫ જેટલા કાર્યકર્તાઓ હોય તો મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવાનું કાર્ય કરી શકાય.અને તો જ વધુ મતો મેળવી શકાય .પાંચમી તારીખ સુધી તમે હિંમતસિંહ છો પછી હું તમારો પ્રતિનિધિ બનીને કામ કરીશ . મદદ ગારને સારા પ્રતિનિધિની જરૂર હોય છે જે હું જનતાની સેવા કરીને પુરવાર કરીશ.ચુંટણીના ગણતરીના લગભગ હવે ૧૩ દિવસ બાકી છે ત્યારે હું તમારી પાસેથી સમય અને શ્રમદાન માંગુ છું.૨૦૧૭ માં તમે મને ધારાસભ્ય તો બનાવી દિધો છે પણ હવે આ વખતે હું પ્રતિષ્ઠા માટે લડી રહ્યો છું .પાંચ વર્ષમાં ધારાસભ્ય તરીકે મે ૫૦૦ ગાડી કચરાનો ખડે પગે ઉભા રહીને નિકાલ કર્યો છે, લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પાસે આવેલી પદ્મશાળી સોસાયટી નાં રહીશોને કેમિકલ ગંદુ ગટરનું પાણી સ્ટેડિયમ માં ભરાય જવાથી જીવજંતુ , મચ્છર થવાથી લોકો બીમાર પડતાં હતા એ પ્રશ્નને લઇ મે ત્યાં ૫૦ એમએલડી નું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નું કામ કાર્યરત થઈ રહ્યું છે.જેથી લોકોને શુદ્ધ પાણી મળી રહેશે.કોરોના કાળમાં જરૂરિયાત મંદો નાં ઘરે અનાજ કીટ નું વિતરણ તેમજ કોરોના માં નોકરી ધંધા બંધ હોવાથી આવક નહિ થવાથી પરિવારમાં રહેતા નાના નાના બાળકોને સવાર નું દૂધ આપવા માટે દુધની દુકાનવાળા ને ચીઠ્ઠી લઈને આવે તેને ૫૦૦ ગ્રામ દૂધ આપવું તેવી વ્યવસ્થા પણ કરાવી આવી તાકાત ભાજપની નથી .અને મારા કાર્યકર્તાઓ એ પણ પોતાના સ્વ ખર્ચે મારા હાથે અનાજ કીટ નું વિતરણ કર્યું હતું.આ ઉપરાંત દવા ,બેડ,વેન્ટિલેટર , ઓક્સિજન નાં બાટલા થી લઇ અનેક સેવાઓ કરી છે.

હરીફ પક્ષ વિશે પટેલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ ભ્રામક અને જુઠ્ઠા પ્રચાર દ્વારા કોંગ્રેસને બદનામ કરવાનું કાર્ય કરતી હોય છે એને મારો કોંગ્રેસનો કાર્યકર્તા જ રોકી શકે.૨૨ વખત પેપર ફૂટ્યું એ કેવી રીતે શક્ય છે.યુવાનોનું શોષણ , શિક્ષણ નું ખાનગીકરણ , મોંઘવારી , બેકારી , બેરોજગારી આ બધું ભાજપના શાસન માં થઈ રહ્યું છે એનો જવાબ પ્રજા આપશે. દેશના ઇતિહાસમાં પ્રથમ એવો બનાવ છે કે ભાજપે આખેઆખી સરકાર બદલી નાખી .પરંતુ તો પણ પક્ષમાં થી કોઈ વ્યક્તિ કશું જ બોલ્યો નથી એટલે હરીફ પક્ષ પાસે થી ઘણી વખત શિખવું જોઈએ એવી કાર્યકર્તાને સલાહ આપી હતી .મુખ્યમંત્રીના દાવેદારો અને મોટા નેતાઓને પણ ભાજપે ટિકિટમાંથી કાપ્યા છે.ગુજરાતમાં ત્રીજો પક્ષ ફાવતો નથી તેનું ઉદાહરણ આપ્યું હતું કે કેશુબાપા જેવા મોભી અને પ્રતિષ્ઠિત વ્યક્તિ એ પણ મહા ગુજરાત પાર્ટી કરી હતી પણ ચાલી નહોતી.એટલે આપ પાર્ટી ફાવશે નહિ ગુજરાતમાં ફક્ત કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે જ સીધી ટક્કર છે .રાહુલ ગાંધી એ ભારત જોડો યાત્રા થી કોંગ્રેસનો પ્રચાર કરવાનો અભિગમ અપનાવ્યો છે અને લોકોથી ખૂબ જ ઉમદો પ્રતિસાદ મળી રહ્યો છે.કૉંગ્રેસ સર્વ ધર્મ સમભાવ માં માને છે . ૧૨૫ બેઠકોના સંકલ્પ સાથે ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર બનશે એવી મને આશા છે.

એઆઇસીસી નિરીક્ષક નવીનસિંહ

એઆઇસીસી નિરીક્ષક નવીનસિંહે કૉંગ્રેસનાં કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કુલ ૨૦૫ બુથો ની નિમણુંક કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. કોંગ્રેસના કાર્યકરો બુથ સાથે સીધા સંકળાયેલા છે.૨૦૫ બુથો નાં મતદારો ને રાહુલ ગાંધીના આઠ વચનોની પત્રિકા પહોંચાડવાનું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે.કાર્યકર્તાઓએ મતદારો સુધી પહોંચી ભાજપની ખામીઓ , હિંમત સિંહે પાંચ વર્ષમાં કરેલા લોક કાર્યો લોકોને સમજાવે.બુથ કમિટીની મીટીંગો , પેજ પ્રભારી ને પાંચ પાંચ બુથોની જવાબદારી અપાશે જેમાં મતદાન સમયે શું વ્યવસ્થાઓ કરવી .બાપુનગર , રખિયાલ , સરસપુર વોર્ડો માં પાંચ પાંચ બુથ સેન્ટરમાં એક મીટીંગ નું આયોજન કરવું, મુખ્ય જન મિત્ર , બુથ ઇન્ચાર્જ , ટેબલ પ્રભારી , પેજ પ્રભારી , બીએલઓ , વોર્ડ પ્રમુખો , મળીને ચર્ચા કરવી જોઈએ કે કેવી રીતે લોકો કૉંગ્રેસ સાથે જોડાય .પ્રચાર સામગ્રી લોકો સુધી સમયસર પહોંચે તેની વ્યવસ્થા કરવી તેનું માર્ગદર્શન આપ્યુ હતું.

કૉંગ્રેસ નેતા ભાનુ પટેલે ચૂંટણી મેનેજમેન્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે એક બૂથમાં વધુમાં વધુ ૨૫ વ્યક્તિઓ તેમજ ૨૦૫ બુથમાં લગભગ ૮૦૦ વસાહતોમાં જઈ પત્રિકાઓ વહેચવાનું પ્લાનિંગ થઈ ગયું છે જેમાં રાહુલ ગાંધી નાં આઠ વચનોની પત્રિકા પણ વહેચાઈ ચૂકી છે.બીજી મોંઘવારી , પરિચય પત્રિકા નું કામ વહેચવાનું ચાલુ છે .પ્રચાર સામગ્રી જેમ કે સ્ટીકરો ઘરે ઘરે પહોંચાડી રહ્યાં છીએ .જેમાં મુખ્ય બાબત એ છે કે સ્કૂલ મતદાન મથક માટેની ૫૨ લોકોની કમિટી બનાવી છે જેમાં એક બુથ માં ત્રણ થી ચાર સ્કૂલોમાં મતદારો સાથે લગભગ ૫૨ જેટલી મીટીંગોનુ આયોજન પણ કરવામાં આવ્યું છે પોલિંગ એજન્ટ ભણેલો હોવો જોઈએ તેવી વ્યવસ્થા કરી છે .

કૉંગ્રેસ નેતા નાગજી દેસાઈ

કૉંગ્રેસ નેતા નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે કૉંગ્રેસનો કાર્યકર અને ભાજપ નો ધારાસભ્ય આ બંનેની તુલના સરખી છે.ભાજપ વાળા એના મત નહિ પરંતુ અપક્ષ અને કાઁગ્રેસના મત ગણે છે.અપક્ષોના મત થકી ભાજપ કૉંગ્રેસ સામે જીતવા માંગે છે.દેસાઈએ એવી પ્રાથર્ના કરી હતી કે ” હે ભગવાન હિંમતસિંહને જીતાડી અમારી સેવાઓનો દરવાજો ખુલ્લો રાખજો “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com