પૂર્વ મેયર, ચેરમેનના ડોક્યુમેન્ટનો દૂરઉપયોગ, ખોટી સહી કરી ઉમેદવારની તીકડમબાજી
ગુજરાતમાં ચૂંટણીઓ આવે એટલે એકબીજાને પાડવાના અને બદનામ કરીને બોર્ડ પુરું કરવાના અનેક પ્રકારના કીમીયા થતાં હોય છે. ત્યારે પૂર્વ ભાજપના ડે. મેયર અને ચેરમેનના ડોક્યુમેન્ટ ચૂંટણી કાર્ડ જેવી વિગતો ગમે ત્યાંથી મેળવીને ઉમેદવારે તેમને ટેકેદાર બનાવી દીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે નામાંકિત વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા એવા પૂર્વ ડે.મેયરને પણ ઉમેદવારોએ લપેટ્યા હોય તેવો કિસ્સો સામે આવતાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ચૂંટણી અધિકારીની કચેરી (૩૬) દ્વારા તા.૧૭.૧૧.૨૨ ના રોજ (બી.બી. મોડીયાની સહીથી ૧૭ ઉમેદવારોએ ૧૭ નવેમ્બરના રોજ ફોર્મ ભર્યા હતા, ત્યારે ઉમેદવાર ક્રમાંક ૧ના દેસાઇ મોતીભાઇ (સે-૨૬) ન્યુ ગ્રીનસીટી દ્વારા, દરખાસ્ત કરનારનું નામમાં દેવેન્દ્રસિંહ ચંદનસિંહ ચાવડા (૨૦૧/૩૯૭)થી મૂકવામાં આવેલ, ત્યારે નામાંકિત નામ અને પોતે પૂર્વ ડે.મેયર રહી ચૂંક્યા છે, અને તેમના નામની દરખાસ્તથી ચર્ચાનો વિષય બન્યો હતો,વધુમાં દેવેન્દ્રસિંહ ચાવડા દ્વારા કલેક્ટર કચેરી એવી ચૂંટણી અધિકારીને એફીડેવીટ કરીને આ સંદર્ભે પોતાની સહી તથા દરખાસ્ત અમે કરી નથી તેવું સોગંદનામું આજરોજ કર્યું હતું. ત્યાર ેતંત્રની બેદરકારીથી એક નામાંકિત વ્યક્તિને બદનામ કરવાનું ઉમેદવાર દ્વારા જે દરખાસ્ત મૂકી તે કોણે મૂકી તે હાલ તપાસ ચાલી રહી છે,
ગુડમેન તરીકેની છાપ ધરાવતા દેવેન્દ્રસિંહ ચાવડાના નામે ઉમેદવારે દરખાસ્તનું નામ મૂકીને બદનામ કરવા તથા ઇમેજ ડાઉન કરવા કારસો રચ્યો હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યંુ છે. દેવેન્દ્રસિંહ ચાવડાએ તંત્રને એફીડેવીટ કરીને જણાવેલ કે, આ સહી મારી નથી, સોગંદનામામાં અમે સહી કરેલ નથી, ખોટી સહી કરી દરખાસ્ત કરીને દર્શાવવામાં આવેલ છે. તેવું સોગંદનામાં જણાવ્યું છે.