દક્ષિણની સીટમાં કડક પ્રોફેસરથી કાર્યકરોના ક્લાસ, કાર્યકર પહેલા મેડમ પહોંચી જાય છે,
ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીઓના ફોર્મ ભરાઈ ગયા બાદ આજે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે દક્ષિણ સીટમાં અલ્પેશ ઠાકોર ને ટિકિટ ભાજપ દ્વારા આપવામાં આવી છે ,ત્યારે અલ્પેશ સામે સ્થાનિકોનો વિરોધ અને સ્થાનિકોને ટિકિટ આપવાની માંગને લઈને હજુ પણ અજંપો છે, ત્યારે ભાજપના પ્રદેશના કારોબારી સભ્ય એવા વિષ્ણુજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવતા અને ફોન સ્વીચ ઓફ આવતા આ ભાથી ના ઠેકાણા હાલ શોધવાની કવાયત તે જ થઈ છે, ત્યારે સાંસદ એવા જયશ્રીબેન પટેલ સવારે આઠ વાગ્યામાં કાર્યકરોના ક્લાસ લેવા આવી જાય છે, અને જે લેસન આપે તે લેસન પાછા ચકાસવાનું સાંજે ત્યારે કાર્યકરને કહે કે આપણે સવારે આઠ વાગ્યે ,આ જગ્યાએ મળીએ, તો જયશ્રીબેન પહેલા હાજર થઈ ગયા હોય અને કાર્યકરને ફોન કરે કે ભાઈ ક્યાં છો ? તો કહે કહે આવી ગયો ને બેન, તમારી રાહ જાેઉં છું પણ જયશ્રીબેન પહેલા આવી ગયા હોય, ત્યારે દક્ષિણની સીટ જીતવા જયશ્રીબેન જવાબદારી ઇન્ચાર્જની સોંપવામાં આવી છે,દક્ષિણ સીટમાં તમામ પ્રકારનું સાઇલેન્ટ અને જાેર જયશ્રીબેન મારી રહ્યા છે, ત્યારે સાંસદ જીણવટી ભરી માહિતી અનેક કાર્યકરો પાસેથી મેળવીને પાર્ટીમાં વિરોધ વંટોળથી લઈને વિભીષણોના પણ લિસ્ટ તૈયાર કરીને ચૂંટણી જીતવા મુન્નાભાઈ એમ.બી.બી.એસ. ની જેમ લગે રહો મુન્નાભાઈ તેમ લગે રહો જયશ્રીબેન તેમ લાગી ગયા છે ,ત્યારે તેમની સાથે આઇ.બી વાઘેલા, એસ પી ઠાકોર ને પણ દોડાવી રહ્યા છે, ત્યારે જયશ્રીબેન સાથે ભાજપ જિલ્લા ઉપપ્રમુખ ગાંડાભાઇ ચૌધરીને ચૂટણી પ્રચારમાં દોડાવી દોડાવીને થકવાડી દીધા છે. ત્યારે દરેક કાર્યકરો ઉપર જીણવટભરી ચર્ચાઓ કરીને તાગ મેળવી રહ્યા છે.