ભાજપે કોન્ટ્રાકટરોના બાકી નાણાં સમયસર ન ચુકવતા કોન્ટ્રાકટરોની કાર્ગો બંધ કરવાની ચીમકી 

Spread the love

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ

કોન્ટ્રાકટરો દ્વારા સોમવાર તા.૨૧-૧૧-૨૨ થી પ્રાથમિક સુવિધાના તથા વિવિધ પ્રોજેકટના કામો બંધ કરી દેવાની ચેતવણી

બાકી રકમ તાકીદે ચુકવે તે માટે રાજ્ય સરકારને ફરજ પાડવા યોગ્ય કાર્યવાહી કરવા શેહઝાદ ખાનની માંગણી

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી કોન્ટ્રાકટરોના રૂા.૭૦૦ કરોડ જેટલી માતબર રકમ ચૂકવવાની બાકી છે. તે રકમ સમયસર ચૂકવવા બાબતે મ્યુ.કોર્પોનું તંત્ર નિષ્ફળ ગયેલ છે જેને કારણે મોટાભાગના કોન્ટ્રાકટરો હાલ ગંભીર નાણાંકીય મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે જી.એસ.ટીમાં કરાયેલ વધારાના કારણે કોન્ટ્રાકટરો ઉપર નાણાંકીય ભારણ વધી જવા પામેલ છે જેને લઇને પ્રાથમિક સુવિધાના કામો કરતાં તમામ કોન્ટ્રાકટરો દ્વારા સોમવાર તા.૨૧-૧૧-૨૨ થી પ્રાથમિક સુવિધાના તથા વિવિધ પ્રોજેકટના કામો બંધ કરી દેવાની ચેતવણી આપી છે. જેથી સ્પષ્ટ પુરવાર થાય છે કે મ્યુ.કોર્પોની તિજોરીનું તળિયું દેખાઇ રહયું છે એક સમયે ક્રીસીલનું ત્રીપલ “એ” રૅટીગ ધરાવતું અમદાવાદ મ્યુ.કોર્પો.ની આવી હાલત કેમ થઇ ? તે વિચારણા માંગી લે તેવી બાબત છે. જેથી અગાઉ પણ અમોએ મ્યુ.કોર્પોની આર્થિક પરિસ્થિતિ અંગે શ્વેતપત્ર બહાર પાડવા માંગણી કરેલ હતી.

અમદાવાદ મ્યુ.કોર્પો દ્વારા પ્રાથમિક સુવિધાના કામો કરવા જરૂરી નાણાંકીય આવક ઉભી કરવા માટે દર વર્ષે બજેટમાં જોગવાઇ કરવામાં આવે છે પરંતુ મ્યુ. કોર્પોની વાસ્તવિક આવક જોતાં પ્રોર્પટી ટેક્ષ, રાજ્ય સરકાર દ્વારા ઓકટ્રોયની અવેજીમાં મળતી ગ્રાન્ટ, પ્રોફેશનલ ટેક્ષ નોન ટેક્ષ રેવન્યુ રેવન્યુ ગ્રાન્ટ અને સબસીડીની મોટી રકમની ધટ રેવન્યુ આવકમાં પડે છે. જેથી તેની સીધી અસર વિકાસ કાર્યો પર પડે છે અને ઘણા વિકાસ કાર્યો થઇ પણ શક્યાં નથી તેનું મુળ કારણ રાજ્ય સરકારે ઓકટ્રોયના વિકલ્પ પેટે અપાતી ઓછી અને અપુરતી ગ્રાન્ટ તેમજ વારંવાર યોજાતા ઉત્સવો અને મેળાઓ તથા પાછળ થતાં ખર્ચ પણ કારણભુત છે. મ્યુ.કોર્પોના ભાજપના સત્તાધીશો દ્વારા ચાલુ વર્ષે ટેક્ષની વધુ આવક થવા બાબતે મોટા ઉપાડે જાહેરાતો કરવામાં આવતી હતી ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે વધુ આવક આવતી હતી તો આવી નોબત કેમ આવી ?ચૂંટણી જાહેર થવાના કલાકો અગાઉ ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ કામો મંજુર કરેલ તે બાબતે જરૂરી નાણાંકીય જોગવાઇ કરવા રાજ્ય સરકાર પાસેથી ૧૨૦૦ કરોડ મેળવવાનું તેમજ મ્યુ.કોર્પોના માથે હાલ પ્રાથમિક સુવિધાના કામો માટે લીધેલ રૂા.૩૫૦ કરોડની લોનનું નાણાંકીય ભારણ તથા કોન્ટ્રાકટરોના ૧૭૦ કરોડથી વધુના બીલ ચૂકવવાના બાકી છે રાજ્ય સરકારને રો-વોટર અને અન્ય ખર્ચના ૩૫૦ કરોડ ચૂકવવાના બાકી છે મ્યુ.પ્લોટો વેચીને ૪૦૦ કરોડ એકત્ર કરવાનું આયોજન કરવાની તેમજ ૨૦૦ કરોડના ટેલેબલ ગ્રીન બોન્ડ બહાર પાડવાની જોગવાઇ કરવાની ફરજ પડી છે. મ્યુ.કોર્પોને વિવિધ રકમનું વ્યાજ પણ ભરવાનું થાય છે જેને કારણે મ્યુ.કોર્પોની આર્થિક હાલત ભયંકર હદે વકરી ગયેલ છે બીન જરૂરી અને ઉડાઉ ખર્ચાને કારણે મ્યુ.કોર્પોની તિજોરીનું તળિયું દેખાઇ રહયું છે . શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના સપના બનાવટી પુરવાર થયા છે કરકસરની વાતો પોકળ નીવડી છે કોન્ફરન્સો, મીટીંગો અને ચર્ચાઓ બહોળા પ્રમાણમાં કરવા છતા પરિણામ શુન્ય નજરે ચડે છે. જેને કારણે મ્યુ.કોર્પો. તોતિંગ દેવાના બોજ તળે આવી ગઇ હોવાથી કોર્પોની નાણાંકીય પરિસ્થિતિ ખાડે જવા પામેલ છે જે સત્તાધારી ભાજપની વહીવટી અણઆવડતતા અને અણધડ ઉડાઉ વહીવટનો સ્પષ્ટ પુરાવો છે

અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધાના તથા પ્રોજેકટના કાર્યો સમયસર પુરા પણ કરી શકાય તેમજ પ્રાથમિક સુવિધાઓ મળવા બાબતે પ્રજાને કોઇ મુશ્કેલી ના પડે તે માટે પ્રજાહિતમાં કોન્ટ્રાકટરોના નાણાં ચુકવી આપવા તેમજ જી.એસ.ટી. બાબતે તાકીદે ઉકેલ લાવવા તેમજ અમદાવાદ મ્યુ.કોર્પોને ઓકટ્રોય વિકલ્પ રૂપે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટનો ગ્રોથ રેટ માટે આપેલ ખાત્રી મુજબ ૧૫% કરીને ગ્રાન્ટ આપે તેમજ અગાઉની બાકી રકમ તાકીદે ચુકવે તે માટે રાજ્ય સરકારને ફરજ પાડવા યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com