અમદાવાદ
અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગના અધિકારિઓ અને કર્મચારીઓએ અગરતલા (ત્રિપુરા) ખાતે આયોજિત અખિલ ભારતીય સંગીત,નૃત્ય અને નાટક સ્પર્ધામાં ભાગ લીધો હતો. 10 થી 14 નવે. 2022 દરમ્યાન યોજાયેલ આ સ્પર્ધામાં 19 રાજ્યોમાંથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નાં 500થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. ઇન્કમટેક્સ વિભાગ,અમદાવાદની ટીમ સમૂહ નૃત્ય માં 13 ટીમોંમાંથી બીજા સ્થાન સાથે રજત ચંદ્રક અને નાટકમાં 14 ટીમોંમાંથી શ્રેષ્ઠ અભિનેતા પ્રતીક દવે (રજત ચંદ્રક), શ્રેષ્ઠ બાળ કલાકાર અનિતા સોલંકી (રજત ચંદ્રક) અને શ્રેષ્ઠ પ્રોડક્શન નાટક – ઇલ્હામ – કાંસ્ય પદક પ્રાપ્ત કર્યા છે. રજત ચંદ્રક વિજેતા સમૂહ લોકનૃત્ય નાં કલાકારોઁ હતા અંજના સોનારા, જ્યોતિ રાઠૌર, રુબિના વિંટો, વિભા મારુ, જય દત્ત, જય પોટાણા, મંથન રોય,વિપુલ કુમાર અને મહેશ દાતણિયા (કોરિયોગ્રાફર) વિજેતા કલાકારોનું રવીન્દ્ર કુમાર, પ્રધાન મુખ્ય આયકર આયુક્ત,ગુજરાત દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંશુ પ્રકાશ, પ્રેસીડેન્ટ, ઇન્કમટેક્સ કલ્ચરલ કમિટી, અમદાવાદ અને શ્રીમતી વિ. રજિતા, આયકર આયુક્ત(પ્રશાસન અને કરદાતા સેવાઓ) તથા અન્ય વરિષ્ઠ પદાધિકારિઓ હાજર રહ્યાં હતાં.