ભારતીય વાયુસેનાએ પુનર્ગઠનના પ્રયત્નો કરીને પોતાની લડતની ક્ષમતાને લગભગ 20 ટકા સુધી વધારી દીધી છે. આનાથી વાયુસેનાના ફાઈટર સ્કવૉડ્રનને યુદ્ધ માટે શ્રેષ્ઠ તૈયારી કરવામાં મદદ મળશે. વાયુસેનાના સૂત્રો અનુસાર, છેલ્લા કેટલાક મહિનાઓમાં 2000થી વધારે વાયુ યોદ્ધાઓ અને ટેકનિશિયનોની ટીમને ફાઈટર સ્કવૉડ્રનને સોંપવામાં આવ્યા છે. આ વાયુસેના કર્મીઓને વાયુસેના મુખ્યાલય અને કમાન્ડ મુખ્યાલયોથી દૂર કરીને ફિલ્ડ ડ્યુટીમાં લગાવવામાં આવ્યા છે. મુખ્યાલયોમાં આ વાયુસૈનિક પોતાની તકનીકી ક્ષમતાનો ઉપયોગ કરી શકતા નથી. તેથી વાયુસેનાએ આ સૈનિકોને ફિલ્ડ ડ્યુટીમાં તૈનાત કર્યા છે. ફાઈટર સ્કવૉડ્રનમાં મોટી સંખ્યામાં વાયુ સૈનિકો અને તકનીશિયનોની ઉપસ્થિતિના કારણે પહેલેથી હાજર કર્મીઓ પરથી કાર્યનું દબાણ ઘટશે અને ઉડાન સંચાલનમાં સુરક્ષા વધારવામાં પણ મદદ મળશે.