રાષ્ટ્રવાદી વિદ્યાર્થી કોંગ્રેસ રાષ્ટ્રીય મહામંત્રી વિજય યાદવ અને યુથ પ્રમુખ જીગ્નેશ જોશી સહિત નેતાઓ
……………………………,…………………………..
કાર્યકરોએ એનસીપી પ્રમુખ જયંત પટેલ બોસ્કી ” હાય હાય ” નાં નારા લગાવ્યા અને રાજીનામાની માંગ કરતો પત્ર શરદ પવાર અને પ્રફુલ પટેલને લખ્યો હતો
ભાજપ સાથે ગોઠવણ કરી હોવાનો એનસીપી નેતાઓનો બોસ્કિ પર ગંભીર આરોપ
અમદાવાદ
રાષ્ટ્રવાદી વિદ્યાર્થી કોંગ્રેસ રાષ્ટ્રીય મહામંત્રી વિજય યાદવ અને યુથ પ્રમુખ જીગ્નેશ જોશીએ જણાવ્યું હતું કે NCPનાં ગુજરાત પ્રમુખ જયંત પટેલે ( બોસ્કી )દેવગઢ બારીયામાં આયાતી ઉમેદવારને ટીકીટ આપી છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેચાવ્યું આમ વિશ્વાસઘાત કર્યો હોવાથી એનસીપી હોદ્દેદારો અને કાર્યકરોએ ગુજરાત કોલેજ ખાતે આજે વિરોધ કર્યો હતો.એનસીપીનાં 40 થી 50 લોકો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ગુજરાત કોલેજ ગેટ પાસે આજે વિરોધમાં હાજર રહ્યા હતા. ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ માં એનસીપી અને કોંગ્રેસ બન્ને પક્ષ વચ્ચે ત્રણ બેઠક પર ગઠબંધન થયું હતું , આટલી ઓછી બેઠક પર ગઠબંધન થતાં એનસીપી નાં દરેક પ્રદેશ અને શહેર જીલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ખુબ જ નારાજ હતાં અને કેટલાક લોકોએ નારાજગીથી અનેક લોકો એ રાજીનામા આપી દીધાં છે , આ ગઠબંધન થયેલ 3 બેઠક પર થી 1 બેઠક ગુજરાત વિધાનસભાની દેવગઢ બારીયા બેઠક પર ખુબજ અન્યાય અને વિશ્વાસધાત થયેલ છે, તે બેઠક પર ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા ગોપસિંગ લવારને ઉમેદવાર તરીકે મુકવામાં આવેલ તે માટે પ્રદેશનાં હોદેદારોમાં ખુબજ નારાજગી હતી તેનું કારણ એક જ હતું તે ભાજપનાં ઉમેદવાર બચું ખાબડનો રાઈટ હેન્ડ ગોપસિંગ લવાર તે ભાજપનાં બક્ષીપંચ મોરચાનો પ્રમુખ હતા તે માટે અમારો વિરોધ એક જ હતો કે એનસીપી નાં હોદ્દેદાર ની તે બેઠક પર સારી પકડ હોવા છતાં બહાર નાં વ્યક્તિ ને જાણ્યા તપાસ વગર મેન્ડેટ આપી દેવામાં આવ્યું હતું , આ નિર્ણય ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા જ લેવામાં આવ્યો હતો અને તેની પર વિશ્વાસ કર્યો અને તે વ્યકિત એ ફોર્મ ખેચવાની છેલ્લી તારીખે બપોરે 2 વાગે ફોર્મ ખેચી ને ફોન સ્વીચ ઓફ કરી દિધેલ અને તે ભાગી ગયેલ છે , આ પહેલે થી નક્કી કરેલ હતું તેમ છતાં એનસીપી નાં ઉમેદવાર ને ન ઊભો રાખી અન્ય ઉમેદવાર ને ઊભો રાખવામાં આવ્યો હતો, અને ગોપસિંગ લવાર એનસીપી નો કોઈ કાર્યકર્તા નથી કે હોદ્દેદાર નથી તેને રાતો રાત ઉભો કરવામાં આવેલ હતો, એનસીપી પક્ષ સાથે ગદ્દારી કરેલ છે આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અનેક ખુલાસો કરવામાં આવશે, આ બાબત ને પ્રફુલ પટેલ અને પવાર સાહેબ ને લેખિત પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કડક પગલા ભરવા માંગ કરી છે.
દેવગઢ બારિયા ની ટીકીટ પર ગોપાલસિંહ લવાર ની ઉમેદવારી પાછી ખેંચાવી લેતા એનસીપી નેતા જયંત બોસ્કીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને બોસ્કી હાય હાય નાં નારા લગાવ્યા હતા. બોસ્કી પર 8 થી 10 કરોડ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ પણ એનસીપી નાં કાર્યકર્તાઓએ કર્યો હતો. કાર્યકર્તાઓનું કહેવું છે કે જો એનસીપીનાં કોઈ કાર્યકર્તા કે નેતાને ટીકીટ આપી હોત તો અમે 100 ટકા બેઠક જીતી શકત એવો દાવો કર્યો હતો પરંતુ આયાતી ઉમેદવાર લવારને ટીકીટ આપી છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેચાવડાવી ભાજપ સાથે ગોઠવણ કરી હોવાનો ગંભીર આરોપ નેતાઓએ બોસકી પર લગાવ્યો છે . બેઠક પર હવે ગઠબંધન હોવાથી કોંગ્રેસ અને એનસીપી સ્પર્ધામાંથી બહાર થઇ ગઇ છે .રાષ્ટ્રવાદી વિદ્યાર્થી કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહામંત્રી વિજય યાદવ અને યુથ પ્રમુખ જીગ્નેશ જોશી સહિત અન્ય હોદેદારો અને કાર્યકર્તાઓએ સહી સાથે એનસીપી ગુજરાતના પ્રમુખ જયંત પટેલ બોસકીનાં રાજીનામાની માંગ કરતો પત્ર પ્રફુલ પટેલ અને શરદ પવારને લખ્યો હતો.