ભાજપની નિષ્ફળતા, કોંગ્રેસના કામો, રાહુલ ગાંધીની પદયાત્રાનું લાઈવ પ્રસારણ કરાશે : સાંસદ મનિષ તિવારી દ્વારા એલ.ઈ.ડી.નું અનાવરણ કરવામાં આવ્યું.
અમદાવાદ
કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને સાંસદ મનિષ તિવારી આજે અમદાવાદમાં આવ્યાં છે. તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, 2014 પહેલાં યુપીએ સરકારે 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા હતાં. જ્યારે ભાજપની સરકારે માત્ર આઠ જ વર્ષમાં 23 કરોડ લોકોને ગરીબ બનાવી દીધાં છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, GST લાગુ થવાથી 2 લાખ 30 હજાર લઘુ ઉદ્યોગ બંધ થયાં છે. આ ભાજપની સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વસૂલી 27.2 લાખ કરોડ ભેગા કર્યા છે. 2014માં 410 રૂપિયાનો ગેસ સિલિન્ડર હવે 1060 રૂપિયાનો થઈ ગયો છે.
મીડિયાએ આજ દિન સુધી ભાજપના કોઈ પણ નેતાને ઇન્ટરવ્યુ માં મોરબીની આટલી મોટી દુઘર્ટના અંગે કોઈ પણ સવાલ પૂછ્યો નથી તે આશ્ચર્યજનક બાબત છે.મીડિયાએ રિફલેકસન લાવવું જરૂરી છે. ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટી વિશે વિચારવું જોઈએ .લોકતંત્રમાં કોઈ પણ પાર્ટી ને ચૂંટણી લડવાનો અધિકાર છે.ગુજરાતમાં એક વિપક્ષ તરીકે મુદ્દાઓ ઉઠાવ્યા જ છે.એટલે હું એ સ્વીકારવા તૈયાર નથી કે કૉંગ્રેસ વિપક્ષ તરીકે નિષ્ફળ ગઈ છે.ગુજરાતની જનતા પાસે એટલે જ હવે પરિવર્તન લાવવા માટે મત માંગીએ છીએ.ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ, રાજીવ ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી, લોકસભા સાંસદ મનિષ તિવારીએ પત્રકાર વાર્તાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની સત્તા અને ભારતની રાજનીતિ એક ઉત્કૃષ્ટ સમિકરણથી જોડાયેલ છે. છેલ્લા આઠ વર્ષમાં જે પ્રમાણે દેશમાં મૂડીવાદીઓ અને ઉદ્યોગપતિઓ અને ગરીબો વચ્ચે અસમાનતા સ્પષ્ટ દેખાઈ રહી છે તે ચિંતા જનક છે. યુપીએ સરકારના શાસન દરમ્યાન ૨૭ કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લવાયા હતા, જ્યારે ૨૦૨૧ના રીપોર્ટ અનુસાર ૨૩ કરોડ લોકો ગરીબી રેખાથી નીચે આવી ગયા છે. દેશના ૭૭ ટકા ધન અને સંપત્તિના માલિક માત્ર એક ટકા લોકો છે. ૨૦૨૧-૨૨માં દેશમાં અરબો પતિની સંખ્યા ૧૦૨ થી ૧૪૨ થઈ ગઈ છે. તેમની પાસે ૫૭.૩ લાખ કરોડ ધનસંપત્તિ છે. જ્યારે દેશના ૫૦ ટકા લોકો (૭૦ કરોડ) પાસે દેશની સંપત્તિના માત્ર ૬ ટકા સંશાધનો છે. ગરીબ અને મધ્યમવર્ગને ખુબ જ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. જી.એસ.ટી.ના અવિચારી અમલથી ૨.૩૦ લાખ લઘુઉદ્યોગ બંધ થયા છે. એમ.એસ.એમ.ઈ. સેક્ટરમાં ૧૦ લાખ કરોડની લોન બાકી છે. કોવીડ પછી આર્થિક રીકવરી K શેપમાં આવી છે. મોટા ઉદ્યોગો કમાઈ રહ્યાં છે, નાના ઉદ્યોગો નુકસાન કરી રહ્યાં છે. દેશની જનતા પાસે પેટ્રોલ-ડીઝલના ટેક્ષના નામે ૨૭.૨ લાખ કરોડ ઉઘરાવી લેવામાં આવ્યાં છે. ૨૦૧૧માં પેટ્રોલનો ભાવ ૫૮ રૂપિયા હતો જ્યારે ૨૦૨૨માં ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. એલ.પી.જી. ની કિંમત ૨૦૧૪માં ૪૧૦ રૂપિયા હતી અને ૨૦૨૨માં ૧૦૫૦ ઉપર પહોંચી ગઈ છે. લોટ, પનિર, દહીં, પરાઠા, પેન્સીલ, સંચા, ચમચી જેવી વસ્તુઓ ઉપર જી.એસ.ટી. ઉઘરાવીને મધ્યમવર્ગની કમર તોડી નાખવામાં આવી છે. સ્મશાન ઘાટના બાંધકામ ઉપર પણ જી.એસ.ટી. ઉઘરાવવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં મૃત્યુ પર ટેક્ષ લેવાતો હતો અને તે કોંગ્રેસ સરકારે નાબૂદ કર્યો હતો અને ભાજપ સરકાર સ્મશાન ઘાટ પર પણ જી.એસ.ટી. વસુલી રહી છે. ગુજરાતમાં પણ આજ અવિચારી નિર્ણયોની અસર દેખાઈ રહી છે. મોરબી દુર્ઘટના એક દુઃખદ દુર્ઘટના હતી, આ પ્રમાણેની દુર્ઘટનામાં ૧૪૮ નિર્દોષ લોકોના મૃત્યુ થયા હોય અને ૧૮૦ થી વધારે ઘાયલ થયા હોય છતાં પણ કોઈનું રાજીનામું પણ નહીં અને કોઈની જવાબદારી પણ નક્કી કરવામાં આવેલ નથી. હાઈકોર્ટ રોજ સવારે મોરબી દુર્ઘટના બાબતે ફટકાર લગાવે છે પરંતુ ટીકીટ ચેકર, સીક્યોરીટી અને નટબોલ્ડ ફિલ્ટ કરવાવાળાને પકડીને મોટા લોકો – પુંજીપતિઓને બચાવવામાં આવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. શા માટે જવાબદારોની ધરપકડ થતી નથી ? આ એક અજ્ઞાનતા અને અહંકારનું મિશ્રણ છે. આ અહંકારી સરકાર એમ માને છે કે અમે કઈપણ કરીશું તો અમારો કોઈ વાળ વાંકો નહી કરી શકે. ગુજરાતની જનતાએ આ અહંકાર તોડવાની જરૂર છે. ૨૦૧૭ થી લઈને ત્રણ મુખ્યમંત્રી બદલવામાં આવ્યાં અને મંત્રીમંડળ પણ બદલવામાં આવ્યું. કોરોનાની અંદર સૌથી વધારે જો કોઈ રાજ્યએ સહન કરવામાં આવ્યું હોય તો તે ગુજરાત રાજ્ય છે. ગુજરાતનું દેવુ ૨,૯૮,૯૧૦ કરોડનું છે. ગુજરાતની આવક (જી.એસ.ડી.પી.) ના ૧૮.૪ ટકા તો માત્ર ઉપરોક્ત દેવાના વ્યાજ પેટે હપ્તામાં વપરાઈ જાય છે. ૨૦ થી ૨૪ વર્ષના યુવાનોનો બેરોજગારી દર ૧૨.૫૦ ટકા છે. આ આંકડો આટલો બધો છે પરંતુ ગુજરાતના યુવાનો શ્રમ અને રોજગાર વિભાગમાં પોતાનું નામ નોંધાવે તો આ આંકડો વધી શકે તેમ છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મુકી છે. અહિં મને જાણવા મળ્યું કે, ભ્રષ્ટાચારનું નામ એ વ્યવહાર છે. દરેક જગ્યાએ વ્યવહાર કર્યા વિના કોઈ કામ થતું નથી. એકતરફ ગુજરાતની છ કરોડની જનતા મંદી, મોંઘવારી અને બેરોજગારીમાં પીસાઈ રહી છે ત્યારે ભાજપ સરકાર મુદ્દાઓથી ધ્યાન ભટકાવી રહી છે. શા માટે સરકાર અને વડાપ્રધાનશ્રી ગુજરાતની અઢી દાયકાની સરકારના વિકાસની વાતો કરતા નથી અને મુદ્દાઓને ભટકાવી રહ્યાં છે. મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાની બાબતે ભાજપ સરકારે પી.એચ.ડી. કરેલ છે. ગુજરાતને પરિવર્તનની જરૂર છે અને જનતા પણ પરિવર્તન ઈચ્છે છે. સાચા અર્થમાં ગરીબો માટેની, મધ્યમવર્ગ માટેની, એસ.સી., એસ.ટી., શોષીતો, વંચિતો માટે, યુવાનો માટે બેરોજગારીના પ્રશ્નો અને સમસ્યાઓના સમાધાન માટે કોંગ્રેસ આગ્રહ કરે છે કે કોંગ્રેસને ફરી એકવાર ગુજરાતની જનતા તક આપે. કોંગ્રેસ તેમની સમસ્યાઓ – પ્રશ્નોના સમાધાન માટે કટિબધ્ધ છે.
પૂર્વ કેન્દ્રીયમંત્રી અને લોકસભા સાંસદ મનિષ તિવારી, રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી આલોક શર્મા, એન.એસ.યુ.આઈ. રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી અંકુશ ભટનાગરે એન.એસ.યુ.આઈ.ના યુવા સાથીઓ, પ્રબુધ્ધ નાગરિકો “વિદ્યાર્થી પરિવર્તન સંકલ્પ” અંતર્ગત પરિસંવાદ કરીને તેમની સમસ્યાઓ જાણી તેના સમાધાન માટે ચર્ચા કરી હતી. રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-કન્વિનર અને પ્રવક્તા હેમાંગ રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.