અમદાવાદમાં મેટ્રો, બીઆરટીએસ , 107 નવા ઓવરબ્રીજો , 9 અંડર પાસ બનાવી ટ્રાફિક ઝડપથી પસાર થાય તે માટે વ્યવસ્થા કરી છે : અમિત શાહ

Spread the love

તમારો એક મત પાંચ વર્ષ ગુજરાત અને દેશનું ભવિષ્ય નક્કી કરશે : અમિત શાહ

અમદાવાદ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિત શાહે આજરોજ અમદાવાદ ખાતે જાહેરસભાને સંબોધી હતી. અમિત શાહે જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે, બહુ સમય પછી નવા રાણીપ વિસ્તારમાં આવ્યો છું. નવું રાણીપ તો રાણીપ કરતા પણ સરસ બની ગયું છે આ વિસ્તાર છેલ્લા 10 વર્ષ પહેલા હું છોડીને ગયો પણ આજે આ વિસ્તારમાં ખૂબ વિકાસ થયો છે. આ જાહેરસભામાં આપણે 2022ની ચૂંટણીમાં ઉમેદવાર હર્ષદભાઇને જીતાડવા માટે ભેગા થયા છીએ તેમ કહેતા વધુમાં જણાવ્યું કે,આ વખતે હર્ષદભાઇને મારા અને અરવિંદભાઇ કરતા પણ પ્રચંડ બહુમતથી જીતાડી વિધાનસભામાં મોકલવાના છે. તમારો એક મત પાંચ વર્ષ ગુજરાત અને દેશનું ભવિષ્ય નક્કી કરશે. આ ચૂંટણીમાં બે રાજકીય પાર્ટીઓ છે. એક બાજુ કોંગ્રેસીયાઓ જેમને ગુજરાતમાં અનેક વર્ષ રાજ કર્યુ અને 90 પછી આ ગુજરાતની જનતાએ કયારેય સત્તા આપી નથી તો બીજી બાજુ 90 પછી સતત ભાજપને જનતાએ આશિર્વાદ આપ્યા અને ગુજરાતનો જે વિકાસ થયો છે એટલે 90 પહેલાનું અને પછીનું ગુજરાત ઘણુ બદલાઇ ગયું છે.

ભૂતકાળમાં અમદાવાદની સ્થિતિ અંગે જનતાને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકારમાં છાશ વારે હુલ્લડ થતા, દાણચોરીનું કેન્દ્ર, કોમી રમખાણ થતા, ગુજરાતમાં 365માંથી 250 દિવસ કરફ્યુ રહેતો હતો. વર્ષ 2002 પછી ભાજપની સરકારમાં ગુજરાત શાંતીમય રાજય,ભાઇ ચારાનો પ્રમે વધ્યો છે. 20 વર્ષમાં ગુજરાતને પીંખવાવાળાઓને ગુજરાત છોડવાનું કામ અને સુરક્ષીત બનાવવાનું કામ ભાજપની નરેન્દ્ર મોદીની સરકારે કર્યુ. ગામડામાં પહેલા સાત કલાક વિજળી મળતી, સાંજે વાળુ સમયે વિજળી ન હતી પરંતુ વર્ષ 2004માં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અને ગ્રામીણ વિસ્તારમાં 24 કલાક વિજળી આપવાનું કામ કર્યુ. નર્મદા યોજના જવાહરલાલ નેહરુના સમયે શરૂ થઇ પરંતુ જવાહરલાલ,ઇન્દીરા ગાંધી,રાજીવ ગાંધી,સોનિયા ગાંઘી ગયા તો પણ કામ પુર્ણ જ ન થાય પરંતુ મોદીની સરકાર આવી તો પણ નર્મદા બંધની ઉંચાઇ વધારવા નરેન્દ્ર મોદીએ આમરણ અનશન પર બેસવુ પડયું ત્યાર પછી નર્મદાની ઉંચાઇ વધી. આજે નર્મદા ગુજરાતની જીવાદોરી સમાન બની છે. કેન્દ્રમાં ભાજપની સરકાર બની શ્રી નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા અને તેના 15માં દિવસે નર્મદા બંધમાં દરવાજા લગાડવાનો હુકમ કર્યો અને નર્મદા યોજના પુર્ણ થઇ. આજે નર્મદાનું પાણી બનાસકાંઠાના સુઇગામ સુઘી પાણી પહોંચાડવાનું કામ ભાજપે કર્યુ.

સાબરમતી નદી સુકી ભઠ હતી ત્યા મોટો ખાડો જ હતો. પહેલા સાબરમતીના કાંઠાનો ઉપયોગ દારુ પકવવા થતો પરંતુ આપણા નરેન્દ્રભાઇએ ત્યા રિવરફ્રન્ટ બનાવી દુનિયાના નકશામાં આપણુ અમદાવાદ મુકવાનું કામ કર્યુ. આ કોંગ્રેસ વાળાએ રિવરફ્રન્ટનો પણ વિરોધ કર્યો તેમ કહેતા જણાવ્યું કે, કોંગ્રેસ વાળા કહે કે દિવસે સપના ન જુઓ પણ દિવસે સપના શેખચલી જોવે આપણા નરેન્દ્રભાઇ મોદી દિવસે વિચારીને રિવરફ્રન્ટનું કામ પુર્ણ કર્યુ.આજે રિવરફ્રન્ટની શોભા વઘારનારો અટલ ફ્રુટબ્રિજ બન્યો છે.

અમિત શાહે ઉપસ્થિત જનતાને સવાલ કર્યો કે પહેલા રાણીપ વાળાને ઉત્તર ગુજરાત જવું હોય તો ગીતામંદિર જવું પડતું હતું , હવે જવું પડે છે. ? બસ હવે રાણીપમાંજ આવે છે. આપણે બસ સ્ટેશન જ રાણીપમાં લાવી દીધું છે. આજે ભાજપ સરકારમાં ટ્રન્સપોર્ટની ઉત્તમ સુવિધા કરી છે. અમદાવાદમાં આજે મેટ્રો આવી, બીઆરટીએસ આવી,107 નવા ઓવરબ્રીજો બન્યા,9 અંડર પાસ બનાવી ટ્રાફિક ઝડપથી પસાર થાય તે માટે વ્યવસ્થા કરી છે. કોંગ્રેસને વિરોધ કર્યા સિવાય કશું આવડતું જ નથી. કોંગ્રેસે બી.આર.ટી.એસનો વિરોધ કર્યો હતો આજે 150 બસો રોજ એક લાખથી વધુ મુસાફરો બસની સુવિધાનો લાભ લે છે. કોંગ્રેસ હમેંશા વિરોધનું રાજકારણ કર્યુ. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાના 8 વર્ષમાં આજે વિશ્વના દેશોમાં ભારતનું માન સન્માન વધાર્યુ. 5 ઓગસ્ટ 2019ના રોજ નરેન્દ્ર મોદીએ કલમના એક જ ઝટકે કલમ 370 અને 35-એ દુર કરી દીધી. લોકસભામાં કલમ દુર કરવાનું બીલ લઇ ઉભો થયો ત્યારે કોંગ્રેસ,આપ,કોમ્યુનિસ્ટો, સપા,બસપા,મમતા બદા કાઉ કાઉ કરતા. તે લોકો કહેતા કે કલમ 370ને હાથ ન લગાવતા, કાશ્મીરમાં લોહીનીનદી વહેશે પણ લોહિની નદી તો દુર કાંકરી ચાળો નથી થયો આજે કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવી દીધું. લાજવાની જગ્યાએ ગાજવામાં માનવાવાળી કોંગ્રેસ પાર્ટી ગુજરાતનું ભલુ ન કરી શકે.સંબોધનના અંતમાં જણાવ્યું કે, મારા પર વિશ્વાસ મુકજો મારા અને અરવિંદભાઇ કરતા પણ સારા ધારાસભ્ય તરીકેનું કામ હર્ષદભાઇ કરશે તેમાં બે મત નથી.

આ સભામાં મધ્યપ્રદેશના અધ્યક્ષ વી.ડિ.શર્માજી, ભાજપના પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા, સાબરમતીના ઉમેદવારશ્રી હર્ષદભાઇ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઇ,રાણીપના પુર્વ પ્રમુખ અને વરિષ્ઠ કાર્યકર અરૂણ ઠાકર,સહકાર સેલના સંયોજક બીપીનભાઇ પટેલ,પુર્વ સાંસદશ્રી જીવાભાઇ પટેલ, દર્શક ઠાકર,સાબરમતી વિઘાનસભા વોર્ડના પ્રમુખશ્રીઓ, પ્રભારીગણ, મ્યુનિસપલ કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં જનતા જનાર્દન ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com