અમદાવાદ
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને હવે ખૂબ જ ઓછા દિવસો પ્રચાર માટે રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પ્રથમ વાર આગામી 27 અને 28 નવેમ્બરના રોજ ગુજરાત આવશે જેમાં ડેડીયાપાડા , ઓલપાડ , કડી અને અમદાવાદ એમ બે દિવસમાં ચાર જાહેરસભાઓ કરશે .28મી એ અમદાવાદમાં બેહરામપુરા ખાતે મલ્લિકાર્જુન ખડગે જાહેરસભાને સંબોધન કરશે.
જાહેરસભામાં મલ્લિકાર્જુન ખડગે સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત રઘુ શર્મા , કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત અન્ય કોંગ્રેસ નેતાઓ જોડાશે. અગાઉ રાજસ્થાન નાં મુખ્યમંત્રી અશોક ગેહલોત ૨૪ મી અથવા ૨૫ મી નવેમ્બર નાં રોજ ફરી અમદાવાદ આવી રહ્યા છે.સૌરાષ્ટ્ર મોહન પ્રકાશ ,નોર્થ ગુજરાત બીકે હરીપ્રસાદ ,સાઉથ ગુજરાત મુકુલ વાસનિક ,સેન્ટ્રલ ગુજરાત પૃથ્વીરાજ ચૌહાણ ,અમદાવાદ અમરીન્દ્ર રાજા બ્રાર, સુપ્રિયા શ્રીનેત,ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી તારિક અનવરે આવતીકાલે 24 નવેમ્બરે હોટેલ ફર્ન માધાપર, ભુજ ખાતે બપોરે 1:30 વાગ્યે પત્રકાર પરિષદને સંબોધિત કરશે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ૨૭ મી એ રવિવારનાં રોજ ડેડિયાપાડા અને ઓલપાડ ખાતે અને ૨૮ મી એ કડી અને અમદાવાદમાં બેહરામપુરા ખાતે જાહેરસભાને સંબોધન કરશે. ૨૭મીએ રવિવારનાં રોજ સવાબાર વાગ્યે ઇન્દોરથી નીકળી પોણા બે વાગ્યે વડોદરા એરપોર્ટે પહોંચશે . ત્રણ વાગ્યે ડેડિયાપાડા ખાતે જાહેર સભાને સંબોધન કરશે. ડેડિયાપાડા થી હેલિકોપોટર (VT-JSH) દ્વારા ઓલપાડ પહોંચશે અને ત્યાં જાહેર સભાને સંબોધન કરશે.ઓલપાડ થી રોડ માર્ગે સુરત એરપોર્ટ પહોંચી વિશેષ ફ્લાઇટ દ્વારા (VT-OBR) અમદાવાદ પહોંચશે અને રાત્રી રોકાણ કરશે.
૨૮મી એ સોમવારનાં રોજ ખડગે સવારે ૧૧ વાગ્યે રાજીવગાંધી ભવન પાલડી ખાતે પત્રકાર પરિષદને સંબોધીત કરશે.ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યે કડી ખાતે જાહેર સભા ને સંબોધીત કરશે. અને છેલ્લે અમદાવાદ માં સાંજે આઠ વાગ્યે બહેરામપુરા ખાતે જાહેર સભા કરશે અને સાડા દસ વાગ્યાની ફ્લાઇટથી 6E 6235 દ્વારા દિલ્હી જવા રવાના થશે.