અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચતથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચે આગામી વિધાનસભા ચૂંટણી અનુસંધાને ગેરકાયદેસર હથિયારના ગુનાઓ શોધી કાઢવા તેમજ એસ.ઓ.જી.ના હેડને લગતી કામગીરીની સુચના મુજબ
અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવીઝન તથા પોલીસ ઇન્સપેકટર એ.ડી.પરમારના માર્ગદર્શન આધારે એસ.ઓ.જી.ના પો.સ.ઇ. એસ.યુ.ઠાકોરની ટીમને મળેલ બાતમી હકિકત આધારે આરોપી દિનેશભાઈ ઉર્ફે ટોલી ગોવિદભાઈ પરમાર ઉ.વ.૪૬ રહે, સવગણનગર લાઈન નં.૦૧, ભીલવાડા, અમરાઈવાડી, અમદાવાદને વગર પાસ પરમીટની ગેરકાયદેસરની દેશી બનાવટની પિસ્ટલ નંગ-૧ કિ.રૂ.૨૫૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુધ્ધમાં ડી.સી.બી.પો.સ્ટે.માં ધી આર્મ્સ એકટ ૨૫(૧-બી)એ, તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે .
• કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ
1. પો.સ.ઇ શ્રી એસ.યુ.ઠાકોર
2. એ.એસ.આઇ જયેશભાઈ ભીખાભાઈ બ.નં.૧૩૫૫૩ (બાતમી)
3. એ.એસ.આઇ અબ્દુલભાઈ મહોમદભાઈ બ.નં.૭૭૬૩
4. હે.કો. સમીર ઝહિરુદ્દીન બ.નં.૯૮૪૪ (બાતમી)
5. મ.સ.ઈ. નિકુલસિહ ભરતસિહ બ.નં.૧૩૪૭૪
6. અ.પો.કો. મનોજસિંહ મુકુન્દસિહ બ.નં.૩૪૨૮ 7. અ.પો.કો. પરેશભાઈ વાલજીભાઈ બ.નં.૧૨૪૨૧