અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોરીની ઓટોરીક્ષા સાથે આરોપી પ્રકાશને ઝડપ્યો

Spread the love

 

આરોપી પ્રકાશ ઉર્ફે પબજી ભરતભાઇ મકવાણા

આરોપી પાસેથી બજાજ કંપનીની નંબર વગરની બજાજ ઓટોરીક્ષા કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મુજબનો મુદ્દામાલ મળી આવ્યો

અમદાવાદ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. કે.એસ.સિસોદીયા, અ.હે.કો. સુરેશભાઇ જીવણભાઇ બ.નં.૯૬૯૬, અ.હે.કો. ભવાનીસિંહ પ્રતાપસિંહ બ.નં.૪૩૫૧, અ.પો.કો. હર્ષદસિંહ ગંભીરસિંહ બ.નં.૪૭૮૫ તથા અ.પો.કો. દિગ્વિજયસિંહ ભુરુભા બ.નં.૫૮૦૬ દ્વારા વાહન ચોરીના આરોપી પ્રકાશ ઉર્ફે પબજી ભરતભાઇ મકવાણા ઉ.વ.૨૨, રહે. મકાન નં.એ/૪૩, ગંગોત્રી સોસાયટી, એસ.આર.પી. ક્વાટર્સની પાછળ, નરોડા અને દાણીલીમડા અલ્લાનગર લાલજી પરમાર હોલ પાસેથી ઝડપી લીધો હતો. આરોપી પાસેથી બજાજ કંપનીની નંબર વગરની બજાજ ઓટોરીક્ષા કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મુજબનો મુદ્દામાલ મળી આવતાં, આરોપીને તા.૨૩/૧૧/૨૦૨૨ ના રોજ સીઆર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.આરોપી ભાડેથી ઓટોરીક્ષા ડ્રાઇવીંગ કરે છે. આરોપીને નવી ઓટોરીક્ષા ખરીદવી હતી. પરંતુ ઓટોરીક્ષા ખરીદવા માટેના પૈસા ન હતા. જેથી ઓટોરીક્ષા ચોરી કરવાનું વિચારેલ. ગઇ તા.૧૧/૦૭/૨૦૨૨ ના રોજ ઘરેથી ઓટોરીક્ષા ચોરી કરવા ચાલતો ચાલતો નરોડા સાયોના એસ્ટેટ તરફ ગયેલ. આ વખતે રાતના દોઢેક વાગે સાયોના એસ્ટેટ પાસે આવેલ પુજાલાલ નથ્થુલાલની ચાલી ખાતે એક મકાન આગળ નવી ઓટોરીક્ષા પાર્ક કરેલ હતી. જેથી તે ઓટોરીક્ષાનો પ્લગ કાઢી તેમા વાયર લગાવી તે ઓટોરીક્ષાની ચાલુ કરી ચલાવી લઇ ઘરે આવી ગયેલ હતો. ઓટોરીક્ષાની નંબર પ્લેટ કાઢી ફેકી દઇ નંબર વગરની ઓટોરીક્ષા નરોડા-નારોલ રૂટ ઉપર ફેરવતો હતો. કબ્જે કરેલ ઓટોરીક્ષા ચોરી અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ ‘એ’ માં ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય, આરોપીને શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com