ભાજપે મફત વેક્સિનેશનના નામે આખા ગુજરાતને બનાવ્યું (છેતર્યું) છે : જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો પરંતુ ભાજપે ભય મુક્ત ભ્રષ્ટાચાર કર્યો : આપેલા પુરાવાને સંજ્ઞાનમાં લઈને વેક્સિનેશન કૌભાંડની હાઈકોર્ટ અથવા સુપ્રિમકોર્ટના સીટીંગ જજ દ્વારા તપાસ કરવામાં આવે : શક્તિસિંહ ગોહિલ
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની વાત લઈને ફરી રહ્યાં છે ત્યારે ગુજરાતના તમામ લોકોનો હૃદયપૂર્વક પ્રેમ, સમર્પણ અને આશીર્વાદ આપવા બદલ તમામ ગુજરાતીઓનો હું કોંગ્રેસ પક્ષ વતી આભાર માનું છું. ગુજરાતનું ડી.એન.એ. એ ડેવલોપમેન્ટ છે. ભાજપ કહે છે કે, ગુજરાત મેં બનાવ્યું છે, અંધભક્ત કહે છે કે મેં અને નરેન્દ્ર મોદીએ ગુજરાત બનાવ્યું છે. હકીકતમાં તો ગુજરાતની જનતા એમ કહે છે કે ભાજપવાળા ગુજરાતને ‘બનાવી’ ગયા. ભાજપે ગુજરાતને છેતર્યું છે અને કેવી રીતે બનાવ્યું છે તેને સાબિત કરવા માટે એક દાખલો અહી રજુ કરું છું. ભાજપ કહે છે કે અમે મફત વેક્સિનેશન આપ્યું અને વડાપ્રધાન મોદી તેમની દરેક સભાઓમાં વેક્સિનેશનની વાત કરી રહ્યાં છે. ગુજરાતની અંદર મફત વેક્સિનેશનના નામે ખુબ જ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે આ સાથે નવ પાનાનો એક રેકર્ડ રજુ કરેલ છે કે જેમાં વેક્સિનેશન મેળવેલ વ્યક્તિઓના નામ, જન્મ તારીખ, સિરીયલ નંબર, વોટર આઈ.ડી. અને વેક્સિનેશન સેન્ટર તથા મોબાઈલ નંબર નો ડેટા ઉપલબ્ધ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડેટામાં દર્શાવેલ નામો સામે એક સરખી સીરીઝના મોબાઈલ નંબર અને વણિક, મુસ્લિમ, દલિત અને અન્ય જ્ઞાતિના દરેક લાભાર્થીઓ સામે માત્ર એકસરખા મોબાઈલ નંબર દર્શાવવામાં આવેલ છે. (6000003625) આવા કૌભાંડનો ડેટા માત્ર એક પબ્લીક હેલ્થ સેન્ટરમાં નહીં પરંતુ અનેક પી.એસ.સી. સેન્ટરમાં દર્શાવાયેલ છે. ભાજપે મફત વેક્સિનેશનના નામે આખા ગુજરાતને બનાવ્યું (છેતર્યું) છે. અત્યારે જે ડેટા પત્રકાર સમક્ષ રજુ કરવામાં આવ્યો છે તે ડેટા પણ હાલમાં લોક કરી દેવામાં આવેલ છે. આખા ગુજરાતમાં વેક્સિનેશનના નામે એક મોટુ કૌભાંડ આચરાયું છે. પ્રધાનમંત્રીની જન્મ તારીખે દેશમાં નંબર વન વેક્સિનેશન થાય એના માટે જે કર્મચારીઓ પર દબાણ કરવામાં આવ્યું હતું તેનું આ પરિણામ છે. વેક્સિનેશન અપાઈ નથી પરંતુ કરોડો રૂપિયા વેક્સિનેશનના સરકારે કંપનીઓને ચુકવી દીધા છે. જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો પરંતુ ભાજપે ભય મુક્ત ભ્રષ્ટાચાર કર્યો. ભરોસાની ભેંસના સ્લોગન માત્ર હોર્ડિંગ્સ ઉપર છે. ગુજરાતના લોકોએ સારો વહીવટ કરવા માટે જે ભેંસને ખુબ ઘાસ ખવડાવ્યું, માવજત કરી અને આ ભરોસાની ભેંસે પાડી આપવાના બદલે ભય, ભુખ અને ભ્રષ્ટાચારનો પાડો આપ્યો કે જેને ખેતીના કામમાં ન જોતરી શકાય, ના વેચી શકાય કે ના ગાડે જોડી શકાય.
કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે, આ વેક્સિનેશન કૌભાંડની હાઈકોર્ટ અથવા સુપ્રિમ કોર્ટના સીટિંગ જજ દ્વારા તપાસ કરવામાં આવે અને ગુજરાત અને દેશના દરેક લોકો પોતાનું વેક્સિનેશન ક્યારે થયું છે. તે ડેટા ઓનલાઈન જોઈ શકે તે માટે ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવે તે તમામ ડેટા પબ્લિક ડોમિનમાં મૂકે.
શક્તિસિંહ ગોહિલે પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, નર્મદા યોજના એ ગુજરાતની જીવાદોરી છે. નર્મદા મુદ્દે કોંગ્રેસે કદાપી રાજકારણ નથી કર્યું. કોંગ્રેસ સરકારમાં હું નર્મદા વિભાગનો મંત્રી હતો. બારેમાસ વહેતી નર્મદા નદીના ધસધસતા પ્રવાહ વચ્ચે ૧૮ મીટર ઉંડો પાયાનું નિર્માણ કાર્ય કરવું એ ખુબ જ પડકાર રૂપ કામ હતું. આવા ધસધસતા પ્રવાહ વચ્ચે ૯૦ ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું અને સ્વીઝગેટ લગાવવા માટે બોમ્બે હાઈમાથી મળજીવા પણ લાવવામાં આવ્યાં હતાં અને બે મળજીવા પણ શહિદ પણ થયા. મેઘા પાટકર, બાબા આમટે અને મધ્યપ્રદેશની ભાજપ સરકારના સતત વિરોધ વચ્ચે હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટના સ્ટે ઉઠાવીને નર્મદા યોજનાના પુનઃવસનની કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી. ગુજરાતની કેનાલોનું ૧૦૦ ટકા માટીકામ અને ૮૫ ટકા કોંકરીટનું કામ કોંગ્રેસની સરકારે કર્યું હતું. પરંતુ જે પ્રમાણે ભાજપ નર્મદા યોજનાનો ખોટો શ્રેય લઈ રહ્યું છે એ રીતે કદી કોંગ્રેસ રાજનીતિ નથી કરતું. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ નર્મદા યોજનાને લગતો કોઈપણ કાર્યક્રમ હોય તો વિરોધ પક્ષને આમંત્રણ આપવામાં આવતીં હતીં અને હેલીકોપ્ટરમાં બેસાડીને લઈ જતા. કોંગ્રેસ કહે છે કે નર્મદા યોજના એ ગુજરાતની જનતાના અથાગ પરિશ્રમ અને સમર્પણનું પ્રતિક છે.
આજે મેઘા પાટકર રાહુલ ગાંધીજીની યાત્રામાં જોડાય એ કોઈ મુદ્દો બને ખરો ? રાહુલ ગાંધી કોઈપણ રાજકારણ વિના “દલ કે હિત કે ઉપર દેશ કા હિત” ના સંકલ્પ સાથે કોઈપણ રાજકારણ વિના નાત, જાત, ધર્મ જોયા વિના ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે અને લાખો લોકો જોડાઈ રહ્યાં છે. હું આમંત્રણ આપુ છું કે શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી અમિત શાહ પણ આ યાત્રામાં જોડાય. આપ ખુદ વૈભવી થઈ ગયા છો એટલે રાહુલજીની જેમ ૨૫ કિ.મી. નહી ચાલી શકો પરંતુ ૫ કિ.મી. ચાલવા ફરી એકવાર હું આમંત્રણ આપું છું.રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-કન્વિનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો વેક્સિનેશન ડેટા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડેટામાં દર્શાવેલ નામો સામે એક સરખી સીરીઝના મોબાઈલ નંબર અને વણિક, મુસ્લિમ, દલિત અને અન્ય જ્ઞાતિના દરેક લાભાર્થીઓ સામે માત્ર એકસરખા મોબાઈલ નંબર દર્શાવવામાં આવેલ છે. (6000003625)