ગાંધીનગરના માણસા ખાતે આજે કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહે માણસા ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી. સભાને સંબોધતા ગૃહ મંત્રીએ કહ્યું, છેલ્લા ૨૭ વર્ષથી ભાજપા ગુજરાતમાં શાસનમાં છે અને આ સમયગાળા દરમ્યાન સમગ્ર ગુજરાતનું પરિવર્તન થયું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે માણસા ખાતે તેમના બાળપણના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે આ જ ભૂમિ પર મારુ બાળપણ વિત્ત્યું અને અભ્યાસ પણ થયો. તેઓએ કહ્યું કે છેલ્લા ૨૭ વર્ષથી ભાજપા ગુજરાતમાં શાસનમાં છે અને આ સમયગાળા દરમ્યાન સમગ્ર ગુજરાતનું પરિવર્તન થયું. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૩/૦૪ માં ગુજરાતમાં ગામે ગામ ૨૪ કલાક વીજળી પહોંચાડવાની શરૂઆત કરી. વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી અનેક ઔદ્યોગિક રોકાણો ગુજરાતમાં આવ્યા આજે પણ સમગ્ર દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત પ્રથમ એક થી ત્રણ નંબર પર આવે છે. સમગ્ર દેશની નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૩૦ ટકા છે.તેમણે વધુમાં કહ્યું કે નરેન્દ્ર ભાઈ મોદીના મુખ્યમંત્રી કાર્ડથી જ ગુજરાતના વિકાસ યાત્રા શરૂ થઈ અને અનેકવિધ ગરીબ કલ્યાણના યોજનાઓ અમલમાં આવી. શૌચાલય, ૨૪ કલાક વીજળી, જનધન બેન્ક એકાઉન્ટ, માં કાર્ડ આયુષ્યમાન કાર્ડ અને ૨૩૦ કરોડ નિશુલ્ક રસીના ડોઝ, પાકી સડકો, પહોળા હાઇવે , પીવાનું શુદ્ધ પાણી જેવા અનેક આયામો પૂર્ણ થયા. કોરોના જેવા કપરા સમયમાં પણ ભાજપાના કાર્યકર્તાઓ ઘેર ઘેર જઈ રસી અપાવી, હોસ્પિટલમાં લઇ જવાનું, રાશન પહોંચાડવાનું, ઓક્સિજન ર્ષ્ઠહષ્ઠીહંટ્ઠિંી ની સુવિધાઓ નાગરિકોને પૂરી પાડી.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ લોકડાઉનમાં ગરીબોની ચિંતા કરી સવા બે વર્ષ સુધી દેશના એંશી કરોડ નાગરિકોને પ્રતિમાસ પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજ નિશુલ્ક આપી તેમના ઘરનો ચૂલો સળગતો રાખ્યો. માણસામાં ભાજપાના વિધાયક ન હોવા છતાં ભાજપાની સરકારે અનેક વિકાસ કાર્યો કર્યા છે. હાલ ગુજરાત માટે ડબલ એન્જિન સરકાર છે તેમાં માણસામાં ભાજપ વિધાયક ચુંટીને ટ્રીપલ એન્જિન બનાવી માણસા નો વિકાસ વધુ ઝડપથી આગળ વધારવા ગૃહમંત્રી શાહે અપીલ કરી હતી.ભાજપા સરકારે સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનો લોકાર્પણ પીએમ પોષણ યોજના હેઠળ ૨૫,૦૦૦ બાળકોને પૌષ્ટિક આહાર રસોઈ, મહાત્મા ગાંધી પુસ્તકાલયનું પુનનિર્માણ, જલ પુરતી યોજના હેઠળ દસ લાખ લિટરનો રોજ શુદ્ધ પાણી મળે તેવી યોજનાની શરૂઆત, માણસા બાવળા ફોરલેન રોડ નું કામ, ૫૦ કરોડની અન્ય નાની યોજનાઓ, પાંચ કરોડના ખર્ચે ઘન કચરાના નિકાલ માટેની યોજના, આ ઉપરાંત જિલ્લામાં ૮૩ હજાર બહેનોને ગેસ કનેક્શન ૭૦૦૦ લોકોને પોતાના આવાસ, ૧૩૦૦૦ લોકોના ઘરોમાં વીજળી પહોંચાડી, ૨.૩૦ લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ૩૬૦ કરોડ રૂપિયાની સહાય ૧.૨૩ લાખ શૌચાલય સહિત ત્રણ વર્ષમાં જ કુલ રૂપિયા ૧૧૮૨ કરોડના વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. તેઓએ માણસામાં મોજુદ સિવિલ કરતાં પાંચ ગણી મોટી હોસ્પિટલ માણસામાં બનશે તેવી ખાતરી ઉચ્ચારી હતી.ગૃહ મંત્રી શાહે વધુમાં કહ્યું કે બાલવાનું તળાવ ઊંડું કરીને નર્મદાને પાણીથી ભરાય અને આજુબાજુના જમીનમાં પાણીના સ્તર ઉચા આવે તે પ્રકારની યોજના ઘડાઈ ચૂકી છે. આ ઉપરાંત મકાખાડ વિજાપુર ૪૪૦ કરોડના ખર્ચે બ્રોડગેજ લાઈન, સાદરા અલુવા વચ્ચેના બ્રિજ જેવા અનેક વિકાસ કાર્યો આ વિસ્તારમાં ભાજપા સરકારે કર્યા છે.આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ જમ્મુ અને કાશ્મીરને સાચા અર્થમાં ભારતનું અભિન્ન અંગ બનાવ્યું અને કલમ ૩૭૦ નાબૂદ કરી, આતંકવાદીઓ પર સર્જિકલ અને એર સ્ટ્રાઈક કરી અને રાષ્ટ્ર વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરી. કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરતી હતી, તેથી જ તેમની સરકારમાં રાષ્ટ્રવિરોધીઓની હિંમત વધી હતી, જ્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં રાષ્ટ્રવિરોધી કામ કરનારાઓમાં આજે કંઈ કરવાની હિંમત નથી. આજે આપણા વડાપ્રધાનના અથાક પ્રયાસોને કારણે અયોધ્યામાં ભગવાન રામલલાના ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.
જ્યારે કોંગ્રેસની ચાર પેઢીની સરકારોએ ભગવાન શ્રી રામના મંદિરનો મામલો ગૂંચવ્યો હતો. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના તમામ આસ્થાના કેન્દ્રોનો પુનઃવિકાસ કર્યો છે અને તેનું મહત્વ પુનઃસ્થાપિત કર્યું છે. કાશી વિશ્વનાથમાં બાબા વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, કેદારનાથ અને બદ્રીનાથ ધામનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, ઉજ્જૈનમાં મહાકાલ મંદિર સંકુલને ભવ્યતા આપવામાં આવી છે, દિવ્ય સોમનાથ મંદિર સંકુલને વધુ ભવ્ય બનાવવા માટે કાર્ય કરવામાં આવ્યું છે. અંબાજીનું સુંદર અને દિવ્ય મંદિર બંધાયું છે અને પાવાગઢનો પણ વિકાસ થયો છે. આ બધું જાેઈને કોંગ્રેસને પેટમાં દુખાવો થાય છે અને ઊલટું તે ભાજપને પૂછે છે કે તમે શું કર્યું? આ કોંગ્રેસની વોટબેંકની રાજનીતિ હતી, એવું નથી કે તેણે પોતાના કાર્યકાળ દરમિયાન ન તો કલમ ૩૭૦ હટાવી, ન તો આતંકવાદીઓ પર હુમલો કર્યો, ન તો અયોધ્યા મુદ્દાને ઉકેલવા દીધો. ભાજપ વિકાસ, રાષ્ટ્રવાદ, ગરીબ-કલ્યાણ અને વિચારધારાની રાજનીતિ કરે છે, મતબેંકની નહીં. આ જાહેર સભામાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, સાંસદો, પ્રવાસી આગેવાનો, સિનિયર અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક ભાજપા સંગઠન પદાધિકારીઓ,ચૂંટાયેલા સભ્યો તેમજ કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.