ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપે જીત ઇતિહાસ બનાવ્યો છે. પાંચમાંથી ત્રણ બેઠકો પર ભાજપે જંગી લીડ સાથે અનેક રેકર્ડ તોડાયા છે. જેમાં એક રેકર્ડ અલ્પેશ ઠાકોરના નામે નોંધાયો છે. જિલ્લાની વિધાનસભા બેઠકો પર ૧૯૬૨થી લઈને ૨૦૨૨ સુધી ૫૮ ધારાસભ્યો ચૂંટાયા છે. જેમાં ૬૦ વર્ષની સૌથી મોટી લીડનો રેકર્ડ અલ્પેશ ઠાકોરના નામે નોંધાયો છે.અત્યાર સુધી સૌથી વધી લીડ ૨૦૦૨માં ડો. સી. જે. ચાવડાની ૨૦,૦૨૫ હતી. જાેકે ગુરૂવારે જાહેર થયેલા પરિણામમાં લીડની બાબતે સી. જે. ચાવડા ચોથા નંબરને ધકેલાયા છે. ૩૯૨૬૬ની લીડ સાથે માણસાના જે. એસ. પટેલ બીજા નંબરે જ્યારે ગાંધીનગર ઉત્તરના રીટાબેન પટેલ ૨૬૧૧૧ લીડ સાથે ૩જા નંબર રહ્યાં છે.
અત્યાર સુધીના ટોપ-૧૦ માર્જિનના વિજેતાઓમાં પાંચ ભાજપ, બે કોંગ્રેસ અને ત્રણ કોંગ્રેસ(ઓગ્રેનાઇઝેેશન)ના ઉમેદવારો છે. માર્જિનના રેકર્ડ સાથે ગાંધીનગર ઉત્તર બેઠક પર બીજાે એક રેકર્ડ નોંધાયો છે. જેમાં રીટાબેન પટેલ ૬૦ વર્ષના ઇતિહાસમાં ગાંધીનગરમાં ચૂંટાયા હોય તેવા બીજા મહિલા ધારાસભ્ય બનશે. જ્યારે ભાજપમાંથી ચૂંટાયા હોય તેવા તે પ્રથમ ધારાસભ્ય બનશે.
માણસા બેઠક પર સૌથી મોટી લીડ, માણસા બેઠક પર ૧૯૬૨થી લઈને ૨૦૨૨ સુધીના ઇતિહાસની સૌથી મોટી ૩૯૨૬૬૬ની લીડ જે. એસ. પટેલના નામે નોંધાઈ હતી. આ બેઠક પર અત્યાર સુધી સૌથી મોટી લીડ ૧૯૭૨માં NOCના મોતીભાઈ ચૌધરીના નામે ૧૬૬૫૭ની હતી. જેને ભાજપે પાર કરી દીધી છે.
દહેગામમાં ૧૯૮૫માં નોંધાયેલો રેકોર્ડ તૂટ્યો, દહેગામ બેઠક પર અત્યાર સુધી સૌથી વધુ ૧૩૨૭૯ લીડ ૧૯૮૫માં ભાજપના ગાભાજી ઠાકોરના નામે હતી. ત્યારે આ વખતે બલરાજસિંહ ચૌહાણ ૧૬૧૭૩ની લીડ મેળવીને આ રેકર્ડ તોડ્યો છે. દહેગામ બેઠક પર અત્યાર સુધીની સૌથી ઓછી ૧૨૯૦ની લીડ ૧૯૬૨માં કોંગ્રેસના વિઠ્ઠલભાઈ અમીનના નામે છે.
કલોલમાં ૧૦,૩૧૬થી વધુની લીડ નથી મળી, કલોલ બેઠકના ૧૯૬૨થી લઈને ૨૦૨૨ સુધીના ઇતિહાસમાં સૌથી વધુ લીડ ૧૯૭૫માં NOCના ચીમનભાઈ પટેલના નામે ૧૦૩૧૬ની બોલે છે. આ લીડને હજુ સુધી કોઈ કાપી શક્યું નથી. રાજ્યભરમાં ભાજપની સુનામી જેવી સ્થિતિ વચ્ચે પણ આ વખતે કલોલમાં ભાજપના લક્ષ્મણજી સૌથી પાછળ રહ્યાં છે.
સૌથી ઓછી લીડનો રેકોર્ડ બળદેવજીના નામે, ગાંધીનગર જિલ્લાના ૬૦ વર્ષના ઇતિહાસમાં સૌથી ઓછી ૩૪૩ લીડનો રેકર્ડ કલોલમાં ૨૦૧૨ બળદેવજી ઠાકોરના નામે નોંધાયો હતો. જે બાદ ૨૦૧૭માં માણસામાં કોંગ્રેસના સુરેશ પટેલ ૫૨૪ સાથે બીજા નંબરે, ૧૯૮૫માં માણસામાં કોંગ્રેસના હરિપ્રસાદ શુકલા ૫૫૧ લીડ સાથે ત્રીજા નંબરે રહ્યા હતા.
વર્ષ ઉમેદવાર બેઠક પક્ષ માર્જિન
૨૦૨૨ અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ ભાજપ ૪૩૦૬૪
૨૦૨૨ જે. એસ. પટેલ માણસા ભાજપ ૩૯૨૬૬
૨૦૨૨ રીટાબેન પટેલ ગાંધીનગર ઉત્તર ભાજપ ૨૬૧૧૧
૨૦૦૨ સી. જે. ચાવડા ગાંધીનગર ઉત્તર કોંગ્રેસ ૨૦૦૨૫
૧૯૮૦ કાસમબાપુ ગાંધીનગર કોંગ્રેસ ૧૭૨૦૫
૧૯૭૨ મોતીભાઈ ચૌધરી માણસા NOC ૧૬૬૫૭
૨૦૨૨ બલરાજસિંહ ચૌહાણ દહેગામ ભાજપ ૧૬૧૭૩
૧૯૭૫ જેઠાલાલ પટેલ ગાંધીનગર NOC ૧૫૮૧૧
૧૯૭૫ મોતીભાઈ ચૌધરી માણસા NOC ૧૩૬૫૫
૧૯૮૫ ગાભાજી ઠાકોર દહેગામ ભાજપ ૧૩૨૭૯