ગુજરાતમાં ભાજપને ૧૫૬ સીટો આવી છે, અને છફ્ફડ ફાડકે જીત મેળવી છે, ત્યારે ૧૫૬ ને સાચવવા અત્યારે તકલીફ નહીં પડે પણ આવનારા વર્ષોમાં તકલીફ પડવાની છે, ત્યારે મોટાભાગના કોંગ્રેસમાંથી આવેલા છે, ૧૫૬ સીટમાંથી ચૂંટાયેલા જાેવા જઈએ તો ૫૦% થી વધારે કોંગ્રેસ યુક્ત કહી શકાય, ત્યારે નવા ચૂંટાયેલા સભ્યોમાં મોટાભાગના મંત્રીઓ બનવા થનગની રહ્યા છે, ત્યારે વર્ષોથી અને ૫ ટર્મથી ચૂંટાતા લચ્છા ઘસે છે, ત્યારે ૨૦૧૭ ની ચૂંટણીમાં ભાજપની સત્તા આવી ત્યારે મંત્રી પદ વખતે જે નિમણૂક કરવામાં આવી ત્યારે મોટાભાગના મંત્રીઓ કેબિનેટ તથા રાજ્ય કક્ષાના મંત્રીઓ કેબિનેટ હોય ત્યારે હાજર રહેતા હતા, અને પછી વતન ભણી રવાના, અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ અઠવાડિયામાં ૧ દિવસમાં હાજરી પુરાવીને જતા રહેતા હતા, ત્યારે પ્રજાના કામોની ધક્કા મારવા અરજદારે છેક ભાડા ખર્ચીને સચિવાલય સુધી લાંબા થયા હોય, અને મંત્રી ન મળવાથી ઘરમના ધક્કા થતા હતા, ત્યારે ફક્ત ને ફક્ત ડેપ્યુટી મુખ્યમંત્રી એવા નીતિન પટેલની સૂચક હાજરી જાેવાતી હતી, પાંચ વર્ષમાં સૌથી વધારે હાજરી અને અરજદારોને મળવાનો રેકોર્ડ ચકાસવામાં આવે તો નીતિન કાકા નો પ્રથમ ક્રમાંક આવે તેમાં કોઈ શંકાને સ્થાન નથી, ત્યારે ચકાસણી કરવી હોય તો જે અરજદારો સચિવાલય પોતે પાસ કઢાવે ત્યારે કયા મંત્રીને મળવું છે, ત્યારે સૌથી વધારે નીતિન પટેલનું નામ આવે, અને હા કોઈ બીજા મંત્રીને મળવા આવ્યા હોય અને ન મળે તો મુખ્યમંત્રી અને તે ન મળે તો ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન કાકાતો હાજર જ હોય, પ્રજાના કામ થાય ન થાય પણ ભાડા ખર્ચીને સચિવાલય સુધી અરજદાર લાંબો થયો હોય અને મંત્રી ન મળે તો ઘરમના ધક્કા પડતા હોય છે, ત્યારે અરજદારને મંત્રી મળે અને હાજર પાંચ દિવસ રહી શકતા હોય તેવાની મંત્રીમંડળમાં સ્થાન આપવા પણ પ્રજામાં લોક માંગણી ઉઠવા પામી છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ ઝ્રઇ પાટીલને પણ ૧૫૬ સીટનો શ્રેય મોટો જાય છે, ત્યારે પ્રદેશ પ્રમુખશ્રી જ્યારે મંત્રીમંડળનું લિસ્ટ બનાવવામાં આવે ત્યારે પાંચ દિવસ પ્રજાના સેવક તરીકે હાજર રહી શકતા હોય તેવી વ્યક્તિઓની નિમણૂક કરવા લોકમાનગણી ઊઠવા પામી છે,
ગુજરાતના ખૂણે ખૂણાથી આવતા અનેક અરજદારોને જિલ્લામાં કામ ન થતું હોય તો જ લાંબો અહીં સુધી થાય, ત્યારે પાંચ દિવસ હાજર રહે મંત્રીઓ તો કોઈને ઘરમના ધક્કા ન પડે તેવી માંગ ઉઠી છે.