અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાપુરના વેપારી પાસેથી ૧.૩ કરોડની ખંડણી માંગનારને ઝડપ્યો

Spread the love

 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક

અમદાવાદ

વસ્ત્રાપુરના વેપારીને તા.૨૧/૧૨/૨૦૨૨ ના રોજ એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરી એક કરોડથી વધુની ખંડણી માંગી હતી, જેમાં ખંડણી માંગનાર વ્યક્તિએ વેપારીને કહેલ કે, તુમ્હારા લડકા લંડન મે પઢતા હૈ ઉસકી મુજે સુપારી મીલી હૈ, તેમ કહીને રૂપિયા ૧.૩ કરોડ માંગતા વેપારીએ ફરીયાદ કરી હતી જે મુજબ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ-૩૮૭, ૫૦૭, ૫૦૬(૨) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરીયાદીના દિકરાને મારી નાખવાની ધમકી આપી રૂ.૧,૦૩,૫૦,૦૦૦/- જેટલી માતબર રકમ ખંડણી પેટે માંગવા જેવી ગંભીર બાબત હોય આ ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સુચના આધારે, મદદનીશ પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ, પો.ઇન્સ. બી.એસ.સુથાર, પો.ઇન્સ. એ.ડી.પરમાર તથા પો.સ.ઇ. બી.યુ.મુરીમા, વા.પો.સ.ઇ. એમ.ડી.મકવાણા તથા હે.કો. પરીમલભાઈ હસમુખભાઇ ઇન્દ્રપ્પા તથા સ્કોડના માણસોએ વોચ ગોઠવી હતી.

આ બનાવની માહિતી આપતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી બાબતે ટેકનીકલ સર્વેલન્સ મારફત તપાસમાં હતા તે દરમ્યાન ફરીયાદીને ફોન કરી તેમજ મેઇલ કરી ધમકીઓ આપી ખંડણી માંગનાર વ્યક્તિ તરીકે (૧) મોહનરાજ જયબાલમ સગુંદર મણીનગર, અમદાવાદ તથા તેના મદદગાર તરીકે મોહન ગવન્ડર મણીનગરના હોવાની હકીકત શોધી કાઢી બન્નેને પક્ડી લઇ આ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.ધરપકડ કરાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન મુખ્ય આરોપી મોહનરાજ જયબાલમ સેંગુંદરનો પ્રાઇવેટ બેન્કમાં નોકરી કરતો હોય, ફરીયાદીના એકાઉન્ટ નંબરો તથા ફરીયાદીની કંપની તથા તેના ઇમેઇલ આઇ.ડી. તથા ફરીયાદી તથા તેમના પરીવારજનોના મોબાઇલ નંબર તથા ફરીયાદીના રહેણાંક તેમજ પરીવારજનોની હકિકતથી વાકેફ હતા. અને આરોપીએ aumpatel43346@gmail.com નુ ખોટુ ઇમેઇલ આઇ.ડી. બનાવી તે આધારે એપ ડાઉનલોડ કરી તેના પરથી ફોન કર્યા હતા. તેમજ આ ખોટા ઇમેઇલ આઇ.ડી. ઉપરથી ફરીયાદીને ધમકી ભર્યા મેસેજો કરી રૂ.૧,૦૩,૫૦,૦૦૦/- ની ખંડણી પેટે માંગણી કરી હતી. જે માહીતી આધારે ફરીયાદીકીને ટાર્ગેટ કરી મોટી રકમની ખંડણી માંગવાનો ગુનો આચરેલ હોવાની હકીકત તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે. જે ગુનાની વધુ તપાસ પો.ઇન્સ. એ.ડી.પરમાર ચલાવી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com