GJ-18ના “ખ” માર્ગના ખ-7 પાસેના સર્કલે કોઈએ ગટરનું ઢાંકણું તૂટી ગયું હોવાથી ઝાડના પાંદડા અને ભાજપની ઝંડી લગાવી દીધી છે, ત્યારે ઝંડી કોઈ ગટરમાં પડી ન જાય તે માટે સહાયતા રૂપ લગાવી છે, ત્યારે ભાજપની 41 સીટો સાથે મનપા બની છે, પણ કામમાં ઉદાસીન તંત્ર હોય તેવું લાગે છે, ત્યારે રોજબરોજ ગટરના ઢાંકણા તૂટેલા ઘણી જ જગ્યાએ જોવા મળે છે.
મનપાના સમાવિષ્ટ વિસ્તારોમાં અનેક સમસ્યાઓ સાથે દરેક રોડ ,રસ્તા પર ગટરના ઢાંકણા થી લઈને રોડ ,રસ્તા પણ તૂટી ગયા છે, ત્યારે તંત્ર વામણું પુરવાર થયું છે, ત્યારે શી ખબર પનોતી કોની લાગી છે, એક કામ પૂર્ણ થાય ત્યાં ત્રણ ઉભા થાય, ત્યારે કામમાં મીંડું હોય તેવો ઘાટ સર્જાયો છે, માનવ મિત્ર દ્વારા શહેરમાં સમસ્યાઓ રોડ, રસ્તા પર જોવાતી હોય ત્યારે તેના ફોટા પાડેલ જે વાહન- ચાલકો, રહીશો ઘર ટેક્સ, રોડ ટેક્સ ,ભરવા છતાં સુવિધા ન મળતી હોય તો શું કરવાનું ?
શહેરના માર્ગો ઉપર ગટરના ઢાંકણા જેટલા નાખવામાં આવ્યા છે, તે મોટાભાગના તકલાદી હોય તેવું લાગે છે, તમામ જગ્યાએ ઢાંકણા તૂટવાના બનાવો બનેલા છે, હવે ગટરના ઢાંકણા ચોરતી ગેંગ પણ સક્રિય બની છે, ત્યારે BSNL ( સે-11 ) ખાતે ગટરનું ઢાંકણું જ ગાયબ થઈ ગયું છે, ત્યારે ગટરમાં પડશે તો ટેક્સના ભરનાર GJ-18નો નગરજન જ ને ?