2,3BHK ગુડા બનાવે તો બિલ્ડરો નો માલ વેચાય નહીં, જેથી બિલ્ડરોનો વિરોધ,
ગુડા દ્વારા 1 BHK મકાન ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે 2,3BHK ક્યારે ?
1 BHK મકાનો 50% જરૂરિયાત વગરના, વેચવા પડે તેવી સ્થિતિ, સમાવેશ ન થતા લોકોની 2BHK તરફ દોટ
ભારતના વડાપ્રધાન શ્રી, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી ,મુખ્યમંત્રી શ્રી ,2 BHK ,3 BHK, મકાનો બને તેવી લોકોની માંગણી હોય જેથી આદેશ સત્વરે કરો,
ગુજરાતમાં હાઉસિંગ બોર્ડ, અને દરેક જિલ્લામાં અર્બન ડેવલોપમેન્ટની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે જે તે જિલ્લાનો વિકાસ કરવા વડોદરા-વુડા, જામનગર- જુડા, રાજકોટ -રૂડા ,અમદાવાદ -ઔડા, તેમ GJ-18 નું ગુડા બનાવેલ છે, ત્યારે ગુડા પાસે હાલ ક્રીમ વિસ્તારમાં 10 હજાર કરોડની જમીનો અને જગ્યા છે, ત્યારે 2BHK મકાનો થોડા બનાવ્યા બાદ 2BHK બનાવવાના બંધ કરી દીધા છે, ત્યારે 1 BHK મકાનો ગરીબો માટે બનાવવામાં આવે છે, ત્યારે ફક્ત 36 વારના મકાનમાં પતિ, પત્ની રહે, પછી શું ? ફેમિલીને રાખવું ક્યાં ? ત્યારે હજારો મકાનોમાં ફેમિલી ન સમાતા ઘણા જ મકાનો વેચવા માર્કેટમાં આવ્યા છે, ત્યારે ગરીબ વર્ગ માટે જો 1 BHK, હોય તો 2BHK, અને 3 BHK, મધ્યમ વર્ગ માટે બનાવવા લોકો કહી રહ્યા છે, ક્યારે મોટા મકાનો ના સ્પેસ બનાવવા ગુડા કવાયત તેજ કરે તો બિલ્ડર લોબીની વાંધો પડી રહ્યો છે, કારણ કે ગુડા દ્વારા જે 2BHK મકાનો બનાવ્યા, ત્યારે હજારો ફોર્મ ભરાયા હતા, અને ઘણા જ લોકો ડ્રોમાં ન લાગતા રહી ગયા છે, ત્યારે મધ્યમ વર્ગ ગુડા નવા મકાનો બનાવે તેની જાહેરાત કરે તેની રાહ જોઈ રહ્યા છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબજો રૂપિયાની ગ્રાન્ટ અને વંચિતોનો વિકાસ તથા ઘરવિહોણા અને શહેરમાં ભાડાના મકાનમાં રહેતા લોકો માટે 1 BHK મકાનની સ્કીમ ગુડા મારફતે લાવ્યા, પણ અત્યારે સ્થિતિ એવી છે, કે 1 BHK મકાનમાં ફેમિલી નો સમાવેશ થતો નથી, અને ગુડા દ્વારા બિલ્ડરના લાભાર્થે 2BHK, 3bhk મકાનો બનાવવાના બંધ કરી દીધા છે, જ્યારે પૂછવામાં આવે તો જણાવે કે ઉપરથી આદેશ છે, કે 1 BHK બનાવવાના, ત્યારે આ આદેશ ખરેખર છે કે પછી બિલ્ડરોનું માલ ન વેચાય એટલે આ સ્કીમો રોકી રાખવામાં આવી છે.
ગુડા દ્વારા કુડાસણ ખાતે જે 2BHK મકાનો બાંધવામાં આવ્યા તેમાં જે તે વખતે બિલ્ડરોને વાંધો હતો, અને પછી, 1 BHK બનાવવામાં આવ્યા છે, તેમાં ફેમિલી જેમ મોટું થાય એટલે મજબૂરીમાં ગુડા નું મકાન વેચવું પડે તેવી નોબત આવે છે, અને જેથી 2BHK અને 3 BHK મકાનો બાંધવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી ઊઠવા પામી છે. બિલ્ડર લોબી દ્વારા ઉચ્ચ કક્ષાએ આ રજૂઆત કરવામાં આવી હોવાનું પણ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે, ત્યારે ગુડા દ્વારા 2,3bhk સ્કીમ મૂકવામાં આવે તેવું મધ્યમ વર્ગ ,ઇચ્છી રહ્યું છે, 10,000 કરોડની જમીનમાં અનેક વખત પ્રોપાગંડા થઈ ગયા છે, 150 કરોડનો માલ ગૂડાનો છ મહિના માર્કેટમાં વેચાવા ફર્યો હતો, ગુડા દ્વારા જે દુકાનો બનાવવામાં આવી તેમાં હજુ પણ ઘણી હરાજી બાકી છે, જે ભાડે હોલ આપેલા છે તેના સમયસર ભાડા પણ આવતા નથી, બાકી 10 હજાર કરોડનો ગુડા નો માલ વેચાશે તો તગારે, પગારે તમામ નાણાં પૂરા થઈ જશે, જેથી સરકારે પણ હવે 2,3bhk ઉપર નજર દોડાવીને મધ્યમ વર્ગ માટે કાંઈક કરવું જોઈએ,
ગરીબોને 1 BHK, મધ્યમ વર્ગ માટે બાવાજીનું ઠુંલ્લું જેવો ઘાટ, તમામ લાભો ગરીબોને મળે, તો મધ્યમ વર્ગ બધી રીતે પીસાઈ રહ્યો છે, ત્યારે મધ્યમ વર્ગ માટે આવાસો 2,3bhk ક્યારે ?
10 હજાર કરોડના પ્લોટ માં મધ્યમ વર્ગ માટે બની શકે તેમ છે,
વાંધા, વચકા બિલ્ડરોને છે, બિલ્ડરોને વાંધો છે ,કારણ કે 2,3bhk મકાનો, દુકાનો બનાવવામાં આવે તો બિલ્ડરો નો માલ વેચાય નહીં, તે દહેશતના કારણે 2,3bhk ને સરકાર પર દબાણ લાવીને અટકાવી રાખી હોવાનું સૂત્રો જણાવે છે.
ગુડાએ ખોલ્યો વાલ્વ,10 હજાર કરોડનો માલ, બિલ્ડરો માટે લાલ જાજમ, લુંટો ભાઈ લુટો જેવો ઘાટ,
વડાપ્રધાન શ્રી, કેન્દ્રીય ગૃહ મંત્રી, મુખ્યમંત્રી મધ્યમ વર્ગ માટે કાંઈક કરો, આ આવાજ GJ-18ની જનતા નો છે. બિલ્ડરોને 10 હજાર કરોડની જમીનો લૂટાવવા ગુડાનો જોવા જઈએ તો સંનિષ્ઠ પ્રયાસ,