શિયાળાની કઙકડતી ઠંડીમાં શૌચાલય, ઘરના દરવાજા ઉપર લગાડેલા બેનરો શિયાળામાં હુંફ આપી રહ્યા છે,
દેશમાં ચૂંટણી આવે એટલે બેનરોના રોડ, રસ્તા પર ઢગ ખડકાઈ ગયા હોય તેમ જાહેરાતો મોટી મોટી લાગી ગઈ હોય, ત્યારે મોટા ગજાના નેતાઓના પણ બેનરો લાગતા હોય છે, હા, કાર્યક્રમ સંપન્ન થઈ ગયા બાદ આ બેનરો કોઈ કામના નથી હોતા, ત્યારે આ બેનરો ભલે લોકો કચરો સમજતા હોય પણ ગરીબો માટે કંચન હોય તેમ વરસાદ આવે એટલે ઘરમાં પાણી ન આવે, કઙકઙતી ઠંડીમાં બચવા અને પવન ન આવે તે માટે ભરપૂર ઉપયોગ રોડ, રસ્તા ,અને ઝૂંપડા બાંધીને રહેતા લોકો માટે સ્નાન કરતી વખતે પોતાનું અંગ બચાવવા બેનરો નો ઉપયોગ, શૌચાલયથી લઈને બાથરૂમ રોડ, રસ્તા પર બનાવેલા તેનો સદ્ ઉપયોગ થતો રહે છે,
બેનરમાં વડાપ્રધાન થી લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અને હાર્દિક પટેલ દ્વારા રોડ, રસ્તા પર મારેલા બેનરો ,ગરીબોના આશિયાના અને કડકડતી ઠંડીમાં ઠરે નહીં તેના માટે આશીર્વાદરૂપ બન્યા હતા.
પ્લાસ્ટિકના બેનરો કાર્યક્રમ સંપન્ન થઈ જાય તે બાદ ચા ની કીટલી, લારી ગલ્લા, ઝૂંપડાવાસી, શ્રમજીવી માટે ઉનાળો, શિયાળો, ચોમાસામાં આશીર્વાદરૂપ બન્યા છે, હવે પ્લાસ્ટિકની તાડપત્રી નાણા ખર્ચીને લાવવી કરતા, આ બેનરો રોડ, રસ્તા પર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પસ્તી જ હોય છે, ત્યારે કચરો બનેલા બેનરો ગરીબો માટે કંચન જેવા આશિયાના બન્યા,
ગરીબો માટે હાર્દિક પટેલના બેનરો આશિયાના બન્યા, કઙકડતી ઠંડીમાં અંગનું પ્રદર્શન ન થાય તે માટે બેનર બની દિવાલ…