કેન્દ્રની લોકસભા અને ગુજરાતની વિધાનસભામાં રજુ કરેલ બળાત્કાર અને સામૂહિક બળાત્કારના આંકડાઓમાં વિસંગતા : કોંગ્રેસ પ્રવકતા પાર્થિવરાજસિંહ 

Spread the love

ગુજરાત વિધાનસભામાં આંકડા ૨૦૨૦ અને ૨૦૨૧માં ૩૭૯૬ બળાત્કાર અને ૬૧ સામુહિક બળાત્કાર અને લોકસભામાં ૨૦૨૦ અને ૨૦૨૧માં ૧૦૭૫ બળાત્કાર અને ૩૫ સામુહિક બળાત્કારના ગુન્હાઓ નોંધાયા : સરકાર ખુલાસો આપે કે સાચા આંકડા વિધાનસભાના કે લોકસભાના ? ખોટા આંકડા આપનાર આપનાર સામે કાર્યવાહી થવી જોઈએ

અમદાવાદ

રાજીવ ગાંધી ભવન ખાતે આજે પત્રકારોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ ‘બેટી બચાવો’ના નારાની સુફિયાણી વાતો કરતી કેન્દ્રની અને ગુજરાતની ભાજપ સરકારના વિધાનસભા અને લોકસભામાં રજુ કરેલ બળાત્કાર અને સામૂહિક બળાત્કારના આંકડાઓમાં વિસંગતાઓનો ચોકાવનારો ખુલાસો થાય છે. ગુજરાત રાજ્યની વિધાનસભામાં તારીખ ૧૦ માર્ચ ૨૦૨૨ના રોજ પુછાયેલ સવાલના જવાબમાં ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજુ કરેલ જવાબમાં વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ ના બે વર્ષ દરમ્યાન રાજ્યમાં ૩૭૯૬ બલાત્કાર અને ૬૧ સામુહિક બળાત્કારના ગુન્હાઓ નોંધાયા હતા તેમ વિધાનસભાના ગૃહમાં રજુ કરેલ હતો. જ્યારે તારીખ ૨૦ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ લોકસભામાં પુછાયેલ સવાલના જવાબમાં કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગુજરાત રાજ્યમાં નોંધાયેલા બળાત્કાર અને સામૂહિક બળાત્કારના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. લોકસભામાં દર્શાવેલ આંકડા પ્રમાણે વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ દરમિયાન બે વર્ષમાં ૧૦૭૫ બળાત્કાર અને સામૂહિક બળાત્કારના ૩૫ ગુન્હા નોંધાયા હતા. લોકસભામાં કેન્દ્રની સરકાર દ્વારા ૨૦૨૦ અને ૨૦૨૧ના બે વર્ષની બળાત્કારના ૨૭૨૧ અને સામૂહિક બળાત્કારના ૨૬ ગુન્હા, ગુજરાત વિધાનસભા કરતાં ઓછા દર્શાવવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભા આંકડા

લોકસભાના આંકડા

વિધાનસભા અને લોકસભામાં ગુજરાતમાં બનેલ બળાત્કાર અને સામૂહિક બળાત્કારના ગુન્હાના આંકડાની વિસંગતતા દર્શાવે છે કે કેન્દ્રની સરકાર અથવા ગુજરાતની સરકારમાંથી કોઈ એક જૂઠું બોલી રહ્યા છે. ભરોસાની સરકારની વાતો કરતી ભાજપ જુઠાણું ચલાવતી હોય ત્યારે ગુજરાત અને દેશના નાગરિકને ખોટા આંકડાથી ભરોષો ક્યાં થી બેસે? ભાજપ નક્કી કરે કે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિધાનસભા એ વિધાનસભામાં ખોટા આંકડા દર્શાવ્યા છે કે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહએ લોકસભામાં ખોટા આંકડા દર્શાવ્યા છે ? કેન્દ્ર અને ગુજરાતના ગૃહ વિભાગમાંથી એક જેણે ખોટા આંકડા આપ્યાં હોય તેમની ઉપર કાર્યવાહી થવી જોઈએ. નૈતિકતાના આધારે વિધાનસભા કે લોકસભામાં ખોટા આંકડા આપનાર ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. વિધાનસભા હોય કે લોકસભા હોય જો ખોટા આંકડા દર્શાવવામાં આવે તો દેશના નાગરિકોને લોકતંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જશે અને સરકાર ઉપરથી ભરોસો ઉઠી જશે. આંકડા છુપાવવાનું રાજકારણ શું કામ ? કોણ જુઠ્ઠુ બોલી રહ્યું છે અને કોણ સત્ય બોલી રહ્યું છે તે ગુજરાત અને દેશની જનતા જાણવા માંગે છે. સરકાર ખુલાસો આપે કે સાચા આંકડા વિધાનસભાના કે લોકસભાના ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com