આજે ફ્લાવર શો જોવા તમામ કાઉન્સીલરોને આમંત્રણ :આગામી બજેટમાં મુક્તપણે ચર્ચા થાય તે આશય : મેયર કિરીટ પરમાર

Spread the love

શહેરના વિકાસ માટે ક્યારેય ભાજપે કોઈ ભેદભાવ રાખ્યો નથી .દરેક વોર્ડમાં કામને લગતી જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે : મેયર કિરીટ પરમાર

આજે ફ્લાવર શો માં એક સ્ટોલ પર ફોલ્ડિંગ સિંગલ બેડ પર બેસીને મેયર કિરીટ પરમાર અને કૉંગ્રેસ કોર્પોરેટર ઇકબાલ શેખે આનંદ માણ્યો હતો.

આજે ફ્લાવર શો માં ભાજપની મહિલા કોર્પોરેટરો પીળાં કલરની અલગ સાડીની થીમ સાથે દેખાયા હતા

અમદાવાદ

અમ્યૂકો દ્વારા 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ૩ કરોડના ખર્ચે ફ્લાવર શો અમદાવાદના રિવરફ્રન્ટનાં ઈવેન્ટ સેન્ટર ખાતે શરૂ થયો છે.ત્યારે AMC દ્વારા તમામ કાઉન્સીલરોને આજે આમંત્રણ આપવામાં આવ્યું હતું .

અમ્યુકોનાં મેયર કિરીટ પરમાર

આ પ્રસંગે અમ્યુકોનાં મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે આજે તમામ કાઉન્સીલરોને આ ફ્લાવર શો જોવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ આમંત્રણ આપવાનો આશય એ હતો કે આગામી આવનારા બજેટમાં તમામ કોર્પોરેટરો સાથે મળીને મુક્તપણે ચર્ચા કરી શકે.શહેરના વિકાસમાં તમામ કોર્પોરેટરો નું યોગદાન હોય જ છે.શહેર નાં વિકાસ માટે ક્યારેય ભાજપે કોઈ ભેદભાવ રાખ્યો નથી .દરેક વોર્ડમાં કામને લગતી જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ભલે પછી દાણીલીમડા કે બેહરામપૂરા વોર્ડ હોય. અમ્યુકો શહેરમાં તમામ પાર્ટીના કાઉન્સીલરોના સહયોગથી સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે .ફ્લાવર શો માં વિવિધ સ્કલ્પચર પણ ઉભા કરવામાં આવ્યા છે.

ફલાવર શોમા આવનારા તમામ લોકો માટે માસ્ક પહેરવો ફરજીયાત કરાયો છે. વિવિધ કલરની વીસ જેટલી ગ્રીન વોલ સેલ્ફી પોઈન્ટ તરીકે તૈયાર કરવામા આવી છે. ઉપરાંત જુદી-જુદી સાઈઝના ફલાવર ટાવર,મહેંદીમાંથી બનાવેલી ઓલિમ્પિક રમતોના સ્કલ્પચરની સાથે બસો ફુટ લાંબી ગ્રીન વોલ,ફલાવર લવ ગેટ, ફલાવર ફોલ પોટ, ફલાવર ટ્રી તેમજ અલગ અલગ રંગના ફલાવર રોલના સ્કલ્પચર,બોલ તથા ડોલ્ફિન પણ લોકો માટે આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે.ફલાવર શોમાં વન્ય સૃષ્ટિ સંદર્ભમાં સ્કલ્પચરની સાથે સંજીવની પર્વત સાથેના હનુમાનજીની પ્રતિકૃતિ, ધન્વંતરી અને ચરકઋષિના સ્કલ્પચરની સાથે વેજીટેબલની વિવિધ જાતોની સાથે ઓર્કિડ,રેનેસ્કયુલસ,લિલિયમ,પીટુનીયા,ડાયન્થસ જેવી જાતોના દસ લાખથી વધુ પ્લાન્ટેશન પણ મુલાકાતીઓનુ આકર્ષણ બન્યું છે.તેમજ G 20 , સ્પોર્ટ્સ, ઋષિમુનિ, હનુમાનજીના સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. હજી પણ સાત દિવસ બાકી છે ત્યારે ઘણા લોકો જોવા આવશે અને આનંદ માણશે. વિગતો મુજબ છેલ્લા 8 દિવસમાં 5.5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. અત્યાર સુધી 2.80 લાખ ટિકિટનું વેચાણ થયું છે. મહત્વનું છે કે, સ્કૂલના 1.50 લાખ વિદ્યાર્થીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. આ તરફ અટલ બ્રિજની પણ 1.80 લાખ ટિકિટનું વેચાણ થયું હતું.

પીએમ મોદીએ પણ ટ્વિટમાં લખ્યું કે અદભૂત લાગે છે. વર્ષોથી, અમદાવાદના ફ્લાવર શોએ ફૂલો અને પ્રકૃતિ પ્રત્યે શોખીન એવા ઘણા લોકોને આકર્ષિત કર્યા છે.

આ વર્ષે ફલાવર શો આઝાદી કા અમૃત મહોત્સવ અને જી-20ની થીમ ઉપર આધારિત છે. સવારે નવથી રાત્રિના નવ કલાક સુધીનો સમય ફલાવર શો માટે નકકી કરવામા આવ્યો છે. આ ફ્લાવર શો નાં આમંત્રણમાં મેયર કિરીટ પરમાર , હિતેશ બારોટ , ડે.મેયર ગીતાબેન પટેલ , ભાસ્કર ભટ્ટ , ફ્ક્ત કૉંગ્રેસ કોર્પોરેટર ઇકબાલ શેખ અને અપક્ષ કોર્પોરેટર કાળુભાઇ ભરવાડ સહિત ભાજપનાં મોટી સંખ્યામાં કોર્પોરેટરો હાજર રહ્યા હતા .

કૉંગ્રેસ કોર્પોરેટર ઇકબાલ શેખ

ફ્લાવર શો ના ખર્ચની સામે આવક સરભર જેથી પ્રજા પર કોઈ બોજ નહિ તે સરાહનીય : કૉંગ્રેસ કોર્પોરેટર ઇકબાલ શેખ

કૉંગ્રેસનાં કોર્પોરેટર ઇકબાલ શેખે જણાવ્યું હતું કે સૌ પ્રથમ અમ્યુકો ને આ સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવું છું.આ ફ્લાવર શો જોવા માટે ગુજરાતમાં થી અલગ અલગ જગ્યાએથી લોકો આવે છે તેનો મને ગૌરવ છે.સૌથી મહત્વની બાબત એ છે કે આ ફ્લાવર શો માટે અમયુકો દ્વારા વર્ષે ૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેની સામે આવક સરભર થઇ જાય છે એટલે પ્રજાં પર પૈસાનો કોઈ બોજ પડતો નથી જે સરાહનીય છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com