નાના બાળકો માટે પહેલાના સમયમાં સરકારશ્રી દ્વારા બાલમંદિર ચાલતા.આજે આવા બાલમંદિરને સરકાર દ્વારા નવું નામ આપવામાં આવ્યુ છે ‘નંદઘર’.સુખી-સંપન્ન અને આર્થિક રીતે પરવડે એવા પરિવારના સંતાનો મોટી મોટી ફી ભરીને પ્લે હાઉસમાં જાય અને ગરીબ પરીવારના બાળકો ‘નંદઘર’માં જઇને ધમાલ મસ્તી કરે.મહેસાણામાં આવેલા આવા એક ‘નંદઘર’ની ૧૦ નાની-નાની બાળાઓને કોઇ દાતા તરફથી સોનાની બુટી ભેટમાં આપવામાં આવી.આ દાતા કોઇ મોટા ઉદ્યોગપતિ નથી પરંતું મહેસાણાના જુદા-જુદા મંદિરોની બહાર ઉભા રહીને ભીખ માંગવાનું કામ કરતા ખીમજીભાઇ પ્રજાપતિ નામના એક અપંગ ભિક્ષુક છે.
ખીમજીભાઇને બધા ‘ગોદડીયાબાપુ’ તરીકે ઓળખે છે. આ ભાઇ ભીખ માંગીને જે કંઇ રકમ ભેગી કરે એ બેંકમાં જમા કરવાને બદલે દર વર્ષે સરકારી શાળામાં અભ્યાસ કરતી ગરીબ પરીવારની બાળાઓને ઉપયોગમાં આવે એવી રીતે વાપરે છે.ક્યારેક અભ્યાસના પુસ્તકો લઇ આપે તો ક્યારેક સ્ટેશનરી લઇ આપે,ક્યારેક વળી દફતર લઇ આપે તો ક્યારેક નોટબુક અને પેન લઇ આપે.આ વર્ષે થોડી વધુ રકમ ભેગી થઇ તો ગોદડીયાબાપુએ નંદઘરની દિકરીઓ માટે સોનાની બુટી કરાવી આપી…
પોતાના માટે નહીં પણ સરકારી શાળામાં ભણતી ગરીબ વિદ્યાર્થીની દીકરીઓ માટે ખીમજીભાઈ ઉર્ફે ગોદડીયા બાપુતરીકેઓળખાતા સરકારી શાળાનીદીકરીઓને સોનાની બુટ્ટી આપી હતી. આજે ગોદડીયા બાપુજીવિત નથીપણ તેમના કામોની કરેલી ચર્ચાઆજે પણસાંભળવા
મળે છે