પ્રજાના પ્રશ્ને રીટા નો રુઆબ,તારીખ પે તારીખ નહી ક્યારે કરશો, પ્રજાના પ્રશ્નને વાચા આપવા ધારાસભ્ય મેદાને ઉતર્યા
GJ-18 જિલ્લામાં રોજબરોજ દારૂ પકડાય છે, અને અડધી રાત્રે માંગો દારૂ મળી જાય, હવે નવી મોડસ ઓપરેન્ડી એવી થઈ ગઈ છે કે નવયુવાનો દારૂના સપ્લાયર બની ગયા છે, ત્યારે કોડવર્ડથી લઈને કાયમી ગ્રાહક અડધી રાત્રે માંગો ત્યાં ડિલિવરી મળી જાય, ત્યારે બીમાર દર્દીને અડધી રાત્રે દવાની જરૂર પડે તો દવા ન મળે ,કારણ કે તમામ મેડિકલ દુકાનો રાત્રે 11:00 વાગ્યે શટર પડી જાય, ત્યારે આ સંદર્ભે માનવ મિત્ર મા લખેલ તેમાં 24 કલાક કોઈ દવાની દુકાન ખુલ્લી રહેતી હોય તો અમને જણાવો જેનો પડધો GJ-18 શહેરમાં ભારે પડ્યો છે ત્યારે આ પ્રશ્નને વાચા આપવા ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ મેદાને ઉતર્યા છે અને કામમાં વાતોના વડા નહીં ,ક્યારે કરશો ,એ વાત કરો, તડ અને ફડ સાથે રીટા પટેલે પ્રજાના પ્રશ્ને રૂઆબ બતાવ્યો છે.
ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલે Gj- 18 ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોને પત્ર પાઠવીને ઝડપથી 24 કલાક મેડીકલ દવાની દુકાન ચાલુ રહે તે સત્વરે ચાલુ કરવા જણાવેલ જે એસો દ્વારા પાંચ દિવસમાં 24 કલાક મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી સાથે નો પત્ર એસો ના પ્રમુખે એમએલએ ને પાઠવ્યો છે.
GJ-18 ખાતે ૧ થી 30 સેક્ટર તથા ન્યુ GJ- 18 ખાતે કોબા થી લઈને ખોરજ સુધી દવાની દુકાન 24 કલાક ખુલ્લી ન રહેતા લોકોને અમદાવાદ સુધી ઇમરજન્સી દવા લેવા જવું પડે છે, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ ના નિયમો શું છે? મેડિકલ દવાની દુકાન માટે જે લાયસન્સ આપવામાં આવ્યું છે ,તેના ધારા ધોરણો નિયમો પણ છે, ત્યારે આવનારા દિવસોમાં રીટાબેન કડક થયા છે, જેથી એસો. પાંચ દિવસમાં શું કરે છે ,તે જોવું રહ્યું.