૫૧ પેઢીઓ થકી રૂ. ૫૭૭ કરોડના બિલો ઇસ્યુ કરી રૂ. ૯૭ કરોડની વેરાશાખ પાસઓન કરી : અમદાવાદની રુદ્ર ટ્રેડલિંક્સ , સપના એન્ટરપ્રાઇઝ , સાવલીયા કોર્પોરેશન , વાસવાણી મેટલ્સ , અમન ટ્રેડિંગ , સોહમ એન્ટરપ્રાઇઝનો સમાવેશ
અમદાવાદ
ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગનો ખાત્મો કરવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા
તા. ૦૭/૦૧/૨૦૧૩ ના રોજથી કૂલ ૬૫ શંકાસ્પદ પેઢીઓના સ્થળો ખાતે રાજ્ય વ્યાપી ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી . ચકાસણીની કામગીરીમાં આવરી લેવામાં આવેલ પેઢીઓમાં અમદાવાદ ૨૯ , વડોદરા ૬ , સુરત ૨૫ ,રાજકોટ ૫ છે.એમ કુલ ૬૫ માંથી આ કાર્યવાહીમાં ૫૧ પેઢીઓ બોગસ મળી આવેલ છે. આ મળી આવેલ બોગસ પેઢીઓ પૈકી ૨૩ પેઢીઓના ડોક્યુમેન્ટસ નકલી જણાયેલ છે તથા ૧૨ પેઢીઓમાં ડોક્યુમેન્ટસનો દુરુપયોગ કરેલ હોવાનું ધ્યાને આવેલ છે. ચકાસણીની કામગીરીમાં ત્રણ ઇસમો મળી આવેલ નથી. જેમની શોધખોળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ બોગસ પેઢીઓ મારફતે રૂ. ૫૭૭ કરોડના બિલો ઇસ્યુ કરી રૂ. ૯૭ કરોડની વેરાશાખ પાસઓન કરવામાં આવેલ છે.
ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગના વિભાગ-૧,અમદાવાદ દ્વારા તા. ૦૮/૦૧ /૨૦૨૩ના રોજ કુલ ૬ શંકાસ્પદ પેઢીઓના સ્થળો ખાતે ચકાસણીની કામગીરી કરવામાં આવેલ જેમાં ૬ પેઢીઓ બોગસ માલૂમ પડી હતી.જેમાં અમદાવાદની રુદ્ર ટ્રેડલિંક્સ , સપના એન્ટરપ્રાઇઝ , સાવલીયા કોર્પોરેશન , વાસવાણી મેટલ્સ , અમન ટ્રેડિંગ , સોહમ એન્ટરપ્રાઇઝ નો સમાવેશ થાય છે.સદર ચકાસણી ના ભાગરૂપે આ અગાઉ તા. ૦૭/૦૧/૨૦૨૩ ના રોજ વિભાગ- ૧,અમદાવાદ દ્વારા આવરી લેવાયેલ પેઢીઓમાં કુલ ૧૬ બોગસ પેઢીઓ મળી આવી હતી. આમ SGST વિભાગ દ્વારા તાજેતરમાં ચાલી રહેલ ઝુંબેશના ભાગરૂપે અત્યાર સુધીમાં વિભાગ-૧, અમદાવાદ દ્વારા કુલ ૨૩ પેઢીઓની ચકાસણી પૈકી કુલ ૨૨ પેઢીઓ બોગસ મળી આવેલ છે.
આવી બોગસ પેઢીઓની મદદથી છેતરપીડી આચરી ખોટી વેરાશાખ મેળવાનાર રીયલ ટેક્ષપેયર એટલે કે બેનીફીશયરી સુધી જીએસટી સીસ્ટમથી પંહોચી શકાય છે. જેથી વિભાગ દ્વારા આવી પેઢીઓ થકી ખોટી વેરાશાખ ભોગવનાર પાસેથી વેરાની વસુલાત તથા આવી પેઢીઓ ઉભી કરનાર અને તેને સંચાલિત કરતા ઇસમો સામે ધરપકડ સહિતની કાર્યવાહી કડક હાથે કરવામાં આવશે.