પૈસો પાત્ર તમામ સગવડો હોય એટલે ભૌતિક સગવડો કરતાં પરસેવો પાડીને બાદમાં પરસેવો લુછીને હવા ખાવી, તેની મજા કાંઇક ઔર હોય છે, આરોગ્યની સંભાળ એજ મંત્ર, દોડ, ચાલવું જરૂરી છે, શ્રમ કરવો જ જાેઈએ ઃ જગત કારાણી
રાજ્યમાં પૈસો પાત્ર તમામ સુવિધાઓ ભલે ગમે તે એટલી હોય, પણ આરોગ્યની સંભાળ હોવી જાેઈએ, હેલ્થ ઇઝ વેલ્થ, ત્યારે GJ-18 ના નામાંકિત બિલ્ડરે ધંધા ઉપરાંત મેરેથોનની દોડમાં પણ પગ પેસારો મોટો કર્યો છે, ત્યારે સવારે દોડવા જવાનું વોકિંગ કરવાનું અને સેક્ટર ૨૧ ખાતે સવારે ચા ની ચૂસકી મારવાની, તુસ્કી મારો તો ઉસકી વાગે ત્યારે વ્યવસાયે બિલ્ડર તેવા જગત તુને કર દિયા ઉજીયારા તેમ GJ-18 નું નામ રોશન કર્યું છે જાેવા જઈએ તો સેક્ટર-૧૧ કોમર્શિયલ વિસ્તાર છે તેનો પાયો નાખનારા પણ આભાસી છે ત્યારે બિલ્ડર બાદ મેરેથોન માં કેટલા ઠોકાયા છે અને ૧૫ મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજમુંબઈ ખાતે યોજાયેલી મુંબઈ મેરેથોનમાં ૧૨૫ મી વખત દોડીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. મુંબઈ સફળતા પૂર્વક પૂર્ણ કરી અને ફિનીશરનો મૅડલ જીતીને સિનિયર સિટીઝન તરીકે ૧૨૫ હાફ મેરેથોન પૂર્ણ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.
જગત કારાણીએ ૫૮માં વર્ષે પ્રથમ મેરેથોન દોડયા બાદ ૬૬ વર્ષની ઉંમરે પહોંચતા એટલે કે માત્ર આઠ વર્ષના સમયગાળામાં ૧૨૫ હાફ મેરેથોન પુરી કરી લીધી છે. જગતભાઈએ કોવિડ કાળના બે વર્ષ બાદ વર્ષ ગયા વર્ષે તેમના ૬૫માં જન્મદિવસ ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ૧૦૦મી મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ત્યારબાદ તેઓએ એક વર્ષમાં ૨૫ મેરેથોન દોડવાનો સંકલ્પ કર્યો હતો. ૨૧.૦૯૭ કિલોમીટરની હાફ મેરેથોન મુંબઈ ખાતે પુરી કરતા પહેલા ભારતની અમદાવાદ, વડોદરા, માઉન્ટ આબુ ટ્રેલ મેરથીન, સતારા, પોરબંદર, વસઈ – વિરાર, બેંગલોર, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા ભારતના વિવિધ શેહરો તથા આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં દુબઈ, પેરિસ, ન્યુયોર્ક, સિડની, લંડન, તથા વિશ્વના વિવિધ ખંડોના પાંચ મહાસાગર આર્કિટેક, ઇન્ડિયન, પેસેફિક, એટલાન્ટિક, સધર્ન વગેરે મેરેથોન સફળતાપૂર્વક દોડીને પૂર્ણ કરી લીધી હતી. ગાંધીનગર રનર્સ ગૃપના સંજય થોરાત, મયુર થાનકી, હરિશ્ચંદ્ર, રમેશ ગટ્ટુ, ભરત પટેલ, ઈન્દ્રસિંહ વાઘેલા, પ્રદીપ ગેહલોત, મીતેશ ગજ્જર, રાજેશ્રી પરમાર, પિન્કી જહા વગેરે સાથી રનર્સ મિત્રોએ જગત કારાણીનીી આ સિદ્ધિ માાટે શુભકામનાઓ પાઠવી છે. જગત કારાણીએ આ વર્ષે પણ ૨૫ હાફ મેરેથોન દોડવાનો સંકલ્પ કર્યો છે. તેઓ અમદાવાદ બી. સફલ મેરેથોન અને ત્યારબાદ ૧૮ મી ફેબ્રુઆરીએ યુએઇમાં રસલ ખીમાં મેરેથોન દોડવા જવાના છે. ગાંધીનગર શહેર એમના માટે ગૌરવ અનુભવે છે.