GJ-18 ખાતે ઉતરાયણમાં પતંગરસીયાઓ ગમે ત્યાં દોરી, ફિરકી થી લઈને દોરીના ગુંચડા ગમે ત્યાં દેખાતા જાેવા મળે છે, ત્યારે આ ગુંચડાના કારણે અનેક પક્ષીઓ, પશુઓ પણ દોરીથી ઘવાયા છે, ગૂંચડામાં ઘણીવાર પક્ષીઓ ફસાઈ જતા હોય છે, ત્યારે કોંગ્રેસના નગરસેવક અંકિત બારોટ દ્વારા ગુચળા ભેગા કરીને હોળી પ્રગટે તેટલા ભેગા કર્યા હતા, અને તેનો નિકાલ કરવા માટે મનપાને ન આપ્યા પણ તેને બાળી નાખ્યા, ત્યારે ગુંચડાનું સોલ્યુશન તો લાવે પણ બાળીને પોલ્યુશન ઊભું કર્યું, ત્યારે જાહેરમાં કચરો ન બાળી શકાય ત્યારે નગરસેવકે ઉમદા કામ કરીને હોળી પ્રગટે તેટલા ગુંચડા કાઢ્યા, પણ બાળીને પોલ્યુશન કરતા લોચા મારી દીધા, ત્યારે મેયર હિતેશ મકવાણાએ એક કિલોના ૨૦૦ રૂપિયા લેવાનું શરૂ કરેલ, જે ગુંચડા લેતા લેતા મેયરના ફદીયા પણ ખાલી થઈ ગયા છે, ત્યારે મેયરે કેટલો સ્ટોક ભેગો કર્યો તે મેયર જાણે, પણ ગુંચડાનો ખજાનો મેયર એ ભેગો કર્યો છે, તે નક્કી છે જે આવનારા દિવસોમાં ખબર પડશે,
ગુંચડાના બેતાજ બાદશાહ મેયરે હવે આ ખજાનો ભેગો કરીને શું કરવા માંગો છો, તે હાલતો રહસ્ય છે, પણ ખજાનો ભેગો કર્યો હોય અને મેયર નાણાં લઈને જ ઓફિસે બેઠા છે, ત્યારે મેયરની ઓફિસે ગુંચડા માસ્ટરો ગોતી ગોતીને મેયરના કાર્યાલય ઠલવી રહ્યા છે, ત્યારે મેયર હવે આ ગૂંચળા નું શું કરે છે તે આવનારા દિવસોમાં ખબર પડશે,
આખા GJ-18 શહેરમાંથી ગુંચડા કેટલા ભેગા થયા,તે મેયરનું ગોડાઉન તપાસો તો ખબર પડે, પણ મેયરને ગુંચડાની મોટી ચાકી આવીગઇ છે, રોજબરોજ નાંણા બેન્કમાંથી ઉપાડીને લાવે છે, અને ગુંચડામના બાદશાહો ઠલવી ઠલવીને રોકડા નાણાં લઇ જાય છે, ગુજરાતમાં જાેવા જઇએ તો મેયરની મોટી પહેલકહેવાય, ત્યારે પહેલે હવે મેયરના ફદીયા ખુટવાડી દીધા છે, બાકી જાહેરમાં કચરો બાળવો એટલે ગુનો ગણાય,