કોંગ્રેસે વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારની નિમણુક કરી

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બદલાય તેવી વકી

અમદાવાદ

ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. આજે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવામાં આવ્યા છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવા બદલ શ્રીમતી સોનિયા ગાંધી , કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે , રાહુલ ગાંધી , કે.સી.વેણુગોપાલ તેમજ કોંગ્રેસ પક્ષના સૌ વરિષ્ઠ આગેવાનોનો હું આભારી છું. આવનારા દિવસોમાં વિધાનસભાથી લઈને જન – જન સુધી પ્રબળ વિપક્ષની ભૂમિકા નિભાવીશું.ગુજરાત વિરોધ પક્ષના નેતા તરીકે જાહેર થતા કોંગ્રેસના કાર્યકરોમાં એક નવો જ જોમ જુસ્સો દેખાઈ રહ્યો છે. આજે રાજીવ ગાંધી ભવન ખાતે તેમને અભિનંદન આપવા આગેવાનો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમા હાર બાદ કોંગ્રેસ હાઈ કમાન્ડ એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આગામી ટૂંક સમયમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ બદલાવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક અઠવાડિયામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની જગ્યાએ કોંગ્રેસ હાઈકમાન્ડ નવું નામ આગામી સમયમાં જાહેર કરશે ?

અમિત ચાવડાનો પરિચય

અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1974માં ગુજરાતના આણંદમાં થયો હતો. તેમનુ આખું નામ અમિતભાઈ અજીતભાઈ ચાવડા છે. તેમણે વર્ષ 1995માં ટેક્નિકલ એક્ઝામિનેશન બોર્ડ, ગાંધીનગરથી કેમિકલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. અમિત ચાવડાના ભરતસિંહ સોલંકી અને માધવસિંહ સોલંકી સાથે ઘરેલૂ સંબંધ છે. અમિત ચાવડા ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ છે. આમ અમિત ચાવડા શરૂઆતથી જ રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અમિત ચાવડાનો જન્મ આણંદ જિલ્લાના આંકલાવમાં થયો છે અને તેઓ તેમના જીવનના શરૂઆતના દિવસોથી જ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. તેઓ NSUI અને બાદમાં ભારતીય યુવા કોંગ્રેસમાં સક્રિય હતા. 47 વર્ષના અમિત ચાવડા વિશે વિગતે વાત કરીએ તો, તેઓ આણંદના આંકલાવના ધારાસભ્ય છે. આણંદ અને આંકલાવમાં સેવાભાવી સંસ્થાઓ, એ.પી.એમ.સી, નાગરિક બેન્ક, અનેક વિવિધ કેળવણી મંડળમાં ટ્રસ્ટી, ચેરમેન તરીકે પોતાની સેવા આપી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે છેલ્લી પાંચ ટર્મથી તેઓ ચૂંટાતા આવે છે. 2004માં પ્રથમ વખત તેઓ બોરસદથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 2012ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી વિધાનસભામાં તેમને ઉપદંડક વિરોધપક્ષનો નવો કારભાર મળ્યો હતો. અમિત ચાવડા રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના દાદા ઈશ્વર ચાવડા એક સમયે સાંસદ હતા. જ્યારે ઈશ્વરભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા. 19 માર્ચ 2018માં ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યા બાદ તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. અમિત ચાવડા એ તેમના પ્રમુખ પદ દરમિયાન ગુજરાત સરકારની કોવિડની નિષફળતાઓ અને મૃત્યુના આંકડા છુપાવવાની વાત પ્રદેશ કોંગ્રેસના અભિયાનથી સાબિત કરી હતી અને દરેક મૃતકના પરિવારને અપેડમિક એક્ટ મુજબ રૂ 4 લાખ ચૂકવવા ઉગ્ર રજુઆત કરી હતી જેના ફળ સ્વરૂપ ગુજરાતના મૃતકોના પરિવાર જનોને 50000 વળતળ ચૂકવવા ફરજ પડી હતી, ગુજરાતમાં ઓબીસી સમાજને થતા અન્યાય સામે મજબુતાઈ થી વારંવાર અવાજ ઉઠાવતા રહ્યા છે.

શૈલેષ પરમારનો  પરિચય

જન્મતારીખ : 26 જૂન 1969

વ્યવસાય : પોલીટિશિયન

શૈલેષ મનહરભાઈ પરમાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે. તેમણે 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શહેર કોટડા વિધાનસભા મતવિસ્તારમાંથી જીત મેળવી હતી. તેમણે દાણીલીમડા વિધાનસભા મતવિસ્તારમાંથી 2012 ,2017 અને હાલમાં ૨૦૨૨ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com