રાજ્ય સરકાર અનેક ગરીબથી લઈને વ્યાજે રૂપિયા લઈને પાયમાલ થઈ ગયેલા અનેક લોકો માટે વ્હારે આવી છે. ત્યારે ગુન્હામાં સૌથી વધારે જો ગ્રાફ ઊંચો 7 દિવસમાં ગયો હોય તો તે વ્યાજખોરોની સામેની ફરિયાદોનો છે, ત્યારે ગુજરાતમાં સૌથી વધારે ફાઇનાન્સ અપાતું હોય, અને લેવાતુ હોય તો તે “ડેઇલી કલેક્શન”છે. ગુજરાતનું કોઈ એવું સ્થળ, જગ્યા નહીં હોય કે જ્યાં ડેઇલી કલેક્શન ન ચાલતું હોય, ત્યારે વ્યાજના આકડાં મોટા ભાગે અહીંથી શરૂ થયેલા છે, ત્યારે જે રકમ વેપારી થી લઈને ગ્રાહક વ્યાજખોર પાસે માંગે તે રકમનું એડવાન્સ વ્યાજ બાદ કરીને ૩ મહિનાના હપ્તા રોજબરોજના હોય છે, ત્યારે ડેઇલી કલેક્શનનો ધંધો એટલો ફૂલ્યો ફાલ્યો છે કે ઘણા લોકોએ બીજા ધંધા છોડીને આ ધંધામાં ઝંપલાવ્યું છે, ત્યારે ડેઇલી કલેક્શન થી લઈને અનેક ફાઇનાન્સના ધંધામાં રોકાણ કોનું ? આ પ્રશ્ન ખૂબ જ પેચીદો છે.
GJ-18 ખાતે આવેલા મીના બજાર, સેક્ટર -21,અક્ષરધામ ,સેક્ટર- 24 ,સેક્ટર -28 ,ઘ-2 ચોકડી ,ઘ-5જેવો અનેક વિસ્તારોમાં આ ધંધો ફુલ્યો ફાલ્યો છે, ત્યારે ડેઇલી કલેક્શન મોટાભાગે શ્રમજીવીઓથી લઈને લારી ગલ્લા ધારકો સૌથી વધારે ડેઇલી કલેક્શનના ગ્રાહકો છે. ગુજરાતના સીમાડાથી લઈ ને નાના કસબા અને જેટલા પણ બજારો છે, તેમાં ડેઇલી કલેક્શનનો પગ પેસારો એવો ઘરી ગયો છે કે તેને બહાર કાઢવો ખૂબ જ જરૂરી તો છે, પણ અઘરો પણ છે ,કહેવત છે કે …….ચોરીથી જાય પણ હેરાફેરી થી ન જાય તેમ દારૂનો ધંધો કરનારા, જુગારધામ ચલાવનારા, ભેળસેળ કરનારા થી લઈને અનેક ધંધાર્થીઓએ આજ દિન સુધી કેટલાએ આ વેપલો છોડ્યો ? કારણ કે મલાઈ અહીંયા તગડી મળે છે. આવી મલાઈ ક્યાંથી મળવાની ? જેથી મોટાભાગે આ ધંધામાં અનેક લોકોએ જંપલાવ્યું છે, ગળામાં સોનાની જાડી ચેન ,હાથમાં કડા સોનાના, લકી પહેરીને વ્યાજ ખાઉ નો મોટાભાગનો ધંધો ડેઇલી કલેક્શન છે ,સૌથી વધારે ફેલાયેલો ડેઇલી કલેક્શન નો ધંધો અમદાવાદ, સુરત ,રાજકોટ, ભાવનગર થી લઈને કોઈ એવો ખૂણો નથી, જ્યાં ડેઇલી કલેક્શન ની ચોપડીઓ ના ચાલતી હોય, હા ,ઘણીવાર અનેક વેપારીઓ, શ્રમજીવીઓ, વ્યાજખોરોના ત્રાસથી શહેર છોડીને અન્ય જગ્યાએ પલાયન થતા હોય છે ,પણ ડેઇલી કલેક્શનમાં વેપારી આલિયા ની ટોપી માલ્યા અને જમાલિયા પર નાખી નાખીને ફાઇનાન્સ અનેક લોકો પાસેથી લેતા હોય છે, ઘણા જ વેપારીઓની મિનિમમ ૩થી લઈને ૭ ચોપડીઓ ચાલતી હોય છે, આ ,વ્યાજની ચોપડીઓમા ફક્ત અને ફક્ત તારીખ, ફાઇનાન્સ નું ફક્ત કંપનીનું નામ અને ખાતુ તથા રોજબરોજ કલેક્શન થાય તે લઈને જાય એટલે બે લીટા જેવી સહી હોય છે જે પુરાવો રજૂ કરે તો નિયમ કાયદાની છટક માં ક્યારેય ન આવે, ત્યારે ફાઇનાન્સરો ને બુચ મારનાર પણ ઓછા નથી ,જે વેપારી શહેર છોડીને બીજા શહેરમાં આશરો લે, એટલે સમજી જવાનું કે બુચ મારીને આવેલા છે ,બુચ એટલે 50 થી 80 લાખનું આખા ગામનું મારી નહીં આવ્યા હોય, અત્યારે શહેરમાં ભાવનગર વાળા, સુરત વાળા ,સૌરાષ્ટ્ર વાળા, આવા બોર્ડ મારેલા હોય છે, તે ગામના અને ફાઇનાન્સરોના બુચ મારીને જ આવેલા હોય છે, ત્યારે આજ દિન સુધી ફાઈનાન્સરોના બુચની એક પણ એફઆઇઆર પોલીસમાં નોંધાઈ નહીં હોય કારણ કે હવે તેના માણસો ગોતતા હોય છે ,ત્યારે હવે સરકારે કડક કરેલા કાયદાથી અનેક ફાઇનાન્સરોએ ધંધા આ હટોપીઓને શાંત બેસી ગયા છે ,ઓળખીતા અને ખાસ જવાબદારી વાળા વ્યક્તિને જ ફાઈનાન્સ કરી રહ્યા છે,
સરકાર દ્વારા કરેલા કડક નિર્ણયથી પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે ,પણ અત્યારે માર્કેટમાં પૈસા ફરતો બંધ થઈ ગયો છે કારણ કે બેંક કોઈને લોન આપતી નથી ,ત્યારે ઈઝી ગોઇંગ ફાસ્ટ લોન ત્રણ જમીન અને ઓળખાણ આપો એટલે ‘ડેઇલી કલેક્શન’ વાળો સિલેક્શન કરીને આપી દે, ત્યારે વેપાર ધંધામાં હાલ મંદીના ડાકલા વાગવા માંડ્યા છે.સરકારનું પગલું સરાહનીય છે ,ત્યારે બેંકો દ્વારા જે 50000 નું કાર્ડ ખરીદી માટે આપવામાં આવે છે ,એ એક પ્રકારની લોન છે ,તેમાં જે ટર્મ કંડીશન લખી હોય છે ,જે શરતોમાં ચૂક થઈ જાય એટલે વ્યાજખોરોના પણ બાપ બેંકો બની રહી છે ,તેટલું વ્યાજ વસુલે છે ,તો વ્યાજખોરો બાદ બેંકો જે આ ધંધા કરી રહી છે ,તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવો લોકોનો શૂર ઉઠ્યો છે ,બાકી રાજ્યનું કોઈ એવું માર્કેટ નથી ,જ્યાં ‘ડેઇલી કલેક્શન’નો ધંધો ફુલ્યો ફાલ્યો ન હોય, ત્યારે હજુ પોલીસ તંત્રને ફરિયાદની બોણી જ થઈ છે, હજુ ઘણી કોણી મારશો પછી ‘ડેઇલી કલેક્શન’ વિરુદ્ધ ફરિયાદો આવશે તો એફઆઇઆર રેકોર્ડ બ્રેક થશે…..
પોલીસને હજુ ફરિયાદો મળી છે, તે ફક્ત બોણી છે બાકી ‘ડેઇલી કલેક્શન’ની ફરિયાદો મળશે તો રેકોર્ડ બ્રેક એફઆઇઆર થશે, જેલો ભરાઈ જશે, ગુજરાતનું કોઈ એવું સ્થળ, શહેર, મોહલ્લો કે જગ્યા નહીં હોય જ્યાં ‘ડેઇલી કલેક્શન’ ચાલતું ન હોય હા ,ઘણા જ વેપારીઓને ત્રણથી સાત ચોપડીઓ ચાલતી હોય છે,
GJ-18 નું મીના બજાર ,સેક્ટર 21,સેક્ટર 24,ઈન્ફોસિટી, કુડાસણ, સરગાસણ ,કલોલ ,માણસા દહેગામ થી લઈને અનેક જગ્યાએ ‘ડેઇલી કલેક્શન’ સેન્ટરોનો રાફડો ફાટ્યો છે, ઘણા જ વેપારીઓ ઉઠી જાય અને ગાયબ થઈ જાય તો સમજવું કે ઓછામાં ઓછા 15 થી 25 જેટલા ફાઇનાન્સરો થી લઈને મિત્રો, સગાના પૈસા સાથે ગાયબ થઈ ગયો છે,
ફાઇનાન્સરો કરતા બેંકો જે 50,000 ની લોનો આપે છે, જેમાં શરતો નક્કી કરેલી હોય તે ગ્રાહકને જણાવતી નથી, કહેવત છે કે જરૂરિયાતને વ્યાજે લેવાનું ભાન ન હોય, તેમ પચાસ હજાર વગર વ્યાજની લોન લીધા બાદ શરતચૂક એક દિવસ થઈ ગયો એટલે ગાભા કાઢી નાખે ,ફાઇનાન્સરોના પણ બાપ બેંકોની લોન છે્, ત્યારે ઘણા જ ગ્રાહકો ને પોપટ બનાવ્યા છે, હા, એવું નથી કે ફાઇનાન્સરને નુકસાન નથી જતું, બુચ મારીને જતો રહેલા અનેક છે ,બાકી ફાઇનાન્સર ની ફરિયાદ ગ્રાહક બુચ મારીને જતો રહે પછી ક્યાંય એફઆઇઆર હોય તો જણાવો
ગુજરાતમાં મોટામાં મોટું ‘ડેઇલી કલેક્શન’ એ વેપારીઓ માટે બે થી ત્રણ જમીનમાં ગણતરીના કલાકોમાં લોન મળી જાય, બેંક લોન આપતી નથી, ત્યારે માર્કેટમાં હાલ પૈસો પણ ગાયબ થઈ ગયો છે ,હા, ફાઇનાન્સરોએ પણ અત્યારે ધંધો ડીમ કરીને ધિરાણ બંધ કરી દીધું છે,